મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર બન્યું કાન્હામયી, જન્માષ્ટમીની વિશાળ સાર્વજનિક શોભાયાત્રા નીકળી
News Jamnagar August 22, 2022
જામનગર બન્યું કાન્હામયી, જન્માષ્ટમીની વિશાળ સાર્વજનિક શોભાયાત્રા નીકળી
જામનગરમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં ગુજી ઉઠ્યો જય કનૈયા લાલ કી નો નાદ, શોભાયાત્રા દરમ્યાન બજરંગ દળના યુવાનોને અપાઈ ત્રિશુલ દિક્ષા, કૃષિમંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો જોડાયા શોભાયાત્રામાં, ઠેર ઠેર મટકી ફોડ પ્રસાદના કાર્યક્રમો યોજાયા
જામનગર ( ભરત ભોગાયતા)
જન્માષ્ટમીના પાવન પર્વે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર થી કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક વિશાળ શોભાયાત્રા નીકળી હતી. શ્રી કૃષ્ણપ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. જામનગરમાં નીકળેલી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો તેમજ સામાજિક સંસ્થાઓના કૃષ્ણ ભક્તિના વિવિધ ધાર્મિક ફલોટસો પણ જોડાયા હતા. કૃષ્ણ જન્માષ્ટમી ની શોભાયાત્રા જામનગર શહેરના વિવિધ માર્ગો પર ફરી ત્યારે ઠેર ઠેર સ્વાગત અને મટકીફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા.
જામનગરમાં આવેલ શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતેથી જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક વિશાળ શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા પૂર્વે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના આચાર્યશ્રી 108 કૃષ્ણમણિજી મહારાજ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે બજરંગ દળના યુવાનોને હિન્દુ ધર્મની રક્ષા કાજે આચાર્યશ્રી 108 કૃષ્ણમણિજી મહારાજના હસ્તે ત્રિશૂળ દીક્ષા આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભગવાન કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભગવાન કૃષ્ણની મૂર્તિનું શાસ્ત્રોત વિધિથી પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા ને પ્રસ્થાન કરાવાયું હતું.
જામનગરના શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી નિકળેલી શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા સૌપ્રથમ હવાઈ ચોક ખાતે પહોંચી હતી જ્યાં ઉપસ્થિત શ્રી 5 નવતનપુરી ધામના આચાર્યશ્રી 108 કૃષ્ણમણિજી મહારાજ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદી, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ રવિરાજસિંહ જાડેજા, હિન્દુ જાગરણ મંચના ભરતભાઈ ફલીયા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જામનગરના ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, આણદાબાવા સેવા સંસ્થાના કિશોરભાઈ સંઘાણી, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક અને જામનગર પત્રકાર મંડળના મંત્રી કિંજલભાઈ કારસરીયા, વિશ્વ હિન્દુ પરિષદના ધર્મચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, પૂર્વ મેયર ધીરુભાઈ કનખરા, પી ટી. ચાંદ્રા, ખોડલધામના વશરામભાઈ ચોવટીયા, મહેન્દ્રભાઈ તળપદા, લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ, ઓલ ઇન્ડિયા સિંધી સમાજના પ્રમુખ પરમાનંદભાઈ ખટ્ટર, શ્રી 5 નવતનપુરી ધામના ટ્રસ્ટી મનસુખભાઈ સંઘાણી, ડો. વિનુભાઈ ભંડેરી, ડો. જોગીનભાઈ જોશી, વ્રજલાલભાઈ પાઠક, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, કોર્પોરેટર પ્રવિણાબેન રુપડીયા, બબીતાબેન લાલવાણી, કેતનભાઇ નાખવા સહિતના મહાનુભાવો એ ધર્મ ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમ્યાન શોભાયાત્રાનું સ્વાગત પણ કરાયું હતું.
કૃષ્ણ જન્માષ્ટમીની નીકળેલી આ શોભાયાત્રામાં શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરના બે ફ્લોટ્સ ઉપરાંત મોટી હવેલી વ્રજવલ્લભ સોશિયલ ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, આણદાબાવા સેવા સંસ્થા, હરિદાસ જીવણદાસ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ, સમસ્ત ભાટિયા યુવક મંડળ, શ્રી બાઈજીરાજ મહિલા મંડળ, શ્રીગાયત્રી શક્તિ પીઠ, શ્રી પ્રણામી શૈક્ષણિક સંકુલ (પ્રણામી ગ્લોબલ સ્કૂલ), હિન્દુ જાગરણ મંચ, લેઉવા પટેલ સમાજ, ખોડલધામ, પ્રજાપિતા બ્રહ્માકુમારી, શિવસેના, સ્વ. હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના કૃષ્ણ ભક્તિ અને દેશ ભક્તિની ઝાંખી કરાવતા વિવિધ ધાર્મિક ફલોટસો જોડાયા હતા.
જામનગરમાં નીકળેલી જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર સ્વાગત પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેમાં ધ્રુવ ફળી પાસે પીપળેશ્વર યુવક મંડળ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરાયું હતું ત્યારબાદ સેન્ટર બેંક પાસે એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના જીતુભાઈ લાલ દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને બજરંગ દળના યુવાનો દ્વારા મટકી ફોડવામાં આવી હતી. ત્યારબાદ બર્ધન ચોક વિસ્તારમાં સુખરામદાસ યુવક મંડળ અને બર્ધન ચોક વેપારી મંડળના ભોલાભાઈ દ્વારા દૂધની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જામનગરના ચાંદી બજાર સર્કલમાં પહોંચેલ શોભાયાત્રાનું જામનગર વેપારી મહામંડળ ના પ્રમુખ સુરેશભાઈ તન્ના અને હોદ્દેદારો દ્વારા સ્વાગત કરી ઉપસ્થિત ભાવિકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં ઉપસ્થિત કૃષ્ણ ભક્તોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ શોભાયાત્રા શ્રી પ્રાણનાથ મેડી મંદિર, રતનબાઇ મસ્જિદ થી સજુબા સ્કૂલ પાસેથી પસાર થઈ ચૌહાણ ફરી વિસ્તારમાં પહોંચી હતી જ્યાં પુરબીયા રાજપુત ક્ષત્રિય સમાજ યુવા મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ, સ્વાગત તેમજ શરબતની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ શોભાયાત્રા બેડીગેટ પાસે પહોંચતા જ ગુરુ સુખરામદાસ મસંદ (રોહાડીવાલે) સેવાધારી કમિટી, પરમાનંદ સ્ટીલ સેન્ટર પાસે ફરાળી ચેવડાની પ્રસાદી અને જ્યાં સમસ્ત સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિર બેડી ગેઇટ ના કોઠારી સ્વામી શ્રી ચત્રભુજ સ્વામી દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ શોભાયાત્રા પંચેશ્વર ટાવર પાસે પહોંચતા જ ગોપાલક યુવા સંગઠન, ભરવાડ સમાજના કમલેશભાઈ ભરવાડ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ, સૂકીભાજી અને કઢેલા દૂધની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગિરનારી યુવા મિત્ર મંડળ દ્વારા (ગિરનારી પાન એન્ડ કોલ્ડ્રીંકસ) પાસે મટકી ફોડનું આયોજન કરાયું હતું અને ત્યાં પણ કેન્ડી પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવી હતી. બાદમાં આ કૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી નાદ સાથે હવાઈ ચોકમાં સંપન્ન થઈ હતી. આ સમગ્ર શોભાયાત્રા દરમિયાન શોભાયાત્રામાં ભગવા ધ્વજ સાથે વિશ્વ હિન્દુ પરિષદ
-બજરંગ દળના યુવાનોએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા ને સફળ બનાવવા માટે જામનગર શહેર ઉપરાંત ઠેબા, હરીપર, કોંઝા, વિભાપર, વાગડીયા, હર્ષદપુર અને રાજકોટ સહિતના ગામોમાંથી આવેલા સુંદરસાથજી ભાવિકોએ ભારે જેમ જ ઉઠાવી હતી. આ શોભાયાત્રામાં વિવિધ સેવાઓનું સૌજન્ય આપનાર સર્વેને ધન્યવાદ પાઠવી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. શોભાયાત્રા ને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓ ઉપરાંત પ્રિ. દિલીપભાઈ આશર, કનકરાય વ્યાસ, ડો. જોગીનભાઈ જોશી, નારણભાઈ પણસારા, કિંજલભાઈ કારસરીયા, ભીમસીભાઈ પિઠીયા, વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા ઉપરાંત બજરંગ દળ અનેહિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ વિવિધ સેવાઓ ની કામગીરી કરી હતી.
જામનગરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રા દરમિયાન શ્રીકૃષ્ણનું જીવન એટલે વ્રતોત્સવ, આનંદોત્સવ અને રસોત્સવ આ સૂત્રને સાર્થક કરી ભક્તજનો એ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સામેલ થઈ પોતાના જીવનને યશોભાગી બનાવ્યું હતું.
@__________
BGB
gov.accre.
journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025