મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હકુભા આવવાના છે.....વોર્ડ નંબર ૨ ++-બે ......બે દિવસ સુધી ગુંજતો રહ્યો--આ છે લોકપ્રિયતાનુ પ્રમાણ-લોકોમા રહ્યો થનગનાટ
News Jamnagar October 17, 2022
હકુભા આવવાના છે…..વોર્ડ નંબર ૨ ++-બે ……બે દિવસ સુધી ગુંજતો રહ્યો–આ છે લોકપ્રિયતાનુ પ્રમાણ-લોકોમા રહ્યો થનગનાટ
૭૧ લાખથી વધુ રકમના વિકાસ કાર્યોના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહની ગ્રાન્ટમાથી થશે તેના થયા ખાતમુહુર્ત
સ્થાનીક લોકો કોર્પોરેટરો આગેવાનો સંગઠન ના હોદેદારો રહ્યા ઉપસ્થિત
જામનગર ( ભરત ભોગાયતા)
હકુભા આવવાના છે….હકુભા આવશે…..તે શબ્દો સંવાદો અને પ્રચાર વોર્ડ નંબર ૨ બે દિવસ સુધી એટલે કે તેઓ આવવાના હતા તે અગાઉના દિવસથી આ આનંદ ગુંજતો રહ્યો હતો–આ છે તેમની લોકપ્રિયતાનુ પ્રમાણ સાથે સાથે મહિલા કોર્પોરેટર અને આગેવાન સહિત ભાઇઓ જે પ્રતિનિધી છે તે સૌ પણ આ વિસ્તારના અમુક લોકોની લોકલાગણી ને ધ્યાને લઇ ખાસ આવ્યા હતા અને રૂપીયા
૭૧ લાખથી વધુ રકમના વિકાસ કાર્યોના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહની ગ્રાન્ટમાથી થશે તેના ખાતમુહુર્ત થયા હતા તે પ્રસંગે સ્થાનીક લોકો સાથે કોર્પોરેટરો આગેવાનો સંગઠન ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોમા આ વખતે થનગનાટ હતો અને રાજકીય થી માંડી બિનરાજકીય સૌ ના ગેટ ટુ ગેધર જેવો કાર્યક્રમ બની રહ્યો હતો
આ અંગે વધુ વિગતો જોઇએ તો
જામનગર ૭૮ વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)ની ગ્રાન્ટ માંથી વોર્ડ નં. ૨માં રૂા. ૭૧,૮૮,૦૦૦/- થી વધુ રકમના વિકાસના કામોના ખાતમહર્ત સ્થાનીક લોકોની હાજરીમાં કરવામાં આવેલ હતા. આ વિકાસના કામોથી વોર્ડ નં. રના વિકાસથી વંચિત રહેલા લોકોને સી.સી. રોડ સહીતના વિકાસના કામોની સુવિધાઓ પ્રાપ્ત થશે.
પહેલા અને બિજા તબક્કાના ખાતમુહુર્ત કર્યા બાદ જુદા—જુદા વિસ્તારના રહેવાસીઓ દ્વારા કરવામાં આવેલી રજુઆતોને ધ્યાને લઈ ધારાસભ્યની ગ્રાન્ટ માંથી જુદા—જુદા વિસ્તારમાં સી.સી. રોડ અને સી.સી. બ્લોકના રૂા. ૭૧,૮૮,૭૭૨/- ના વિકાસના કામોનું ખાતમહુર્ત કરતા ધારાસભ્ય હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૨ ના આ ખાતમુહુર્ત પછી વિકાસને નવી દિશા મળશે અને શેરીગલ્લીઓમાં બનેલા નવા રસ્તાઓથી જામનગર શહેરના રાજમાર્ગો જેવા રોડની સુવિધા મળશે અને સરકારનો ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ” સુત્ર ઘર-ઘર સુધિ પહોચાડવાએ મારો ઉદ્શ રહયો છે.તેમ આ તકે ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા) એ ઉમેર્યુ હતુ
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૨માં ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ધરારનગર- ૧, દાતારી ચોક, મેલડી માતાના મંદિર પાસે – મચ્છુનગર, જાગૃતિ મંડળ કોમ્યુનિટી હોલ પાસેનો કોમન પ્લોટ પાસે તથા જયંત કોલોનીમાં – માજોઠીમાં ધરારનગર ૨, પલીયા પાસે, અબ્બાસભાઈના ઘરવાળી શેરીમાં – રામેશ્વરનગર, શિવ ટેનામેન્ટ, બ્લોક નં. ૧ થી ૧૬ માં મારૂતીનગરમાં મેઈન રોડ તથા આંતરીક શેરીઓમાં રાંદલનગર મેઈન રોડ થી સ્કુલની બાજુમાં – રામેશ્વરનગર શેરી નં. ૧, બકાલાવાળી શેરીમાં – નંદનપાર્ક, જલારામનગર પાસે, મીનાબેન પાબારીના ઘરવાળી શેરીમાં રોડની બંને બાજુ – ગાયત્રીનગર મેઈન રોડ તથા શેરી નં. ૨માં રોડની બંને બાજુ – નંદન પાર્ક ૧, શેરી નં. ૧, પ્રહલાદભાઈ ગૌસ્વામીના ઘરવાળી શેરીમાં – ગાંધીનગર, ગાયત્રી મંદિર, અરવિંદભાઈ પુરોહિતના ઘરથી મેઈન રોડ, હરી પાન સુધી સી.સી. રોડ અને સી.સી. બ્લોકના કામોનું ખાતમહુર્ત તેમજ મામાઈ નગર, મહેશ્વરી સ્મશાનની કંપાઉન્ડ વોલના કામનું પણ ખાતમહુર્ત કરવામાં આવેલ હતું.
આ ખાતમુહર્ત પ્રસંગે સ્થાનીક રહેવાસીઓ દ્વારા ધારાસભ્ય સહીત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી આભારની લાગણી વ્યકત કરી હતી અને આ વિકાસના કામો થવાથી આ વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો થશે. આ ખાતમુહુર્ત સ્થાનિક લોકોને સાથે રાખી કરવામાં આવેલ હતું. આ પ્રસંગે વોર્ડ નં. ૨ ના કોર્પોરેટરશ્રીઓ જયેન્દ્રસિંહ ઝાલા(હકાભાઈ), જયરાજસિંહ જાડેજા, કૃપાબેન ભારાઈ અને ડિમ્પલબેન રાવલ, નગર પ્રાથમીક શિક્ષણ સમિતીના ઉપાધ્યક્ષશ્રી પ્રજ્ઞાબા સોઢા, પૂર્વ કોર્પોરેટરશ્રી આલાભાઈ રબારી, ઉદ્યોગપતિશ્રી સરદારસિંહ જાડેજા, વોર્ડ પ્રમુખશ્રી પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, શહેર ભાજપ મહામંત્રીશ્રી ભાવીષાબેન ધોળકિયા, અજીતસિંહ જાડેજા, સી.એન. જાડેજા, તેમજ આ વિસ્તારના શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ, વેપારીઓ તેમજ જુદા-જુદા સમાજના હોદેદારો અને આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા ની છેવાડા માનવી સુધી સુવિધા પહોંચાડવાની નેમ ની ખુબ જ પ્રસંશા થઇ રહી છે તેમજ તેમના કામો બોલે છે તેમ પણ સમીક્ષકો કહે છે
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024