મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પોલીસ કોન્સ્ટેબલે નોંધાવેલી એટ્રોસિટી ની ફરિયાદમાં ભાટીયાના આગેવાનો જામીન મુક્ત
News Jamnagar November 12, 2022
પોલીસ કોન્સ્ટેબલે નોંધાવેલી એટ્રોસિટી ની ફરિયાદમાં ભાટીયાના આગેવાનો જામીન મુક્ત
ફરિયાદી પો.કો. ખુન ના ગુનામા જનમટીપની ભોગવે છે સજા
જામનગર ( ભરત ભોગાયતા)
આ કેશ ની હકીકત એવી છે કે ભાટીયા ગામે રહેતા ફરિયાદી હમીરભાઈ હીરાભાઈ ભાંભી દ્વારા કલ્યાણપુર પો.સ્ટે.માં એવી ફરિયાદ આપેલી કે પોતાની દીકરી હેમલતાબેન ભાટીયા ગામ માં સરપંચ તરીકે કામ કરે છે. અને તેના વતી ફરિયાદી સમગ્ર સંચાલન કરે છે.
ભાટીયા ગ્રામપંચાયત ના અગિયાર સભ્યો દ્વારા રાજીનામાં આપવાના સબંધે આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતું અને તે પૈકી માં સભ્ય અનિલભાઈ ના ભાઈ પ્રફુલભાઈ વલ્લભદાસ ભાયાણી તથા બીજા સભ્ય અમીતાબેન ના પતિ પ્રવીણભાઈ મસરીભાઈ ચાવડા તથા અન્ય સભ્ય કસ્તુરબેન ના પતિ જેન્તીભાઈ પરમાર દ્વારા ફરિયાદી હમીરભાઈ ભાંભી તથા તેમની દીકરી હેમલતાબેન ને અવાર નવાર પોતાના ગેરકાયદેસર ના કામો કરવા ધમકાવતા હતા અને છેલ્લે પ્રફુલભાઈ ,પ્રવીણભાઈ અને જેન્તીભાઈએ ગ્રામપંચાયત ની ઓફિસે આવી અમારું કહ્યું કેમ માનતો નથી એમ કહી જ્ઞાતિ પ્રત્યે અડધુત અને અપમાનિત કરેલા અને ત્રણેય વ્યક્તિઓએ બેફામ ગાળો કાઢી જાન થી મારી નાખવાની ધમકી આપી ગુનો કાર્યની ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ અન્વયોની ગુનો નોંધી ત્રણેય આરોપીની ડી.વાય.એસ.પી. એ ધરપકડ કરેલી
આથી આરોપીએ એ સેશન્સ કોર્ટ માં જામીન અરજી દાખલ કરી રજૂઆત કરેલ કે ફરિયાદી હમીરભાઈ ભાંભી ગ્રામપંચાયત ના કોઈપણ હોદ્દા ઉપર ન હોવા છતા પોતાની સરપંચ દીકરી વતી સમગ્ર ગ્રામપંચાયત નો વહીવટ ગેરકાયદેસર રીતે ચલાવે છે. અને ગ્રામપંચાયત ની સભા માં પણ ગેરકાયદેસર રીતે પોતાના પુત્ર પ્રકાશ સાથે હાજર રહે છે.અને ગેરકાયદેસર કાર્યવાહીઓ ફરિયાદી દ્વારા ચલાવી રહેલ હોય અગિયાર ચુંટાયેલા સભ્યોએ રાજીનામું આપવાનું આવેદનપત્ર આપતા જે ચુંટાયેલા સભ્યોના કુટંબીજનો સામે ખોટી અને ઉપજાવેલી ફરિયાદ નોંધાવેલી છે.અને વિશેષમાં રજૂઆત કે ફરિયાદી હમીરભાઈ જામનગર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે જાહેરમાં એક વ્યક્તિ નું ખૂન કરી નાખવા બદલ સેશન્સ કોર્ટ દ્વારા ફરિયાદી હમીરભાઈ ને જન્મટીપ ની સજા કરેલી હતી ઉપરાંત કલ્યાણપુર તાલુકા પંચાયત ના સભ્ય તરીકે ચુંટણી માટે નું ફોર્મ ભરતા સમયે પોતાને ખૂનના કેસમાં સજા થયેલી હોવાની હકીકત છુપાવીને ખોટું સોગંધનામું કરી ચુંટણી લડેલ હતી અને ત્યારબાદ આ હકીકત ખુલ્લી પડતા પોલીસ દ્વારા ખોટું સોગંધનામું રજુ કરવા બદલ તેની સામે ગુનો નોંધેલ હતો અને તાલુકા પંચાયત ના સભ્ય તરીકે દુર કરેલ હતા .
આથી આવા ઈતિહાસ વાળી વ્યક્તિ ની ફરિયાદ ના આધારે ભાટીયા ગામના પ્રતિષ્ઠિત અને વેપારી વર્ગ ના આરોપી ઓ ને જેલ માં ગોંધી શકાય નહિ અને જામીનમુકત કરવા જોઈએ જે તમામ રજુઆતો ધ્યાને લઇ ને ખંભાલીયા એડીશનલ સેશન્સ જજ શ્રી દીપેનભાઈ બુધ્ધદેવ દ્વારા ત્રણેય આરોપીઓ ને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવેલ છે .આરોપી તરફે એડવોકેટ હર્ષદ ભટ્ટ અને એડવોકેટ મીનાબેન વી.ભાયાણી રોકાયેલ હતા.
>>>>>>>>>>>>>>>>>>>>
પૂરક વિગતો……….નેહુલ લાલ…
…..ભાટીયા
@______________________
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025