મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સનાતન ધર્મનો વૈશ્ર્વીક જયઘોષ-BAPSનુ ઉર્જાવાન પ્રદાન
News Jamnagar November 11, 2022
સનાતન ધર્મનો વૈશ્ર્વીક જયઘોષ-BAPSનુ ઉર્જાવાન પ્રદાન
દેશ-દુનિયામા “જય સ્વામિનારાયણ”સહ ગુંજતુ ઉર્જા અને ભક્તિનુ રટણનો હવે વધતો વ્યાપ ભારતના ધર્મધરીના અભિન્ન બન્યા અંગ
21મી સદીના વૈશ્વિક પડકારોનો જવાબ આપવા માટે R20 નવી વૈશ્વિક પહેલ–સનાતન ધર્મ માં છે વૈશ્ર્વીક કલ્યાણની ભાવના
જામનગર ( ભરત ભોગાયતા)
સનાતન વૈદિક હિંદુ સંસ્કૃતિમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું યોગદાન અનન્ય રહ્યુ છે અનેસનાતનધર્મનો વિશ્વમાં જયઘોષ થઇ રહ્યો છર
21મી સદીના વૈશ્વિક પડકારોનો જવાબ આપવા માટે R20 નવી વૈશ્વિક પહેલ છે, જે G20 સભ્ય દેશોના ધાર્મિક નેતાઓને એકસાથે લાવે છે. ‘R20’ રશિયા, ભારત, અમેરિકા, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા વગેરે દેશોમાંથી મૂર્ધન્ય મહાનુભાવોને – ઇન્ડોનેશિયાના બાલીમાં મંગળવાર 2 નવેમ્બર અને બુધવાર 3 નવેમ્બર 2022 ના રોજ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ જોકો વિડોડોએ વિશ્વના નેતાઓ અને ધાર્મિક વિદ્વાનોનું સ્વાગત કરીને R20 સમિટના પ્રારંભિક સત્રને સંબોધિત કર્યું.
જેમાં ભારતના ત્રણ વિદ્વાનોએ સનાતન ધર્મ નું પ્રતિનિધિત્વ કર્યું હતું, મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા , શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગીરી મહારાજ અને અખિલ ભારતીય ચિન્મય યુવા કેન્દ્રના નિયામક સ્વામી મિત્રાનંદ સરસ્વતી.નો તેમા સમાવેશ છે
વિશ્વભરના 400 થી વધુ પ્રતિષ્ઠિત ધર્મના પ્રતિનિધિઓને સંબોધવા માટે મુખ્ય વક્તા તરીકે આયોજકો દ્વારા BAPS સંસ્થાના મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
જેમાં પૂજ્ય ભદ્રેશ સ્વામીએ, 2000 માં અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રની મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટમાંથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ધાર્મિક સંવાદિતાના સંદેશનેને તેમની જન્મશતાબ્દી પર શ્રદ્ધાંજલિ આપીને શરૂઆત કરી હતી.
વેદ, ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાન સ્વામિનારાયણ અને ભારતીય વિચારની ‘ધર્મ’ની વધુ સાર્વત્રિક વ્યાખ્યાને પ્રોત્સાહિત કરી હતી, સનાતનધર્મના સંદેશને વિશ્વમાં ફેલાવનાર BAPS સ્વામિનારાયણ સંસ્થા અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને, દેશ વિદેશના ઉપસ્થિત સૌ કોઈ મહાનુભાવોએ વધાવ્યું હતું.
@________________________
regards
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024