મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
"દેને કો ટુકડો ભલો" સાર્થક કરતા હાપા જલારામ મંદિરના સમર્પિત ટ્રસ્ટીઓ-આયોજકો-સહયોગીઓ-માર્ગદર્શકો-સેવકો
News Jamnagar November 21, 2022
“દેને કો ટુકડો ભલો” સાર્થક કરતા હાપા જલારામ મંદિરના સમર્પિત ટ્રસ્ટીઓ-આયોજકો-સહયોગીઓ-માર્ગદર્શકો-સેવકો
અન્ન સેવા ને માનભેર અનેક ઘરોએ નિયમીત પહોંચાડાતા ટીફીન-દરેકનુ સન્માન
જલારામ સેવા ટ્રસ્ટ હાપા અને પ્રભુદાસ ખીમજી કોટેગા અન્નક્ષેત્ર દ્વારાનવ વર્ષમાં દસ લાખથી વધુ લોકોને દુ: ખદ પસંગોએ જલારામબાપાની પ્રસાદીરૂપે ધરે ધરે ભોજન પહોંચતું કરાયું
જામનગર ( ભરત ભોગાયતા)
હાપા જલારામ મંદિરે જલારામ સેવા ટ્રસ્ટ અને પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ દ્વારા તાજેતરમાં માતુશ્રી વિરબાઈમાની પુણ્યતિથિ નિમિતે પૂજન, જલારામ બાપાની દરરોજ પ્રસાદી બનાવતા ૨સોયા, કાર્યકર્તાઓ, દુઃખદ પ્રસંગોને ધરે ધરે પ્રસાદીરૂપે ટિફિન પહોંચાડનારા રિક્ષાચાલકો વિગેરેનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાશરૂઆતમાં જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ દતાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું, તેઓએ આ તકેજણાવ્યું હતું કે, જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ દ્વારા તા.૯-૧૧-૨૦૧૩ થી જામનગર
શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ભોજન ટિફિન દ્વારા ખાસ રિક્ષામાં પહોંચાડવાનો સાવ અનોખો સેવાયજ્ઞ શરૂથયો તેને નવ વર્ષ પુરા થયા છે અને દસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ નવ વર્ષ દરમ્યાન દુઃખદ પ્રસંગોએ સંસ્થાદ્વારા દસ લાખ લોકોને જલારામબાપાનો પ્રસાદ ઘેર ઘેર સુધી પહોંચાડવાની અનોખી સિધ્ધિ હાંસલ કરેલ છે. જે
પરિવારોમાં મૃત્યુ જેવી દુઃખદ ધટના બની હોય ત્યાં જલારામબાપાની પ્રસાદીરૂપે ખીચડી, શાક, રોટલા અને છાશવિગેરે પેક કરીને તેમજ ભોજન કરવા માટેના ડિસ્પોઝેબલ ડિશ, ગ્લાસ સહિતના વાસણોનો સેટ પણ તેમના ઘેરપહોંચાડવાની વ્યવસ્થા છે. આ સેવા કોઈપણ જ્ઞાતિ – જાતિના ભેદભાવ વગર માત્ર માનવ સેવાના ભાવથી કરવામાંઆવી રહેલ છે.
સંસ્થા દ્વારા વિશ્વ વિક્રમી રોટલાના કાર્યક્રમ પછી જલારામ સેવા ટ્રસ્ટ અને અન્નક્ષેત્રના દાતા શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા તરફથી ૩૦ હજાર ફુટ જગ્યા આપી ઉપરાંત આ દાતા પરિવારના રમેશભાઈ, જગદીશભાઈ, ભાસ્કરભાઈ, જયેશભાઈ કોટેચા દ્વારા અવિરત માર્ગદર્શન મળતું રહયું છે. ઉપરાંત સમાજસેવક મહાવીર દળના પ્રમુખ દીપકભાઈ ઠકકર, માનદમંત્રી દર્શનભાઈ ઠકકર, મહેશભાઈ રામાણી, મોક્ષ મંદિર ટ્રસ્ટ ગાંધીનગરના પ્રમુખ શ્રી કનકસિંહ જાડેજા, ગિરીશભાઈ ગણાત્રા, મોક્ષ ફાઉન્ડેશનના વિક્રમસિંહ જાડેજા વિગેરેનો જલારામ સેવા ટ્રસ્ટ હાપાને સહયોગ મળી રહયો હોય તેમ રમેશ દતાણીએ આભારની લાગણી વ્યકત કરી હતી.
વિરબાઈમાની પુણ્યતિથિ નિમિતે જલારામ મંદિર હાપા ખાતે સંસ્થાના કાર્યકરો દ્વારા શ્રી વિરબાઈમાની છબીનું પૂજન કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત રહેલા ગિરીશભાઈ ગણાત્રા, ઉધોગપતિ અશોકભાઈ જોબનપુત્રા તેમજ સમાજસેવક મહાવીર દળના દર્શનભાઈ ઠકકરના હસ્તે જલારામ સેવા ટ્રસ્ટના કાર્યકર્તાઓ, રસોયા, દુઃખદ પ્રસંગોએ ધરે ધરે જલારામબાપાની પ્રસાદી પહોંચાડતા રિક્ષા ચાલકો ભાઈઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદધોષક લલિતભાઈ જોશીએ કર્યું હતું,
જામનગર શહેરના કોઈપણ લોકો જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્રની સેવાનો લાભ લેવા ઈચ્છતાં હોય તેઓએ જલારામ સેવા ટ્રસ્ટના ૨મેશભાઈ દતાણી, મો.૯૮૨૪૮૦૨૧૨૨, સુભાષભાઈ ગોહિલ, મો.૯૯૨૪૭૮૯૪૫૯, કિરીટભાઈ દતાણી, મો.૯૪૨૮૩૨૦૨૨૦, મનોજભાઈ સુરાણી, મો.૯૪૨૭૯૪૪૧૪૧, અનિલભાઈ ચાવડા, મો.૯૧૩૭૨૧૩૨૨૦, નિરંજનભાઈ કોળી, નવનીતભાઈ સોમૈયા, ૯૮૨૪૨૩૪૩૪૬, અતુલ કાતર, વિજયભાઈ કોટક, મો.૯૮૯૮૬૬૩૦૮૦ નો સંપર્ક સાધવા જણાવાયું છે.
@………………..
પૂરક વિગતો …..દર્શન ઠક્કર
@____________
BGB
8758659878
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025