મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરનાં સહાયક અધિક્ષક એસ.એન.જાડેજાને ભવ્ય નિવૃત્તિ વિદાયમાન અપાયું
News Jamnagar November 30, 2022
જામનગર
જામનગર તા.30, જિલ્લા માહિતી કચેરી, જામનગર ખાતે ફરજ બજાવતા સહાયક અધિક્ષક એસ.એન.જાડેજા સેવા નિવૃત થતા તેઓને ભવ્ય વિદાયમાન અપાયું હતું. જાડેજાએ માહિતી ખાતામાં અલગ અલગ જિલ્લાઓમાં કુલ 37 વર્ષ ફરજો બજાવી હતી જેમાં 25 વર્ષથી વધુ સમયગાળાની દીર્ઘકાલીન સેવાઓ તેઓએ જિલ્લા માહિતી કચેરી, જામનગર ખાતે આપી હતી. જાડેજાએ આ પ્રસંગે કારકીર્દીના જુના અનુભવો વાગોળ્યા હતા તેમજ ખંતથી માહિતી કચેરીમાં કરેલ તમામ પ્રકારની કામગીરીને ઇ.નાયબ માહિતી નિયામક એચ.પી.ગોઝારીયાએ બીરદાવી હતી.
જાડેજાની વિદાય સંમારભ વેળાએ ખુબ જ લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. આજીવન કરેલી કર્મનિષ્ઠાનું ફળ કેવુ હોય, સ્વભાવ, વલણ અને સ્નેહના તાંતણે બંધાયેલા સંબધોની સુગંધ કેવી હોય એ આજે ચરિતાર્થ થયું હતું.
આ તકે ટેકનીકલ આસિસ્ટન્ટ વાય.આર.વ્યાસ, સિનિયર સબ એડિટર પારૂલ કાનગળ, માહિતી મદદનિશ વિરેન્દ્રસિંહ પરમાર, માહિતી મદદનિશ જલકૃતિ મહેતા, કેમેરામેન અનવર સોઢા તથા ગજેન્દ્રસિંહ જાડેજા, દ્રષ્ટિ જોશી, અશ્વિનભાઈ રાઠોડ, અમિત ચંદ્રવાડિયા, સાવન રાડીયા, જયમેશ ગોપીયાણી, નિકુંજ જોશી, ભરત કચોટ, અનિલ વારોતરિયા વગેરેએ ઉપસ્થિત રહી એસ.એન.જાડેજાને શાલ, શ્રીફળ-પડો તેમજ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા અને સુખી નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025