મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ટાઉન પ્લાનીંગમા ટેકનોલોજી અને સાયન્સનો સમન્વય કરતુ જામ્યુકો
News Jamnagar August 10, 2022
ટાઉન પ્લાનીંગમા ટેકનોલોજી અને સાયન્સનો સમન્વય કરતુ જામ્યુકો
કમીશનરની આગેવાનીમા ડીએમસીના માર્ગદર્શન હેઠખ સીટીએન્જીનિયર અને ટીમમનપા નુ સફળ આયોજન ને મંજુરીની મહોર
વૈશ્ર્વીક ગતિશીલતા સાથે ફરી કદમ મિલાવતુ એક વખતનુ સૌરાષ્ટ્રનુ પેરીસ જામનગર
ટી.પી.ડીપી.. બ્રાંચ દ્વારા સુચનાઓ ધ્યાને લઇ પ્લાનના અધુનિકરણની છે રાત દિવસની સમર્પિત જહેમત
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનીંગ માટે ટેકનોલોજી અને સાયન્સનો સમન્વય કરવામા આવ્યો હોવાનુ સર્વાંગી અભ્યાસ ઉપરથી તારણ નીકળ્યુ છે તેમજ TP DP બ્રાંચના ઇજનેર ગોંસાઇએ જે વિગતો સીટી ઇજનેર ભાવેશ જાની ના માર્ગદર્શન હેઠળ પુરી પાડી તેના ઉપરથી પણ ફલિત થાય છે
ખાસ કરીને કમીશનર વિજય ખરાડીની આગેવાનીમા ડીએમસી વસ્તાણીના માર્ગદર્શન હેઠખ સીટીએન્જીનિયર જાની અને ટીમ મનપા ના સફળ આયોજન ને મંજુરીની મહોર લાગી છે કેમકે પ્લાનીંગ તેમજ થય રહેલા કામ તેમજ થયેલા મોટાકામ જોતા
વૈશ્ર્વીક ગતિશીલતા સાથે ફરી કદમ મિલાવતુ એક વખતનુ સૌરાષ્ટ્રનુ પેરીસ જામનગર …….એમ કહી શકાય આ માટે ઉચ્ચ અધીકારીઓ તેમજ મેયર બીનાબેન ચેરમેન મનીષભાઇ સહિત ઉચ્ચ પદાધીકારીઓના માર્ગદર્શન હેઠળ
ટી.પી.ડીપી.. બ્રાંચ દ્વારા સુચનાઓ ધ્યાને લઇ પ્લાનના અધુનિકરણની છે રાત દિવસની સમર્પિત જહેમત સરાહનીય ગણાય છે
જામનગર મહાનગરપાલિકા ની સામાન્ય સભા દ્વારા આજરોજ માન. કમીશનરશ્રી ની તા.૦૬-૦૬-૨૦૨૨ ની દરખાસ્ત મુજબ જામનગર મહાનગરપાલિકાના નવા હદ વિસ્તારમાં એટલે કે, રાજ્ય સરકારશ્રીના જાહેરનામાંથી જાડાનો વિસ્તાર જામનગર મહાનગરપાલિકામાં ભળેલ હતો તે વિસ્તારમાં ટી.પી.સ્કીમ ના આયોજન માટે સૈધાંતિક મંજુરી મળવા અર્થે કરવામાં આવેલ દરખાસ્ત પરત્વે સામાન્ય સભા દ્વારા સર્વાનુમતે ઠરાવ કરી બહાલી આપવામાં આવે છે.
પ્રસ્તુત દરખાસ્ત ની વિગતો જોઈયે તો જામનગર મહાનગરપાલિકામાં જાડાનો વિસ્તાર મળતા જાડાની સાન ટી.પી સ્કીમો મહાનગરપાલિકામાં આમેજ થયેલ હતી. ઉપરાંત મહાનગરપાલિકા જામનગરની બે ટી.પી.સ્કીમો મળી કુલ નવ ટી.પી સ્કીમો કાર્યરત હતી. ત્યાર બાદ મહાનગરપાલિકા જામનગર દ્વારા ટી.પી સ્કીમ નં – ૧૧, ૨૦, ૨૧ અને ૨૩ને તૈયાર કરી મુસદારૂપ ટી.પી સ્કીમ તરીકે સરકારશ્રીમાં સાદર કરતા માર્ચ -૨૦૨૨ થી ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં સરકારશ્રી દ્વારા આ ચારેય ટી.પી સ્કીમને મંજુરી આપવામાં આવેલ છે. જેમાં આશરે ૬૭૫ હેકટર જેટલી જમીનો નો સમાવેશ થાય છે. જનરલ બોર્ડ સમક્ષ થયેલ દરખાસ્ત જુદી – જુદી છવીસ (૨૬) ટી.પી સ્કીમોનો (૭, ૧૦, ૧૨ થી ૧૯, ૨૨, ૨૪ થી ૩૮) સમાવેશ થાય છે. સદરહુ ટી.પી સ્કીમો માં કુલ ૩૯૬૦.૬૭ હેકટર જેટલી જમીન આવરી લેવામાં આવનાર છે, જેમાં મુખ્યત્વે મોરકંડા રોડ, વાવ, ખીમરાણા, હાપા, ઠેબા જેવા ગામોનો મહાનગરપાલિકામાં નવા ભળેલા વિસ્તાર તથા લાલપુર રોડ, રણજીતસાગર રોડ, નાઘેડી, કનસુમરા, ખીમલિયા જેવા ગામોના નવા ભળેલા વિસ્તાર નો સમાવેશ થનાર છે.
કોઈપણ શહેરના સર્વાંગી અને સમાંતર વિકાસ માટે ટી.પી સ્કીમ એ મૂળભૂત જરૂરિયાત હોઈ છે. જેના થકી ભવિષ્યમાં વિકસતા વિસ્તારોમાં આયોજન
બધ રીતે વિકાસ થઇ શકે છે. તદઉપરાંત રોડ રસ્તા, બાગ –બગીચા, હોસ્પિટલો, શહેરી આવાસો, ફાયર સ્ટેશન, પાણીના ટાકાઓ, પમ્પીંગ સ્ટેશન, જાહેર પાર્કિંગ, અર્બન ફોરેસ્ટ જેવા પબલીક હેતુ ની જમીન ટી.પી સ્કીમો માં ઉપલબ્ધ થતી હોઈ છે. આવી દીર્ઘદ્રષ્ટિ ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓશ્રીઓ સહયોગ મળેલ છે. તથા કમિશ્નરશ્રી વિજયકુમાર ખરાડી સાહેબ જામનગર મહાનગરપાલિકા દ્વારા ટી.પી.સ્કીમના આયોજનને ટોચ અગ્રતા આપી ઝડપથી કાર્યવાહી થાય તે માટે સંકલન કરે છે, અને મહાનગપાલિકા દ્વારા આ દિશામાં અન્ય મહાનગરપાલિકાની જેમ ઝડપથી ટીપી સ્કીમો મંજુર થઇ અમલીબને તે દિશામાં કાર્યવાહી થઇ રહી છે .
@_________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025