મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કોંગ્રેસ આકરા પાણીએ-સરકાર સામે અસરકારક વિરોધ
News Jamnagar September 10, 2022
કોંગ્રેસ આકરા પાણીએ-સરકાર સામે અસરકારક વિરોધ
જામનગરમાં વોર્ડ નંબર ૧ મા શાળાઓ સહિત બધુ બંધ
સિક્કામા સજ્જડ બંધ પળાયો
ભાજપ સરકારની નિતી રીતી સામે પ્રજા માટે કોંગ્રેસ આગેવાનોની જહેમત
જામનગર ( ભરત ભોગાયતા)
હાલ ઘણા સમયથી અનેક પ્રશ્ર્નો આંગે કોંગ્રેસ આકરા પાણીએ છે અને સરકાર સામે અસરકારક વિરોધ કરાય રહ્યો છે ત્યારે આજે
જામનગરમાં વોર્ડ નંબર ૧ મા શાળાઓ સહિત બધુ બંધ રહ્યુ તો બીજી તરફ સિક્કામા સજ્જડ બંધ પળાયો હતો આમ ભાજપ સરકારની નિતી રીતી સામે પ્રજા માટે કોંગ્રેસ આગેવાનોની જહેમત થઇ રહી છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મોંઘવારી,બેરોજગારી,અને ગૂજરાત માં યુવા ને બરબાદ કરતો ડ્રગ્સ ના કાળો કારોબાર ના વિરોધ મા ગૂજરાત બંધ ના એલાન ને સમર્થનમાં આજરોજ જામનગર મહાનગપાલિકા ના વોર્ડ નો.1 માં પ્રાથમિક શાળા ઑ સહિત બધી જ સ્કૂલો જામનગર શહેર ના કોંગ્રેસ ના સંગઠન મહામંત્રી હારૂન પલેજા સહિત કોંગ્રેસ ના આગેવાનો ની સમજાવટ થી બંધ રહેલ હતી
*ગુજરાત બંધ* ના પગલે
*સિક્કા સજડ બંધ*
આજરોજ જામનગર જિલ્લા કૉંગ્રેસ ના પ્રમુખશ્રી જીવણભાઈ કુંભરવાડીઆ ની આગેવાની માં તા. ૧૦ સપ્ટેમ્બર ના કૉંગ્રેસ દ્વારા મંદી, મોંઘવારી, બેરોજગારી અને ગુજરાત માં વધી રહેલા ડ્રગ્સ ના કાળા કારોબાર ના વિરુદ્ધ *ગુજરાત બંધ* માં સૌ ને સાથે જોડાવવા અપીલ કરી આ તકે તમામ વ્યાપરીઓ એ ખુબજ સારો પ્રતિસાદ આપ્યો અને વ્યાપાર ધંધો બંધ રાખી સૌ સાથે જોડાયા, જેમાં સરકાર દ્વારા સત્તા નો દુરુપયોગ કરી પોલીસ દ્વારા બધા ની અટકાયત કરવામાં આવી હતી
આ કાર્યક્રમ માં જામનગર વિધાનસભા ના પ્રભારી ચિરાગસિંગજી, ગુજરાત પ્રદેશ કિસાન કૉંગ્રેસ ના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, તાલુકા કૉંગ્રેસના પ્રમુખશ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા, હારુનભાઈ પલેજા, સિક્કા શહેર પ્રમુખ અસગરભાઈ સુમભાણીયા, જિલ્લા ઉપપ્રમુખ દાઉદભાઇ, જિલ્લા મહામંત્રી ચેતણભાઈ, માલધારી સેલ ના પ્રમુખ બાલુભાઈ લુણા, ગિરિરાજસિંહ, પ્રભાતભાઈ જાટીયા, અમિત સોનગ્રા, અસગરભાઈ દાઉદભાઈ, વાલજીભાઈ વ્યાસ, હરુણભાઈ મોડા, જૂનસભાઈ ખેડુ, અબુકરભાઈ, સલીમભાઈ ખેડુ, અકબરભાઈ, આમીનભાઈ પાલની તથા જિલ્લા કૉંગ્રેસ અને સિક્કા કૉંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો સાથે જોડાયા હતા.તેમ
જીવણભાઈ કુંભરવાડીઆ
પ્રમુખ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ એ જણાવ્યુ છે
@__________….________
bgb
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025