મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મતનુ રાજકારણ નહી પરંતુ જનસેવાની રાજનિતી નો હકુભાના અભિગમની ઠેર ઠેર પ્રસંશા
News Jamnagar October 18, 2022
મતનુ રાજકારણ નહી પરંતુ જનસેવાની રાજનિતી નો હકુભાના અભિગમની ઠેર ઠેર પ્રસંશા
વડાપ્રધાન મોદી ગૃહમંત્રી અમીત શાહ રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સહિત નેતાઓ માથી પ્રેરણા લઇ સતત લોકોની વચ્ચે રહુ છુ જેથી જનજન સુધી પહોચવાનો સંતોષ મળે છે તેમ જણાવતા MLA અને પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા( હકુભા)
લોક દરબાર દ્વારા અવિરત યુવાનો વડીલો ભાઇઓ બહેનૌ બાળકો સહિત સૌ ને સાંભળીજરૂરી સુવિધાઓ માટે સતત સક્રિય રહેવાના કારણે જ હકુભાની લોકપ્રિયતા અડીખમ
લોકશાહી મા રાજાશાહીના શ્રેષ્ઠ મુલ્યોનો માહોલ હોવાનુ જણાવતા નાગરીકો
સરળતા અને દરેક સમયે પ્રતિસાદ તેમજ સમશ્યાઓ જરૂરીયાતની મહત્વને જાણવાની બારીકાઇથી સમજ હોઇ યુવા વયમા ઉભરી આવેલા આ લોકપ્રિય નેતા હકુભા ના થતા ઠેર ઠેર સન્માન
જામનગર ( ભરત ભોગાયતા)
મતનુ રાજકારણ નહી પરંતુ જનસેવાની રાજનિતી નો હકુભાનો અભિગમ રહ્યો છે તેને લોકોબિરદાવતા હોય છે આ તકે ખાસ વાત એ છે કે વૈશ્ર્વીક નેતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમીત શાહ રાષ્ટ્રીય પ્રમુખ જે પી.બનડ્ડા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત નેતાઓ માથી પ્રેરણા લઇ સતત લોકોની વચ્ચે રહુ છુ જેથી જનજન સુધી પહોચવાનો સંતોષ મળે છે તેમ MLA અને પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા( હકુભા) એ જણાવ્યુ હતુ
તો બીજી તરફલોક દરબાર દ્વારા અવિરત યુવાનો વડીલો ભાઇઓ બહેનૌ બાળકો સહિત સૌ ને સાંભળીજરૂરી સુવિધાઓ માટે સતત સક્રિય રહેવાના કારણે જ હકુભાની લોકપ્રિયતા અડીખમ રહ્યાનો અભિપ્રાય જાણવા મળ્યો છે તથાલોકશાહી મા રાજાશાહીના શ્રેષ્ઠ મુલ્યોનો માહોલ આવા લોકદરબારમા હોવાનુ નાગરીકો જણાવતા હોય છે વળી સરળતા અને દરેક સમયે પ્રતિસાદ તેમજ સમશ્યાઓ જરૂરીયાતની મહત્વને જાણવાની બારીકાઇથી સમજ હોઇ યુવા વયમા ઉભરી આવેલા આ લોકપ્રિય નેતા હકુભા ના ઠેર ઠેર સન્માન થાય છે
આ અંગેની એક અખબારી યાદી મુજબ જોઇએ તોરાજાશાહીના યુગમાં લોકોના પ્રશ્નોને સાભળવા રાજાઓ દ્વારા તેમના રાજભવનમાં રાજ દરબાર યોજતા હતા. આ વર્ષોની રાજ પધ્ધતીને વર્તમાન સમાયમાં એટલે કે લોકશાહીમાં નાગરીકોના સુખદુઃખ અને વિકાસના કામોને સમજવા અને ઉકેલ લાવવા જામનગર ૭૮ ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) દ્વારા લોક દરબાર યોજવામાં આવે છે અને જેમાં ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોનો હિસાબ નાગરીકોને જાહેરમાં આપીને નવો રાજમાર્ગ બતાવી રહયા છે.
જામનગર ૭૮ ના વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નં. ૮ અને વોર્ડ નં. ૧૫ નો લોક દરબાર ગોકલનગર વિસ્તારમાં સુર્યદિપ સ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો. ધારાસભ્યના લોક દરબારમાં આ શહેર ભાજપના મહામંત્રીશ્રી મેરામણભાઈ ભાટએ ધારાસભ્યની આ રાજકીય કાર્ય પધ્ધતીને અભિનંદન આપ્યા હતા અને તેઓ દ્વારા ધારાસભ્ય તરીકે છેલ્લા એક વર્ષ દરમ્યાન જે વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવેલી છે અને કરેલા કામોની માહિતી જાહેર જનતા સમક્ષ મુકીને અનેરી રીત અપનાવી છે. આ લોક દરબારમાં બ્રહ્મસમાજના આગેવાન વલ્લભ અદાએ તેમની આગવી શૈલીમાં હકભા જાડેજાને ફરી પાછા ધારાસભ્ય બનવાના આર્શીવચન પાઠવીયા હતા. તો વિશ્વકર્મા સમાજના પ્રમુખશ્રી દિલીપમામાએ ધારાસભ્યની કાર્ય પધ્ધતી અને લોકોના સતત કામ માટે જાગૃત રહેવાની પધ્ધતીને બિરદાવીને આગામી ચૂંટણીમાં ફરી પાછા હકુભાને જ ધારાસભ્ય બનાવવા લોકોને અપીલ કરી હતી.
જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેનશ્રી અને વોર્ડ નં. ૮ ના કોર્પોરેટરશ્રી દિવ્યેશભાઈ અકબરીએ આ વિસ્તારમાં વિકાસના કામો માટે ધારાસભ્ય દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટને લઈને વિકાસને વેગ આપવા બદલ અભિનંદન આપ્યા હતા. વોર્ડ નં. ૧૫ ના કોર્પોરેટરશ્રીમતી હર્ષાબા પી. જાડેજાએ જણાવ્યું હતું કે આ વિસ્તારના રહેવાસીઓની મુળભુત સમસ્યાઓના ઉકેલ માટે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)એ વધુમાં વધુ ગ્રાન્ટ ફાળવવા બદલ અભિનંદન આપ્યા હતા અને આ વિસ્તારના રહેવાસીઓ તરફથી આભારની લાગણી પણ વ્યકત કરી હતી. મહિલાઓના પીવાના પાણીના તેમજ રસ્તાના અને ભુગર્ભ ગટરની સુવિધાઓ ધારાસભ્યની ગ્રાન્ટ થકી જ મળી છે.
પૂર્વ ધારાસભ્યશ્રી લાલજીભાઈ સોલંકીએ તેમની આગવી શૈલીમાં ધારાસભ્ય તરીકેની લોકોની જનસેવા કરવાની કાર્યશૈલીને બિરદાવી હતી. આ લોક દરબારમાં યોજીને તેમાં ચુંટણી સીવાયના સમયમાં લોકોની વચ્ચે જવાનું અને તેમની સમસ્યાનો ઉકેલ લાવવાની રાજકીય કુનેહ હકુભા જાડેજામાં જોવા મળે છે. આ પ્રકારના જનપ્રતિનીધીત્વ આપણને મળ્યા છે તે પણ એક આનંદની વાત ગણાવી શકાય છે.
આ લોક દરબારમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)એ જણાવ્યું હતું કે દ૨વર્ષની માફક આ વર્ષે પણ લોક દરબારનું આયોજન કરીને તેમાં લોકો સાથે સીધો સંવાદ યોજીને હું લોકોના આર્શીવાદ મેળવી રહયો છું. તેઓએ વોર્ડ નં. ૮ માં રૂા. ૧,૫૮,૧૯,૨૦૦/ અને વોર્ડ નં. ૧૫ માં રૂા. ૧,૬૮,૫૭,૬૦૦/- વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવણી કરી છે, જેનાથી વિકાસથી વંચિત રહેલા આ વિસ્તારમાં રોડ–રસ્તા, પીવાનું પાણી, ભુગર્ભ ગટર સહીતની સુવિધાઓ પ્રાપ્ત થશે.
આ લોક દરબારના કોર્પોરેટરશ્રી દિવ્યેશભાઈ અકબરી, જામનગર મહાનગરપાલિકાના
દંડક અને વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર શ્રી કેતનભાઈ ગોસરાણીયા, કોર્પોરેટરશ્રીઓ સોનલબેન
કણજારીયા, તૃપ્તીબેન ખેતીયા તેમજ વોર્ડ નં. ૧૫ ના કોર્પોરેટરશ્રીઓ હર્ષાબા પી. જાડેજા,
સોભનાબેન પઠાણ, જેન્તીલાલ ગોહિલ અને વોર્ડ નં. ૮ ના પ્રમુખશ્રી દિલેષભાઈ જાની, વોર્ડ નં. ૧૫ ના પ્રમુખશ્રી જેન્તીભાઈ ઢોલરીયા, વસંતભાઈ કણજારીયા, પૂર્વ કોર્પોરેટરશ્રી યોગેશભાઈ કણજારીયા, જનકભાઈ પ્રોહિત, રસીકભાઈ પઠાપ, જનકભાઈ ગઢવી, સુનિલભાઈ ખેતીયા, જીતુભા જાડેજા, અશ્વિનભાઈ તાળા, ગોપાલભાઈ પટેલ, કરશનભાઈ ડેર, વિજયસિંહ રાઠોડ, સંજયભાઈ પટેલ, શક્તિસિંહ જાડેજા, શંકરભાઈ ખિમસુરીયા, દેવદાનભાઈ ગઢવી, અનસુયાબેન વાઘેલા, દિલીપસિંહ જેઠવા, ધરતીબેન ઉમરાણીયા, પૂર્ણાંબા રાઠોડ, મધુબેન અને પ્રવિણભાઈ સતવારા સહીત આ વિસ્તારના જુદા-જુદા સમાજના આગેવાનો અને ભાજપ સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ સહીત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહયા હતા.
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024