મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અમદાવાદના સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાનના પ્રજ્ઞાચક્ષુ સહિતના દિવ્યાંગોએ રાહ ચીંધ્યો
News Jamnagar August 14, 2022
- અમદાવાદના સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાનના પ્રજ્ઞાચક્ષુ સહિતના દિવ્યાંગોએ રાહ ચીંધ્યો
—રાષ્ટ્રધ્વજ સમાન પુષ્પગુચ્છ બનાવ્યા અને વિતરણ પણ કર્યા
આઝાદી અમૃત વર્ષ મા સૌ સાથે કદમ મિલાવતા સંસ્થાના સૌ એ પુરવાર કર્યુ કે શારીરીક ખોટ ની આફતમા પણ અવસર શોધી શકાય છે હા…..મનમા હામ જોઇએ…..જે પુરી પાડે છે સેવાના ભેખધારી ડો. રીતુ સિંઘ
રાષ્ટ્ર ભક્તિ એ ભાવમય જોડાણ છે એ તન્મયતાને દિલથી મહેસુસ કરવાની અદમ્ય ઇચ્છા ને સાર્થકતાના સંકલ્પમા સાકાર કરતા સંસ્થાના લાભાર્થી દિકરા દીકરીઓ
પ્રજ્ઞાચક્ષુઓ આંતરચક્ષુઓથી જે જુએ છે જે સમજે છે જે અનુભૂતિ કરે છે અને જે સર્જન કરી શકે છે તે ગોડ ગીફ્ટ હોય છે
જામનગર ( ભરત ભોગાયતા)
હાલ દેશભરમા આઝાદીના ૭૫ વર્ષ–અમૃત વર્ષ ની ઉજવણી થઇ રહી છે સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિના રંગમા રંગાયુ છે તે વખતે અમદાવાદની સેવા ભાવી સંસ્થાના બાળકોએ પણ એવી કલા અને આત્મસુઝના દર્શન કરાવ્યા છે કે જે જાણી ને જોઇને અચંબામા પડી જવાય છે કેમકે પ્રજ્ઞાચક્ષુઓ આંતરચક્ષુઓથી જે જુએ છે જે સમજે છે જે અનુભૂતિ કરે છે અને જે સર્જન કરી શકે છે તે ગોડ ગીફ્ટ હોય છે જરૂર હોય છે માત્ર તેમને પ્રેરીત કરી આ કુદરતી ભેંટ ને ઉજાગર કરાવવાની ત્યારે આ સંસ્થાઓએ દિવ્યાંગોમા સર્જનના પ્રાણ ફુંક્યા હોઇ દિવ્યાંગો અનેરા ઉત્સાહ સાથે કઇ કઇ સરાહનીય કૃતિઓ કાર્યો કરતા જ રહે છે તેમજ સાથે સાથે નોંધપાત્ર બાબત એ છે કે અહી આ સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાન માં પ્રજ્ઞા ચક્ષુઓની જે સિદ્ધી છે તે અદભૂત છે કેમકે તાલીમબદ્ધ આ સૌ અનેરા કાર્યો અને રચનાત્મકતામા ઓતપ્રોત રહે છે
ખાસ કરીને જોઇએ તો સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાન ના સંચાલક ડો.રીતુ સીંઘએ પ્રજ્ઞાચક્ષુઓને રાષ્ટ્રધ્વજ નુ જીણવટભર્યુ વર્ણન કરી આ પ્રજ્ઞાચક્ષુઓના મનમા રાષ્ટ્રધ્વજના રંગ વગેરે ની સમજણ સ્થાપિત કરી હતી અને પ્રેરણા પુરી પાડી હતી ત્યારે આ પ્રેરણા અને સમજણ ને સાકાર કરતા બાળકોએ રાષ્ટ્રધ્વજના રંગના પુષ્પગુચ્છ બનાવ્યા હતા જેનુ અમદાવાદમા વિતરણ કરવામા આવ્યુ હતુ ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞાચક્ષુઓ સહિત દિવ્યાંગોની આંતરીક સુઝ — શક્તિ –સમજને ખીલવવા માટે ડો.રીતુસીંઘ ભાવ સાથે તકનીક ના સમન્વય કરી લાભાર્થીઓને અવિરત ઉત્સાહિત કરતા રહેતા હોય છે
માટે જ કહી શકાય છે કે
સંસ્કૃતિ માનવ સેવા સંસ્થાનના પ્રજ્ઞાચક્ષુ સહિતના દિવ્યાંગોએ રાહ ચીંધ્યો છે રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ સમાન પુષ્પગુચ્છ બનાવ્યા અને વિતરણ પણ કર્યા છે કેમકે
આઝાદી અમૃત વર્ષ મા સૌ સાથે કદમ મિલાવતા સંસ્થાના સૌ એ પુરવાર કર્યુ કે શારીરીક ખોટ ની આફતમા પણ અવસર શોધી શકાય છે હા…..મનમા હામ જોઇએ…..જે પુરી પાડે છે સેવાના ભેખધારી ડો. રીતુ સિંઘ જેમણે રાત દિવસ એક કરી સૌ જરૂરીયાતમંદો ના જીવનમા રંગો પુર્યા છે અને પ્રેરણા બળ બની રહ્યા છેગ
આપણે સૌ જાણીએ છીએ તેમ
રાષ્ટ્ર ભક્તિ એ ભાવમય જોડાણ છે એ તન્મયતાને દિલથી મહેસુસ કરવાની અદમ્ય ઇચ્છા ને સાર્થકતાના સંકલ્પમા આ સંસ્થાના લાભાર્થી દિકરા દીકરીઓએ સાકાર કર્યા છે તેમજ તેમણે બનાવેલા રાષ્ટ્રધ્વજ ના પ્રતિકૃતિના પુષ્પગુચ્છ અમદાવાદમા ઠેર ઠેર વિતરણ કરવામા આવ્યા તેમજ પોલીસ વિભાગે તો આ ધ્વજ સમાન પુષ્પ ગુચ્છ ખરીદ કરી ને સંસ્થાને તેમજ પ્રજ્ઞાચક્ષુઓને ઉત્સાહ પુરો પાડ્યો છે નોર્મલ વ્યક્તિઓ સાથે કદમ મિલાવી રાષ્ટ્રભક્તિનુ અનેરૂ દર્શન કરાવનાર આ પ્રજ્ઞાચક્ષુઓ સહિત સૌ દિવ્યાંગોની જહેમતને આર્મી –નેવી-કોસ્ટગાર્ડ સહિત સુરક્ષા વિભાગો તેમજ વહીવટીતંત્રો વ્યક્તિવિશેષ અને ગૃપ સંસ્થા સામાજસેવકો આગેવાનો સૌ એ બિરદાવી સહયોગ કરવાની ખાત્રી આપી છે
______._……….________……
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025