મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં રદ થઇ સોમવાર તા.૩૧ની રન ફોર યુનિટી
News Jamnagar October 30, 2022
જામનગરમાં રદ થઇ સોમવાર તા.૩૧ની રન ફોર યુનિટી
મોરબીની ગોઝારી દુર્ઘટના ના ખેદમા લેવાયેલ નિર્ણય
જામનગરના તંત્ર દ્વારા ફાયર ટીમ આર્મી જવાનો સહિત રેસ્ક્યુ સાધન સહાય સાથેની ટીમ મોરબી રવાના
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગરમાં સોમવાર તા.૩૧નુ રન ફોર યુનિટી નુ આયોજન રદ થયુ છે
કેમકે મોરબીની ગોઝારી દુર્ઘટના ના ખેદમા આ નિર્ણય લેવાયેલ છે
બીજી તરફ જામનગરના તંત્ર દ્વારા ફાયર ટીમ આર્મી જવાનો સહિત રેસ્ક્યુ સાધન સહાય સાથેની ટીમ મોરબી રવાના થય ગઇ છે
આજ રોજ રવિવાર તારીખ ૩૦ ઓક્ટોબરના મોડી સાંજના મોરબી મા મચ્છુ નદી પર આવેલ દિવાળી ની રજાઓ ના કારણે માનવ મેદની એકત્ર થતાં ઝૂલતો પૂલ તૂટી પડતાં નાના બાળકો સહિત મોટી સંખ્યા મા માણસો નદીમા પટકાયાની જે કરૂણાંતિકા સર્જાય છે ત્યારે મૃતકો પ્રત્યે માનવ સહજ સંવેદના સાથે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવતીકાલ સવાર ના યોજાનાર “રન ફોર યુનિટી” કાર્યક્રમનુ આયોજન મોકૂફ રાખવામા આવેલ છે જેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી છે. તેમ જામનગર મહાપાલિકાની યાદી જણાવે છે
તેમજ મોરબીમા આ દુર્ઘટના સ્થળે બચાવ તથા રાહત કામગીરી માટે 32 જેટલી વિવિધ ટીમો જામનગરથી મોરબી જવા રવાના થઇ છેમોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલ અકસ્માત અન્વયે જામનગર વહીવટી તંત્ર તરફથી બચાવ તથા રાહત કામગીરી માટે 32 જેટલી વિવિધ ટીમોનું ગઠન કરી તાત્કાલિક અસરથી મદદ માટે રવાના કરવામાં આવી છે.
જેમાં આર્મીની 40 જવાનો સાથેની એક ટીમ, એરફોર્સના 27 જવાનો સાથેની એક ટીમ, વાલસૂરા નેવીના 50 જવાનો સાથેની પાંચ ટીમ, મેડીકલના 57 સભ્યો સાથેની 19 ટીમ, જામનગર મહાનગરપાલિકાના 15 કર્મીઓ સાથેની ત્રણ ટીમ તેમજ રિલાયન્સ, નયારા તથા આઈ.ઓ.સી.એલ. ની 3 ટીમ તાત્કાલિક અસરથી મોરબી જવા રવાના કરાઈ છે.તેમ મહાપાલીકાની આ યાદીમા મીડીયા ઇન્ચાર્જ અમૃતા ગોરેચા-પત્રકારએ જણાવ્યુ છે
@_____________________
GOV.ACCRE
JOURNALIST
JAMNAGAR
8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024