મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરવાસીઓની વધશે સુવિધા-- બની રહ્યોછે નવો ફીલ્ટર પ્લાન્ટ
News Jamnagar August 22, 2022
જામનગરવાસીઓની વધશે સુવિધા– બની રહ્યોછે નવો ફીલ્ટર પ્લાન્ટ
લાલપુર રોડ ખાતે ચાલતા કામ ની મુલાકાત લેતા વો. વ. વિભાગના કા.ઇ. પી.સી. બોખાણી
પીવાના પાણીના વિતરણ ને વધુ સુદ્રઢ કરવા અવિરત ચાલતી કામગીરી
જામનગર ( ભરત ભોગાયતા)
પાણી એ જીવન ની અનિવાર્યતા છે આ અનિવાર્યતા શહેરના દોઢલાખ ઘરો વીસહજાર કારખાનાઓ અને સંસ્થાના સંથળો દુકાનો કોમર્શીયલ કોમ્પ્લેક્સ એમ દરેક જગ્યાએ નિયમિત પહોચાડવા પાછળ કોર્પોરેશન ની ચોવીસ કલાકની જહેમત હોય છે ત્યારે ૩૦ મીનીટ નલ સે જલ શુદ્ધ અને પુરા ફોર્સથી સૌ ને મળે છે
પીવાના પાણીના એક હજાર કીલોમીટર પાઇપલાઇન નેટવર્ક ફીલ્ટર પ્લાન્ટ ડઝન ટી આગળ ઇએસઆર તેમજ સમ્પ અને સ્ટોરેજ વ્યવસ્થામા એક વધારો હજુ થઇ રહ્યો છે કેમકે પાણી માટે વધતી જતી જરૂરીયાત મુજબ વધુ ને વધુ કામગીરી કરતી રહેવી પડે છે જે માટે સતાધારી પાંખ અને વહીવટી પાંખ કદમ થી કદમ મીલાવી કામ કરી રહ્યા છે ત્યારે કમીશનર વિજય ખરાડીની સુચનાથી નાયબ કમીશનર એ કે વસ્તાણી ની દેખરેખમા વોટરવર્કસ ઇ.ચા.કા.ઇ. પી.સી.બોખાણી અને તેમની ટીમ અવિરત દોડતા રહે છે
જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે લાલપુર રોડ ખાતે અંદર ગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય આ ફિલ્ટર પ્લાન્ટ ની એક્ઝિક્યુટીવ એન્જિનિયર p.c. બોખાણી સાહેબ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
જામ્યુકો દ્વારા લાલપુર રોડ પંપ હાઉસ ખાતે ચાલતી ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી શહેરીજનોને શુદ્ધ પીવાલાયક પાણી મળી રહેશે આ ફિલ્ટર પ્લાન્ટ 162 લાખ લીટર ની કેપેસીટી ધરાવતો અંડરગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટ છે આ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય વોટર વર્કસ વિભાગના અધિકારી શ્રી પી.સી. બોખાણી દ્વારા આ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરીમાં સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે, સમગ્ર શહેરને શુદ્ધ અને પીવાલાયક પાણી નિયમિત રીતે મળી રહે તે માટે અહીં અંડરગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી ચાલી રહી હોય.
સમગ્ર શહેરમાં પીવાલાયક શુદ્ધ પાણી મળી રહે તેમજ પાણી વિતરણ વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે ચાલે તે માટે વોટરવર્કસ વિભાગ સતત કાર્યશીલ રહે છે, લાલપુર રોડ ખાતે ના ફિલ્ટર પ્લાન્ટથી સમગ્ર શહેરને શુદ્ધ પીવાલાયક પાણી મળી રહેશે આ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. તેમ વિગત આપતા કોર્પોરેશન મીડીયા વિભાગના પત્રકાર અમૃતા ગોરેચાએ જણાવ્યુ છે
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025