મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ મા 34.11 કરોડના ખાતમુહૂર્ત - લોકાર્પણ કરાયા
News Jamnagar October 22, 2022
જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ મા 34.11 કરોડના ખાતમુહૂર્ત – લોકાર્પણ કરાયા
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરના જિલ્લા વહીવટીતંત્ર અને જામનગર મહાનગરપાલિકા દ્વારા ૨૦ વર્ષની સિદ્ધિઓ દર્શાવતો સરકારનો વિશ્વાસથી વિકાસ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના તેમજ જામનગર મહાનગરપાલિકાના 20 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોની ઉજવણી જન- જન સુધી પહોંચે તે માટે એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.
જામનગર જિલ્લામાં રૂપિયા 1.31 કરોડના ખર્ચે 54 જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા, રૂ.0.79 કરોડના 33 વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તથા શિક્ષણ વિભાગ જામનગર દ્વારા જિલ્લાની 6 પ્રાથમિક શાળામાં 1.18 કરોડના ખર્ચે નવા 13 વર્ગખંડોનું એ લોકાર્પણ ઇ-લોકાર્પણ જામનગર હસ્તકના પંચાયત વિભાગના સાત રસ્તા નો રૂપિયા 13.40 કરોડના ખર્ચે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા દ્વારા 20 વર્ષની સિદ્ધિઓ દર્શાવતા કાર્યક્રમમાં મેયર શ્રી બીનાબેન કોઠારીયા જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર હેઠળ સરકાર શ્રી દ્વારા હરહંમેશ જનતાને સુખાકારી માટે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે, આજથી ૨૦ વર્ષ પહેલાં ની સ્થિતિ જોઈએ તો પીવાના શુદ્ધ પાણી માટે પણ આપણે વલખા મારતા હતા આજે સમગ્ર જામનગરમાં છેવાડાના વિસ્તારોમાં પણ પીવાનું શુદ્ધ પાણી પહોંચે છે આ અગાઉ પાકા રસ્તા કે અન્ય સુખાકારી માટે કોઈ જાતની સુવિધાઓ નહોતી આજે સરકારશ્રી દ્વારા વિકાસ યાત્રા અંતર્ગત ઠેર ઠેર સી.સી. રોડ અને પાકા રસ્તાઓ નું નિર્માણ થયું છે. સરકારી શિક્ષણ નું સ્તર પણ સુધર્યું છે તો સરકારી શાળાની પાકી ઇમારતો સૌચાલય સહિતની સુવિધા સરકાર શ્રી દ્વારા પૂરી પાડવામાં આવી છે. આજની આ વિકાસ યાત્રા અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા 10 પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, તેમજ જુદા જુદા ત્રણ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાની DAY-NULM ની સો ટકા ગ્રાન્ટ માંથી અમૃત યોજના અંતર્ગત જુદા જુદા 3 પ્રકલ્પોનું રૂપિયા 2.17 કરોડના ખર્ચે ઈ – લોકાર્પણ તેમજ આરોગ્ય વિભાગની ગ્રાન્ટ 15માં નાણાપંચની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ 10 પ્રકલ્પોનું રૂપિયા 31.94 કરોડના ખર્ચે ઈ -ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારા, મેયર શ્રી બીનાબેન કોઠારી, કલેક્ટર શ્રી ડો. સૌરભ પારધી, નાયબ કમિ. શ્રી ભાવેશભાઈ જાની, આસિ.કમિશનર શ્રી કોમલબેન પટેલ, JMCના ઈ.ડી.પી. મેનેજર શ્રી મુકેશભાઈ વરણવા, સ્લમ અને હાઉસિંગ શાખાના નાયબ ઈજનેર શ્રી અશોકભાઈ જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી ચૌધરી સાહેબ સહિત વહીવટી વિભાગ અને જામનગર મહાનગરપાલિકાના પદ અધિકારીઓ અધિકારીઓ બોહડા પ્રમાણમાં જામનગર ના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ સમગ્ર વિગત આપતા કોર્પોરેશન ના મીડીયા ઇન્ચાર્જ અમૃતા ગોરેચા એ જણાવ્યુ છે
@________>>>>>>>>_____>>>
BGB
8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024