મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
OBC આયોગની મહત્વની સુનાવણી--મીટીંગમા એડવોકેટ---સુન્ની વાઘેર સમાજ પ્રમુખ સહિત કોંગ્રેસ આગેવાનો
News Jamnagar August 25, 2022
OBC આયોગની મહત્વની સુનાવણી–મીટીંગમા એડવોકેટ—સુન્ની વાઘેર સમાજ પ્રમુખ સહિત કોંગ્રેસ આગેવાનો
સ્થાનિક સ્વરાજ્ય સતા મંડળની બેઠકોમાં વસતી આધારીત સ્થાન મળવુ જોઇએ તેવી થઇ ભારપુર્વકની રજુઆત
જાગૃતિ દર્શાવી સમાજ માટે તત્પર રહેતા નેતાઓની વધુ એક એવી આ રચનાત્મક જહેમત
જામનગર ( ભરત ભોગાયતા)
OBC આયોગની મહત્વની સુનાવણી મીટીંગમા જામનગરના જાણીતા એડવોકેટ અને સુન્ની વાઘેર સમાજ પ્રમુખ સહિત કોંગ્રેસ આગેવાનોએ ભાગ લઇને સ્થાનિક સ્વરાજ્ય સતા મંડળની બેઠકોમાં OBC ને વસતી આધારીત સ્થાન મળવુ જોઇએ તેવી ભારપુર્વકની રજુઆત કરી હતી ત્યારે જાગૃતિ દર્શાવી સમાજ માટે તત્પર રહેતા નેતાઓની વધુ એક એવી આ રચનાત્મક જહેમત નોંધપાત્ર બની રહી હતી
તાજેતર મા નામદાર સુપ્રીમકોર્ટ માં ઓબીસી સમાજ ની રાજકીય અનામત બાબતે થયેલ અરજી મા નામદાર સુપ્રીમ કોર્ટે ગૂજરાત સરકાર ને આપેલ આદેશ અનુસાર ગૂજરાત સરકારે હાઈકોર્ટ ના વરિષ્ઠ અને ભુતપુર્વ ચીફ જસ્ટીસ કે.એસ ઝવેરી ના વડપણ માં સમર્પીત આયોગ ની રચના કરેલ છે
જે અનુસંધાને આયોગ દ્વારા અખબારો માં જાહેખબર આપી ઓબીસી સમાજ ના આગેવાનો,રાજકીય આગેવનો પાસે થી લેખીત માં વાંધા સૂચનો જે તે જિલ્લા ના અધિક કલેકટરો ને લેખીત માં આપવા જણાવેલ.જે સૂચન બાદ આજરોજ રાજકોટ મુકામે કલેકટર કચેરી ખાતે રૂબરૂ સૂચનો સાંભળવા માટે સમર્પિત આયોગ ના ચેરમેન કે એસ ઝવેરી સાહેબ તેમજ આયોગ ના સભ્યો સાથે ઓબીસી એકતા પરિષદના સ્થાપક વેરશી ભાઈ ગઢવી,જિલ્લા કોંગ્રસના પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા,ઓલ ઈન્ડીયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ ના પ્રમુખ એડવોકેટ હારૂન પલેજા એ ઓબીસી સમાજ વતી સ્થાનિક સ્વરાજય જેવી કે મહાનગપાલિકાઓમાં, નગરાલિકાઓમાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના દરેક હોદાઓ ઉપર તેમજ ગ્રામપંચાયત માં ઉપસરપચ ના હોદા માટે ઓબીસી સમાજ ને અનામત આપવા માટે તેમજ ઓબીસી સમાજ ને વસ્તી આધારિત પ્રતિનિધિત્વ આપવા અસરકારક રજૂઆત કરી હતી
@__________________
BGB
gov. accre.
Journalist
jamnagar
8758659878
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025