મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર કલેકટર કચેરી ખાતે વલ્લભભાઈ પટેલ જયંતીની ઉજવણી --“રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવાયા--સોમવારે રન ફોર યુનિટી
News Jamnagar October 30, 2022
જામનગર કલેકટર કચેરી ખાતે વલ્લભભાઈ પટેલ જયંતીની ઉજવણી –“રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવાયા–સોમવારે રન ફોર યુનિટી
અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ એ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે શપથ લીધા
જામનગર ( ભરત ભોગાયતા)
તા.31 ઓકટોબરના રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવે છે
જેના ભાગરૂપે કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર બી. એન. ખેર, અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અને યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે દરેક રાષ્ટ્રીય તહેવાર તેમજ રાષ્ટ્ર કક્ષાના દિવસની ગરિમા જાળવવા જામનગર કલેક્ટર કચેરીનુ યુનીક અને રીમાર્કેબલ પર્ફોમન્સ અને એક્ટીવીટીઝ હોય છે
====<<<<<<=<<<
શપથ શું લેવાયા?? અને રાષ્ટ્રીય સ્તર ઉજવણીનો સાર
======<<<<<<<<<
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે નવી દિલ્હી સ્થિત સરદાર પટેલ ચોક પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું
રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના ઉપરાજ્યપાલ એ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી
અમિત શાહે કહ્યું – “સરદાર પટેલનું લોખંડી નેતૃત્વ, કર્તવ્યપરાયણતા અને દેશભક્તિ હંમેશા આપણને માર્ગદર્શન આપતી રહેશે.”
કેન્દ્રીય ગૃહમંત્રીએ આ પ્રસંગે ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા
અમિત શાહે કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી મહાન દેશભક્ત સરદાર પટેલના ચરણોમાં વંદન કરીને કહ્યું – “રાષ્ટ્રીય એકતાના પ્રતિબિંબ અને દરેક ભારતના હૃદયમાં વસતા લોહ પુરુષ સરદાર પટેલને કોટી કોટી નમન”
“સરદાર પટેલે આઝાદી પછી સેંકડો રજવાડામાં વિખરાયેલા ભારતને એકતાંતણે બાંધીને આજના મજબૂત ભારતનો પાયો નાંખ્યો હતો. તેમનું દ્રઢ નેતૃત્વ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ભાવના અને વિરાટ યોગદાનને ભારત ક્યારેય નહીં ભૂલે” – કેન્દ્રીય ગૃહમંત્રી
@શું શપથ લેવાય છે?? જાણવા વાંચો નીચેની વિગત#
હું સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું કે, હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવા માટે પોતાની જાતને સમર્પિત કરું છું અને પોતાના દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો સતત પ્રયાસ કરીશ. હું આ શપથ પોતાના દેશની એકતાની ભાવના માટે લઈ રહ્યો છું, જેને સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિ અને કાર્યો દ્વારા સંભવ બનાવી શકાય. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાનું યોગદાન આપવાનો પણ સત્યનિષ્ઠા સાથે સંકલ્પ કરું છું.”
______________________
સોમવારે રન ફોર યુનિટી યોજાશે તેની વિગત નીચે મુજબ છે
+++++++
BGB
b.sc.,ll.b.,d.n.y.(guj.aayu.uni.)
gov.accre.
journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025