મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શ્રીપબુભા બાપુ-શ્રીમુળુભાઇ બેરા-શ્રી રાઘવજીભાઇ પટેલને મળશે સતવારા સમાજનુ પ્રબળ સમર્થન
News Jamnagar November 26, 2022
શ્રીપબુભા બાપુ-શ્રીમુળુભાઇ બેરા-શ્રી રાઘવજીભાઇ પટેલને મળશે સતવારા સમાજનુ પ્રબળ સમર્થન
સૌરાષ્ટ્રના સતવારા આગેવાન અને ભાજપ અગ્રણી શ્રી જગદીશભાઇ મકવાણાએ સમાજની યોજી બેઠકો
ભાજપ એટલે સતવારા અને સતવારા એટલે ભાજપ …..તેમ જણાવતા શ્રી જગદીશભાઇ
ફરીથી ભરોસાની ભાજપ સરકાર બનશે તેવો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામા માહોલ
જામનગર ( ભરત ભોગાયતા)
ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ મા ભારતીય જનતા પાર્ટી તરફ પ્રચંડ જન જુવાળ છે અને સૌ ને સાથે લઇને ચાલવાની તેમજ સૌનો સાથ સૌ નો વિકાસ ની આગવી નિતી હોવાથિ સમાજના દરેક વર્ગ અને વિવિધ સમાજના ભાજપ ને આ ચુંટણીમા સમર્થન મળી રહ્યુ છે તેવી જ રીતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામા ભાજપના ઉમેદવાર તરફી સતવારા સમાજનો મહત્વનો ઝુકાવ રહ્યો છે
રાજકીય વિશ્ર્લેષકોએ કરેલા સર્વેક્ષણમા વિશેષમા જાણવા મળ્યા મુજબ ૮૨-દ્વારકા ના ઉમેદવાર શ્રીપબુભા માણેક(પબુભા બાપુ)૮૧-જામખંભાળીયાના ઉમેદવાર શ્રીમુળુભાઇ બેરા ૭૭-જામનગર ગ્રામ્યના ઉમેદવાર શ્રી રાઘવજીભાઇ પટેલને સતવારા સમાજનુ પ્રબળ સમર્થન મળશે તેવો માહોલ બની ગયો છે
આ અંગે મહત્વપુર્ણ રીતે જાણવા મળ્યા મુજબ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના
સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના સતવારા આગેવાન અને ભાજપ અગ્રણી શ્રી જગદીશભાઇ મકવાણાએ સતવારા સમાજની જુદી જુદી બેઠકો યોજી સમાજના સૌ ભાઇઓ બહેનો વડીલો યુવાનો સૌ ને અપીલ કરતા જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીની વિકાસ ધારા ની વિચારધારા મજબુત કરવા આપણે સૌ ભાજપના ઉમેદવારોને પ્રબળ સમર્થન આપવાનુ છે શ્રી જગદીશભાઇની આ વાત ને જામનગર અને દ્વારકા જિલ્લાના સતવારા સમાજે માનભેર ઝીલી લીધી છે
સુરેન્દ્રનગર ભાજપ જીલ્લા પ્રમુખ રહેલા તેમજ ભાજપના વિધાનસભાના ઉમેદવાર તેમજ સંગઠનમા અને સમાજમા માન ધરાવનાર શ્રી જગદીશભાઇ મકવાણા એ બેઠકોમા ભારપુર્વક જણાવ્યુ હતુ કે ભાજપ એટલે સતવારા અને સતવારા એટલે ભાજપ એમ ગૌરવભેર કહી શકાય છે
માટે ફરીથી ભરોસાની ભાજપ સરકાર બનશે તેવો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતવારા સમાજે ઉત્સાહભેર માહોલ બનાવ્યો છે
ત્યારે ૮૨ -દ્વારકા વિધાનસભા બેઠકના લોકપ્રિય ઉમેદવાર શ્રી પબુભા માણેક(પબુભા બાપુ)ને તેમજ ૮૧–જામખંભાળીયામા શ્રીમુળુભાઇ બેરા ને તથા ૭૭-જામનગર ગ્રામ્યના શ્રી રાઘવજીભાઇ પટેલ ને સતવારા સમાજના સમર્થનની ખાત્રી મળી છે કેમકે સતવારા સમાજનુ ગૌરવ ગણાતા આગેવાન શ્રી જગદીશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં સતવારા સમાજની જુદી જુદી બેઠકો સફળ રહેવા પામી છે તેમજ દરેક બેઠકમા સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ ની ઉપસ્થિતિમા શ્રી જગદીશભાઇ એ
#ભરોસાની_ભાજપ_સરકાર
#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
#આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે અને #ભાજપ_આવે_છે તે સુત્રો રૂપી હેશટેગ સાર્થક કરવા સમાજને અપીલ કરી હતી જેને સતવારા સમાજે વધાવી લીધી છે જેથી ભાજપના લોકપ્રિય ઉમેદવારો શ્રી પબુભા ,શ્રી મુળુભાઇ ,શ્રી રાઘવજીભાઇ જંગી લીડથી વિજયી થશે તેવુ વાતાવરણ બની ગયુ છે
@____________________
BGB
8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024