મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ચૂંટણી વખતે કોઈપણ પ્રકારની ધાક-ધમકી કે પ્રલોભન જેવી બાબતો ધ્યાને આવે તો ચૂંટણી તંત્ર સુધી પહોંચાડવા જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીનો અનુરોધ
News Jamnagar November 23, 2022
જામનગર
અહેવાલ. અકબર બક્ષી
જિલ્લામાં ૧૨૮૭ બુથો માટે ઈ.વી.એમ. મશીન પ્રિપેરેશન, પોલિંગ સ્ટાફનું રેન્ડમાઇઝેશન, સ્ટાફની તાલીમ વગેરે જેવી તૈયારીઓ પૂર્ણ કરાઇ – જિલ્લા ચુંટણી અધિકારી ડો.સૌરભ પારઘી
મજબૂત લોકશાહી માટે મળેલ આ અવસર ઝડપી અચૂક મતદાન કરવા નાગરિકોને જિલ્લા કલેક્ટરની અપીલ
જામનગર તા.૨૩ નવેમ્બર, આગામી તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ જામનગર જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે જે અંગેની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં તમામ ૧૨૮૭ બુથ પર ચૂંટણી સંબંધિત તૈયારીઓ હાલ આખરી તબક્કામાં છે. તંત્ર દ્વારા જામનગર જિલ્લામાં તમામ બુથો પર ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓ જેવી કે ઈ.વી.એમ. મશીન પ્રિપેરેશન, પોલિંગ સ્ટાફનું રેન્ડમાઇઝેશન, સ્ટાફની તાલીમ વગેરે જેવી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વખતે યુવા મતદારો માટે યુવા મતદાન મથક, મોડલ પોલિંગ બુથ, સુખી મતદાન મથક સહિતની વ્યવસ્થાઓ તેમજ વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગજનો માટે પણ ખાસ સુવિધાઓ મતદાન મથક પર ઉભી કરવામાં આવી છે.
પોલીસ તંત્ર તરફથી પણ ચૂંટણીલક્ષી તમામ સુરક્ષા બંદોબસ્ત સમગ્ર જિલ્લામાં સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. તેમજ ભારતીય ચૂંટણી પંચ દ્વારા પણ સમગ્ર ચૂંટણી કામગીરી પર દેખરેખ રાખવા ઓબ્જર્વરની નિમણૂક કરવામાં આવી છે. કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે જે નિર્દિષ્ટ નાગરિકો મતદાન મથક સુધી નથી આવી શકતા તેમના માટે પણ તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘર આંગણે જ મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
યુવા મતદારો તથા જિલ્લાના દરેક નાગરિકોને પણ આ તકે બહોળી સંખ્યામાં પોતાના નજીકના મતદાન મથક પર જઈ મજબૂત લોકશાહી માટે મળેલ આ અવસર ઝડપી અચૂક મતદાન કરવા કલેકટરશ્રીએ અપીલ કરી હતી.
ચૂંટણી વખતે કોઈપણ પ્રકારની ધાક-ધમકી કે પ્રલોભન જેવી બાબતો ધ્યાને આવે તો ચૂંટણી તંત્રની ખર્ચ નોંધણી ટીમ એ માટે ૨૪ કલાક કાર્યરત છે. જો કોઈ નાગરિકના ધ્યાનમાં પણ આવી બાબત આવે તો તુરંત જ cVIGIL એપ્લિકેશન તેમજ ૧૯૫૦ હેલ્પલાઇનના માધ્યમથી તંત્ર સુધી સંલગ્ન બાબત પહોંચાડવા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025