મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
૧૨ દિવ્યાંગ બહેનોએ નગર બસ ના કન્ટ્રોલર- ડ્રાઈવર-કંડકટરને કર્યુ રક્ષાબંધન
News Jamnagar August 11, 2022
૧૨ દિવ્યાંગ બહેનોએ નગર બસ ના કન્ટ્રોલર- ડ્રાઈવર-કંડકટરને કર્યુ રક્ષાબંધન
ભાતૃ ભગિની પ્રેમ ને કોઇ ખામી વિધ્નરૂપ નથી તે દર્શાવતુ આશાદીપ ટ્રસ્ટ
અનોખો અભિગમ અને ઉત્સાહનો માહોલ સાથે જોવા મળ્યા લાગણીસભર દ્રશ્યો—પ્રમુખ સતારભાઇ
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરમા આજરોજ ગુરૂવારફ રક્ષા બંધન પર્વે ૧૨ દિવ્યાંગ બહેનોએ નગર બસ ના કન્ટ્રોલર- ડ્રાઈવર-કંડકટરને રક્ષાબંધન કર્યુ હતુ અને ભાતૃ ભગિની પ્રેમ ને કોઇ ખામી વિધ્નરૂપ નથી તે આશાદીપ ટ્રસ્ટ એ દર્શાવ્યુ છે તેમજ એક અનોખો અભિગમ અને ઉત્સાહનો માહોલ સાથે જોવા મળ્યા લાગણીસભર દ્રશ્યો તેમ પ્રમુખ સતારભાઇ એ જણાવ્યુ છે
જામનગર ના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ સંચાલિત
દિવ્યાંગ મહિલા અધિકાર સમિતી-જામનગરના દિવ્યાંગ બહેનોએ તૈયાર કરેલ રાખડીઓ દરબાર ગઢ સર્કલ, સીટી બસ સ્ટેન્ડ પાસે નગરબસ ના કન્ટ્રોલર,ડ્રાઈવર-કંડકટર સહિતના ભાઈઓને બાંધી રક્ષાબંધન-૨૦૨૨ના પર્વની વિશિષ્ટ ઉજવણી નગર બસ સંચાલક સી.એમ.જાડેજાના સાથ/સહકાર સાથે નગરબસના હરદીપસિંહ જાડેજા, પરાક્રમસિંહ પરમાર અને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ-જામનગરના પ્રમુખ અને એડવોકેટ સતારભાઈ દરજાદા તેમજ વિજયભાઈ વોરા ની ખાસ ઉપસ્થિતિમાં કરી હતી.
ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ મહિલા અધિકાર સમિતી-જામનગરની ૫- અસ્થિવિષયક, ૩-શ્રવણમંદ,૩- મોદિવ્યાંગ,સ્ય પ્રતા, સહિતની કુલઃ૧૨ દિવ્યાંગ બહેનોએ નગરબસના ડ્રાઈવર) કંડકટરશ્રીઓ રક્ષાબંધનના પર્વના દિવસે પણ પોતાની નિષ્ઠાપૂર્વકની સેવા બજાવી રહયા છે.અને દિવ્યાંગ વિકલાંગ સમુદાયને વિકલાંગ ઓળખપત્ર(કાર્ડ) પર ગત નવરાત્રિ પર્વ બાદ પાંચમથી દિવ્યાંગો માટે સેવાકીય ભાવનાથી નિશુલ્કવિનામૂલ્યે ) મુસા૰રીનો લાભ પ્રદાન કરી દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્યધારામાં લાવવા માટેના આ પ્રોત્સાહક-સતકાર્ય ખૂબજ સારી રીતે નગરબસના સંચાલકશ્રી ઘ્વારા કરવામાં આવી રહેલ છે.ત્યારે આ ઉમદા કાર્યને ખાસ બિરદાવવા માટે દિવ્યાંગ બહેનોએ ઉમદા કર્તવ્ય બજાવી સમાજમાં ભાઈ બહેન ના હેત ની જયોત પ્રગટાવી હતી.
દિવ્યાંગ બહેનોએ જાતે તૈયાર કરેલ રાખડીઓ પૈકી ગત તા.૦૫-૦૮-૨૦૨૨ના રોજ -૫૧ રાખડીઓ ફૌજી જવાન માટે મોકલવામાં આવી તેમજ ગત તા.૭-૮-૨૨ના રોજ જેલ અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ અને ૧૦૦ કેદીભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવણી કરેલ તેમજ રક્ષાબંધનના પર્વ નિમીતે નગરબસ ના ડ્રાઈવર-કંડકટરશ્રીઓને રાખડી બાંધી રક્ષાબંધનની વિશિષ્ટ ઉજવણી કરતા આ સામાજિક સતકાર્યને સામાજિક રાજકીય અગ્રણીશ્રી સહિતનાઓએ આવકારી-અભિનંદન પાઠવેલ હોવાનું આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ જામનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025