મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સાંસદ પૂનમ માડમના અઘ્યક્ષ પદે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ
News Jamnagar September 26, 2022
સાંસદ પૂનમ માડમના અઘ્યક્ષ પદે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ
ધ્રોલમાં’રોજગાર નિમણૂક પત્રો તથા એપ્રેન્ટિસશિપ કરારપત્ર વિતરણ કાર્યક્રમ’ યોજાયો*
*કાર્યક્રમ અંતર્ગત ધ્રોલ તાલુકાના ૮૬૯ યુવાઓને રોજગાર નિમણૂંક પત્રો તથા એપ્રેન્ટિસશિપ કરારપત્રો અર્પણ કરવામાં આવ્યા*
*જામનગર, (ભરત ભોગાયતા) સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને માતુશ્રી હીરાબેન હરજીભાઇ ઘોડાસરા (દેપાળિયા) માધવ રંગમંચ હોલ, ધ્રોલ ખાતે જિલ્લા કક્ષાનો ‘રોજગાર નિમણૂંક પત્રો તથા એપ્રેન્ટિસશિપ કરારપત્ર વિતરણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં ૮૬૯ યુવાનોને રોજગાર નિમણૂંક પત્રો તેમજ એપ્રેન્ટિસશિપ કરાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ૧૫ જેટલા ઉમેદવારોને પ્રતીકાત્મક સ્વરૂપે સ્ટેજ પરથી મહાનુભાવો દ્વારા રોજગાર પત્રો અને એપ્રેન્ટિસ પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું રોજગાર અધિકારીશ્રી બી.ડી.જોબનપુત્રાએ સ્વાગત પ્રવચન કરી અભિવાદન કર્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ ધ્રોલ આઇ.ટી.આઇ.ના આચાર્યશ્રી વી.એસ.ગોહેલે કરી હતી.
આ પ્રસંગે જામનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી લખધીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ગીતાબા જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી જયંતિભાઈ કગથરા, તાલુકા પંચાયત સભ્યશ્રી વિજયભાઈ કાસુન્દ્રા, પૂર્વ ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, આગેવાન સર્વશ્રી રમેશભાઈ મુંગરા, શ્રી નવલભાઈ મુંગરા, શ્રી ભરતભાઈ દલસાણીયા, શ્રી પોલુભા જાડેજા, પ્રાંત અધિકારીશ્રી સાકરિયાભાઈ, જી.એમ.કન્યા વિદ્યાલયના આચાર્યાશ્રી વિજયાબેન બોડા, નોકરીદાતાઓ, રોજગાર કચેરી, આઈ.ટી.આઈ. લાલપુર, કાલાવડનો સ્ટાફ તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*00000000*
માહિતી સ્રોત— વિરેન્દ્રસિંહ પરમાર -જીલ્લા માહિતી કચેરી
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024