મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સજુબા ગર્લ્સ હાઇસ્કુલમા યોજાઇ "રૂમઝુમ"નવરાત્રી
News Jamnagar October 07, 2022
સજુબા ગર્લ્સ હાઇસ્કુલમા યોજાઇ “રૂમઝુમ”નવરાત્રી
એકદિવસીય આયોજનમા શક્તિની વિધ વિધ પ્રકારે ભક્તિ કરવા જોડાઇ હાઇસ્કુલ ની ૭૦૦ વિદ્યાર્થીનીઓ
સંસ્કૃતિ અને પરંપરા જતન માટેનુ ભાવસભર આયોજન દીપી ઉઠ્યુ
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરની નવ દાયકા જેટલી પુરાતન શાળામા વિશ્ર્વના સૌથી લાંબા હેરીટેજ ફેસ્ટીવલ એટલે કે ભારતના શારદીય નવરાત્રીના ગરબાનો ઉત્સવ યોજાયો હતો ખાસકરીને દીકરીઓ બહેનો.માતાઓ ની વિશેષ સમર્પિતતાનો આ ઉત્સવ હોઇ કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ માટે આ એક દિવસીય ઉજવણી યાદગાર બની હોવાનીખુશી ચહેરાઓ ઉપર વંચાતી હતી
તન અને મન ને સ્સચથ રાખવા માટે અને દૈવી શક્તિના પ્રાગટ્ય માટે મા નવદુર્ગાની આરાધનાનુ આ પર્વ-નવરાત્રી એ આપણા તહેવારોમા વધુ લોકપ્રિય છે તેમજ જ્યારે શૈક્ષણીક સંસ્થા તે પણ કન્યા શાળા મા આ ઉત્સવ ભાવપુર્વક ઉજવાય તે ખરા અર્થમા શિક્ષણને નવો ધબકાર આપે તેમ પણ વિશ્ર્લેષકો કહે છે
આચાર્યા બીનાબેન દવે ના જણાવ્યા મુજબ મા શ્રી સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ જામનગર “રૂમઝૂમ નવરાત્રી મહોત્સવ” યોજાયો હતો ગત તા.૦૧/૧૦/૨૦૨૨ ને છઠ્ઠા નોરતે શનિવાર ના રોજ આ “રૂમઝૂમ નવરાત્રી મહોત્સવ” યોજાયો હતો. જેમાં શાળાની ૭૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓ માટે યોજાયેલ આ “રૂમઝૂમ નવરાત્રી મહોત્સવ” મહોત્સવમાં વિવિધ વિભાગમાં સ્પર્ધાઓ પણ રાખવામાં આવી હતી. જેમાં તાલીરાસ, પંચિયા રાસ, ફ્રી સ્ટાઇલ અને વેલડ્રેસ જેવા વિભાગોમાં માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ એમ વિભાગ વાઈઝ શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રથમ ક્રમ અને રનર્સ અપ તેમજ સમગ્ર સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર પ્રિન્સેસ એમ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
વિજેતા વિદ્યાર્થીનીઓને શાળા તરફથી પ્રોત્સાહન ઇનામ સ્વરૂપે નાકમાં પહેરવાની સોનાની ચૂક(દાણો) આપવામાં આવેલ હતા. સમગ્ર કાર્યક્રમમાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર જોડાઈ અને રાસ – ગરબાનો આનંદ લીધો હતો અને શાળાના સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ડી.જે.ના તાલે એકસાથે ગરબે ઘૂમ્યા હતા. તેમ પણ આ તકે વિગત આપતા સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ
જામનગર ના આચાર્યાએ ઉમેર્યુ હતુ
ઊલ્લેખનીય છે કે શક્તિ આરાધના માટે જ્યારે નવદુર્ગા સમાન બાળાઓ ગરબે ઘૂમતી હોય છે તેમને ભેંટ લ્હાણી વિતરણ એ નારી શક્તિનુ સન્માન છે તેવા પ્રેરક બળ સાથે આ તકે નારીશક્તિ સ્વરૂપા બાળાઓનુ ભાવસભર સન્માન સજુબા હાઇસ્કુલ દ્વારા કરવામા આવ્યુ હતુ.આ રીતે લ્હાણી વિતરણ ખરા અર્થમા પ્રસાદ સમાન વિતરણ બની રહ્યુ હતુ અને વિદ્યાર્થીનીઓ એ સમગ્ર આયોજન ને દીપાવ્યુ હતુ તેમજ સમગ્ર શિક્ષક ગણ સ્ટાફ સૌ ભાવપુર્વક જોડાયા હતા અને આ ઉત્સવ યજ્ઞ ને સફળ બનાવ્યો હતો સાથે સુદ્રઢ આયોજન થી સમગ્ર સંસ્કૃતિ ઉજાગરનો આ પ્રકલ્પ દીપી ઉઠ્યાના પ્રતિભાવો સાંપડ્યા છે
@_________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025