મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મોરબીની દુર્ઘટનાના હતભાગીઓને સજુબા શાળા પરિવાર દ્વારા અંજલિ
News Jamnagar November 02, 2022
મોરબીની દુર્ઘટનાના હતભાગીઓને સજુબા શાળા પરિવાર દ્વારા અંજલિ
રાજ્ય સરકારે આજ તા.૨ નવે રાજકીય શોક જાહેર કર્યાના દિવસે સુપ્રસિદ્ધ કન્યાશાળા શોકાંજલિમા જોડાઇ
પ્રિન્સિપાલ-સ્ટાફ સૌ દ્વારા પ્રાર્થના કરાઇ
જામનગર ( ભરત ભોગાયતા)
તાજેતરની મોરબીની દુર્ઘટનાના હતભાગીઓને સજુબા શાળા પરિવાર દ્વારા આજે અંજલિ અપાઇ હતી રાજ્ય સરકારે આજ તા.૨ નવે રાજકીય શોક જાહેર કર્યાના દિવસે સુપ્રસિદ્ધ કન્યાશાળા શાોંકાંજલિમા જોડાઇ હતી અને આજરોજ સજુબા સરકારી શાળા પરિવાર દ્વારા મોરબી દુર્ઘટના માં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતીજેમા પ્રિન્સિપાલ શિક્ષકો વહીવટી સ્ટાફ વગેરે સૌ જોડાયા હતા
શાળાના આચાર્યા બીનાબેન દવે ના જણાવ્યા મુજબ મોરબીની કેબલ બ્રીજ દુર્ઘટનાના હતભાગીઓની સદગતિ માટે,આજરોજ રાજ્ય સરકારશ્રીએ શોક દિવસ જાહેર કર્યો છે,ત્યારે જામનગરની સુપ્રસિદ્ધ સરકારી શાળા સજુબા સ્કુલ દ્વારા યોજાયેલ શોકસભામાં,દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવીને દિવંગતોના આત્માની શાંતિ અને ઇજાગ્રસ્તો જલદી સાજા થાય તે માટે પરમકૃપાળુ પરમાત્માના ચરણોમા પ્રાર્થના કરવામા આવી છે
મોરબીની ગોઝારી દુર્ઘટનામા ભોગબનેલા હતભાગી સ્વર્ગસ્થોની પુણ્યસ્મૃતિમાં,ગુજરાત સરકારે આ માનવીય સંવેદનાસભર નિર્ણય લઇ તા.૨ નવેમ્બરના રાજ્યભરમાં શોક પાળવાનો તેમજ ભાવસભર શ્રદ્ધાંજલિ પાઠવવાનો નિર્ણય કર્યો છે ત્યારે જેમ ઠેર ઠેર મૃત્યુના મુખમા હોમાય જનાર સૌ દિવંગતોના આત્માની શાંતિ માટે ,અને સ્વજનો ગુમાવનાર પરિજનોને આ અણધાર્યો આઘાત સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી હતી તેવીજ રીતે સજુબા સ્કુલમા પણ આ આયોજન થયુ હતુ.
@_______________________
BGB
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025