મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા" સૂત્રને સાર્થક કરવા આવતીકાલે જામનગરમાં 36 મો નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાશે
News Jamnagar September 19, 2022
“જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા” સૂત્રને સાર્થક કરવા આવતીકાલે જામનગરમાં 36 મો નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાશે
— 36 મા નેશનલ ગેમ્સ અવેરનેસમાં જામનગરના કોઈપણ વયજૂથના લોકો જે શારીરિક સશક્ત છે તે જોડાઈ શકે છે: કમિશનર શ્રી વિજય કુમાર ખરાડી
જામનગર તા. 19 (ભરત ભોગાયતા)
સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારશ્રી દ્વારા 36 માં નેશનલ અવેરનેસ ગેમ્સ નું આયોજન કરવામાં આવ્યું છે ,આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો અને વિદ્યાર્થીઓને રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવવાનો રહ્યો છે, જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ, નાયબ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી શ્રી ફાલ્ગુનીબેન પટેલની સુચના અનુસાર જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાથે મળીને સમગ્ર જામનગરમાં આવતીકાલે નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જામનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય કુમાર ખરાડી એ જણાવ્યું છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા 36 મી નેશનલ ગેમ્સ બાબતે “જીતેગા ઇન્ડિયા જુડેગા ઇન્ડિયા” રાજ્ય સરકારના સૂત્રને સાર્થક કરતા આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે ,તા. 20/9/ 2022 ના રોજ શહેરમાં નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પ યોજાશે. જેમાં યોગાસન ,કબડ્ડી, ખોખો , રસ્તા ખેંચ, ત્રિપગી દોડ, કોથળાદોડ , સહિતની ગેમ્સ માં જામનગર શહેરમાં વસવાટ કરતા કોઈપણ નાગરિક ભાગ લઈ શકશે આ નેશનલ ગેમ્સ અવેરનેસમાં કોઈપણ પ્રકારની વય મર્યાદા નિશ્ચિત કરવામાં આવી નથી, કોઈપણ વ્યક્તિ જે શારીરિક સશક્ત છે તે અહીં યોજાનાર રમતગમતમાં ભાગ લઈ શકશે તમામ વય જૂથના લોકો રમતગમતમાં ભાગ લઈ શકે અને યુવાનો બાળકો રમતગમતથી નજીક આવે તેવો સરકારશ્રી નો ઉદ્દેશ્ય છે નજીકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કોઈપણ શાળામાં સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ 44 જેટલી શાળાઓના 12,500 થી વધુ બાળકો અને વાલીઓ આ વિવિધ પ્રકારની રમતગમતમાં ભાગ લેશે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં આ પ્રકારના કાર્યક્રમનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, શિક્ષણ સમિતિના સભ્યોની પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે . આ તકે મનપાના કમિશનર શ્રી વિજયકુમાર ખરાડી દ્વારા જામનગરના રહેવાસીઓને વધુને વધુ લોકો રમતગમત સાથે જોડાય તે માટેની અપીલ કરવામાં આવી છે .તેમજ ડે.કમી. ઇ.ચા. ભાવેશ જાની ના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી થઇ છે
.
@_________________
BGB
8758659878
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024