મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વિજમીટરથી સ્માર્ટ ચોરીના રેકેટનો પર્દાફાશ કરતા GUVNL પો. સ્ટે. જામનગરના i/c P.I. અને પોલીસમેન-રાઇટર
News Jamnagar October 05, 2022
“વિજમીટરથી સ્માર્ટ ચોરીના રેકેટનો પર્દાફાશ કરતા GUVNL પો. સ્ટે.
જામનગરના P.S.I. અને પોલીસમેન-રાઇટર
ગુનાનો આ કીમીયો ભેદવા geb police ના બંને કર્મયોગીઓએ રાતવદિવાસ એક કરી અંતે અંત લઇ આવ્યા—ચાર્જશીટ થયુ
વધુ એક વખત પુરવાર થયુ કે અમુક સબડીવીઝન કરતા ફોર્સ વધુ અસરકારક તપાસ કરી શકે છે—ગુનેગારોને સબક શીખવાડે છે–સરકારની તિજોરીને થતા નુકસાન અટકાવે છે
જામનગર ( ભરત ભોગાયતા)
વિજમીટરથી સ્માર્ટ ચોરીના રેકેટનો GUVNL પો. સ્ટે.જામનગરના P.S.I. અને પોલીસમેન-રાઇટર એ તપાસ કરી ઘણી બાબતોનો પર્દાફાશ કર્યો છે કેમકે ગુનાનો આ કીમીયો ભેદવા geb police ના બંને કર્મયોગીઓએ રાત દિવાસ એક કરી અંતે અંત લઇ આવ્યા છે તેમજ કોર્ટમાં ચાર્જશીટ પણ કર્યુ છે જેથી વધુ એક વખત પુરવાર થયુ કે અમુક સબડીવીઝન કરતા ફોર્સ વધુ અસરકારક તપાસ કરી શકે છે—ગુનેગારોને સબક શીખવાડે છે–સરકારની તિજોરીને થતા નુકસાન અટકાવે છે જે પ્રસંશનીય છે પીઆઇ અપારનાથીના સઘન માર્ગદર્શન હેઠળ તેમજ પતાના વરસોના અનુભવના આધારે રાઇટર રણજીતસિંઘ લુબાના એ સમગ્ર સનસનીખેજ કેસોની કડીઓ મેળવી સરાહનીય કામગીરી ગુજરાત વિજવિભાગ તેમજ કોર્પોરેટ ઓફીસના હિતમા કરી છે જે માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મધુબેન તરફથી તેમને નૈતિકબળ અને ગાઇડલાઇન મળ્યા છે
ઉલ્લેખનીય છે કે લંગરથી માંડી જુદી જિદી રીતે વિજચોરીના કેસો ઝડપાયા છે જે કેસોમા લુબાનાની તપાસ માટેની જહેમત વિજવિભાગના હિતમા નોંધપાત્ર રહી છે પીઆઇ વારીયા મેડમનુ પણ દરેક સ્ટાફને સઘન માર્ગદર્શન મળે છે
@બંને આરોપીઓ ની તસવીરો@
કેમકે જામનગર અને દ્વારકા જિલ્લાઓમા નતનવા પ્રકારની વિજચોરી થાય છે જે અમુક કેસો સામે આવતા જહોય છે ત્યારે તેની તલસ્પર્શી ઇન્વેસ્ટીગેશન ની આગવી સુઝ ધરાવતા પોલીસમેન રણજીતસિંઘ એ અનેક કેસોની આટીઘુટીઓ સુલઝાવી છે અને સફળ કર્મવીર તરીકે ઉભરી આવ્યા હોવાનુ વિજવિભાગના સુત્રો માથી જાણવા મળ્યુ છે તો વળી ઇ.ચા. પીઆઇ એમ.કે.અપારનાથી એ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તપાસો ઉપર તેઓ પણ ખુબ ધ્યાન આપી રહ્યા છે
સમગ્ર કેસની વિગત જોઇએ તો
જામનગર જી યુ વી એન એલ પોલીસ સ્ટેશન ને વીજ ચોરી નાં “રજિસ્ટન્સ સર્કિટ” સ્માર્ટ વીજ ચોરી નાં કેસો માં સ્માર્ટ ચોરી કરાવનાર અને મળતીયાઓ વિરૂદ્ધ સફળતા મળી છે
જામનગર માં છેલ્લા થોડા સમય થી વીજ ચોરી નાં કેસો માં સ્માર્ટ વીજ ચોરી રજિસ્ટન્સ સર્કિટ ડિજિટલ વીજ મીટર માં બેસાડી મીટર માં બિલ નહિવત આવે તે રીતે વીજ યુનિટ નાં ચડે અને પાવર વપરાશ વધુ લોડ વાપરતા વીજ ગ્રાહકો ને ચોક્કસ ગેંગ દ્વારા આ પ્રકાર ની વીજ ચોરી કરવવા માટે કોઈ સ્માર્ટ કારીગર અને જાણકાર કામ કરનાર હોય તેમ વીજ મીટર માં ચોરી કરાવેલ હોય જેથી લાલપુર સબ ડિવિઝન હેઠળ વિસ્તાર લાલપુર માં કુલ ૧૧ કેસ સેકશન ૧૩૫ electric City act મુજબ તારીખ ૧૭-૧૮/૬/૨૦૨૨ નાં રોજ વીજ કચેરી લાલપુર દ્વારા ફરિયાદ નોંધાવેલ હોય તેમાં વીજ મીટર પેટી નાં સીલ ટેમ્પર્ડ કરી ને વીજ મીટર પાછળ ચોરસ કટ કરી ને ફરી રિફિટ બહુજ બારીકાઇ થી કરેલ હોય જે ચેકીંગ દરમિયાન અને લેબ પરીક્ષણ કરતા મીટર ની આંતરિક રચના માં અંદર આવેલ વીજ વપરાશ નોંધતા વાયર માં કટ કરી તેમાં રજિસ્ટન્સ બેસાડી ને સાચો વીજ વપરાશ નાં નોંધાય તે રીતે જોડાણ કરી અવરોધ ઉભો કરી વીજ ચોરી કરેલ ની ફરિયાદ જુદા જુદા વીજ ગ્રાહક તેવા ૧૧ કેસ તમામ નાં મળી કુલ રૂપિયા ૨૮ લાખ સુધી ની ફરિયાદ વીજ ગ્રાહકો વિરૂદ્ધ આપેલ હતી .
.આ કામે ની ૧૧ તપાસો માં GUVNL પોલીસ સ્ટેશન નાં પો સબ ઈન્સ એમ કે અપારનાથી ( PSI ) અને PC શ્રી આર કે લુબાના રાઈટર નાઓ એ ચલાવતા તેમાં વીજ ગ્રાહક અને તેમના પુત્ર અને મિડીયેટર જયેશ વલ્લભ રાબડીયા રહે લાલપુર તથા લાલપુર સબ ડિવઝન માં અગાઉ ફરજ બજાવતા આસિફ ઓસમાણ રાઉમાં હાલે આમરણ સબ ડિવિઝન ફરજ વાળા અને તેના દ્વારા મોકલવા મા આવતો કારીગર સાલેબીન ઉર્ફે રોજા અમરબિન સલા નાઓ ની સદર ગુન્હાઓ માં આજ રોજ ચાર્જ શીટ કરી ને નામદાર લાલપુર કોર્ટ માં રજૂ જી યુ વી એન એલ પો સ્ટે જામનગર દ્વારા કરેલ છે
જેમાં વીજ ગ્રાહક અને તેમને વીજ ચોરી કરવા માં મદદ કરનાર ગુન્હા માં શામેલ હોય તેવા ૧૧ કેસ માં . જે તમામ ગુન્હા માં જયેશ વલ્લબ રાબડીયા મિડીયેટર તરીકે વીજગ્રાહક લાલપુર માં ગોતી ને આસિફ ઓસમાણ રાઉમાં પી જી વી સી એલ લાલપુર વાળા પાસે થી કારીગર સાલેબીન ઉર્ફે રોજા ભાઈ અમરબિંન સલા જામનગર લંઘા વાળ વાળા ને બોલાવી આપતો અને જેવા વીજ ગ્રાહક નાં ઘર નો વીજ લોડ તેવા રૂપિયા મેળવી મીટર માં કામગીરી કરાવતા હતા અને પોતાનો અંગત લાભ મેળવી વીજ ચોરી કરાવતા હતા . જે તપાસ દરમિયાન જી યું વી એન એલ પોલીસ નાં PSI એમ કે અપારનાથી અને P C આર કે લુબાના નાઓ એ રાજકોટ નાં પો અધિ શ્રી ની સૂચના થી સઘન પૂછ પરછ અને તપાસ કરી આ કામે વીજ ગ્રાહક આરોપી અને તેમને મદદ કરનાર તેમના સહ મદદગાર અને મિડીયેટર જયેશ વલ્લભ રાબદિયા – આસિફ ઓસમાણ રાઉમા ( PGVCL મીટર રીડર ) અને સ્માર્ટ વર્ક થી વીજ ચોરી કામગીરી કરી આપનાર રોજા ભાઈ ઉર્ફે સાલેબિન અમરબિંન સલા નાઓ ની મદદગારી કરવા અને વીજ ચોરી મીટર ટેમ્પર્ડ કરી બાહિય ડીવાઇસ બેસાડવા માટે ” ધ ઇન્ડિયન electric City act section ૧૩૫ ઉપરાંત ૧૩૮ અને ૧૫૦ નો ઉમેરો કરાવી ચાર્જ શીટ કરેલ છે .
આ કામે આરોપી રોજા પાસે થી વીજ ચોરી કરવવા માટે વપરાશ માં લીધેલ ઇલેક્ટ્રિઝમ સંસાધનો ગુન્હા નાં કામે કબ્જે કરેલ છે
>>>>>>>>>>>>>>>>>>
૧૧ કેસમા ઝડપાયા ૬૦ આરોપી—જામનગર સર્કલ અધીક્ષક ઇજનેરનો નોંધપાત્ર સહયોગ
આ પ્રકારના જુદા જુદા ગુનાઓમા ૧૧ કેસમાં ૬૦ આરોપીઓ ઝડપાયા છે તેમજ સમગ્ર કામગીરી અસરકારક થાય તે માટે જામનગર વીજ સર્કલના અધીક્ષક ઇજનેર શ્રી પારેખનો નોંધપાત્ર સહયોગ મળ્યો છે
બીજી તરફ એકમહત્વનો મુદો જોઇએ તો
વીજ ગ્રાહક તો એક કેસ પૂરતા વીજ ચોર છે પરંતુ મદદગારી કરાવનાર અને મિડીયેટર અને કારીગર દરેક કેસ માં છે . માટે તેમને તો દરેક કેસ માં મુદ્દત એ જવા નું રહે કોર્ટ માં જે મહત્વનુ છે
@___________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024