મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
BRAVO::::કલેક્ટર-add.coll.-DEO-SDM R.O.અને ટીમ જામનગર અને દેવભૂમિ દ્વારકા
News Jamnagar December 01, 2022
BRAVO::::કલેક્ટર-add.coll.-DEO-SDM R.O.અને ટીમ જામનગર અને દેવભૂમિ દ્વારકા
સમગ્ર રીતે બંને જિલ્લામા સુચારૂ ચુંટણી વ્યવસ્થા સાથે આચારસંહિતાના ચુસ્ત અમલની તકેદારી
મામલતદારો ARO–નાયબ મામલતદારો-ક્લાર્ક-ઓપરેટર્સ-ડ્રાયવર્સ-પટ્ટાવાળા-સૌ ની ચુંટણી ફરજ સરાહનીય
છેવાડાના બંને જિલ્લાઓના જવાબદારોએ મતદાન પહેલા રાત દિવસ એક કર્યા–પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ખડે પગે તેમને સેલ્યુટ—જિલ્લા પોલીસ વડાઓની કવાયત સફળ
જામનગર ( ભરત ભોગાયતા)
ગુજરાત વિધાનસભાની ચુંટણી ૨૦૨૨ પ્રથમ તબક્કામા જામનગર અને દેવભૂમિ દ્વારકા જે છેવાડાના જિલ્લા ગણાય છે પરંતુ મતદારો માટે ની સમગ્ર પણે જે જહેમત તંત્ર એ ઉઠાવી છે તે સરાહનીય છે
માટે જ સમીક્ષકો કહે છે કે બંને જિલ્લાઓ માટે
BRAVO::::બંને જિલ્લાઓના કલેક્ટર-add.coll.-DEO-SDM એટલે કે R.O.અને ટીમ જામનગર અને દેવભૂમિ દ્વારકા અભિનંદન ને પાત્ર છે સમગ્ર રીતે બંને જિલ્લામા સુચારૂ ચુંટણી વ્યવસ્થા સાથે આચારસંહિતાના ચુસ્ત અમલની તકેદારી રાખવામા આવી હતી તેવીજ રીતે વધુમા જે પાયાની ફરજ ગણાય તેમા પણ
મામલતદારો એટલે કે ARO–નાયબ મામલતદારો-ક્લાર્ક-ઓપરેટર્સ-ડ્રાયવર્સ-પટ્ટાવાળા-સૌ ની ચુંટણી ફરજ સરાહનીય રહી હતી ખાસ કરીને એક ઓબઝર્વેશન એવુ પણ છે કે
છેવાડાના બંને જિલ્લાઓના જવાબદારોએ મતદાન પહેલા રાત દિવસ એક કર્યા હતા
તો મહત્વપુર્ણ રીતે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ખડે પગે રહી તેઓ સેલ્યુટ તેમજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના પોલીસ વડાઓની કવાયત સફળ રહી હતી સાથે સાથે બંને જિલ્લાઓના જિલ્લા માહિતી કચેરીઓના અધીકારીઓ તેમજ એડીટોરીયલ ટીમ સહિતના સ્ટાફ પણ ફરજમા ચુસ્ત રહ્યા હતા આ ઉપરાંત મતદાન મથકોના તમામ સ્ટાફની જહેમત રહી હતી
દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એમ. એ.પંડ્યાએ હરીપર તાલુકા શાળા ખાતેથી મતદાન કર્યુ હતુદેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયુ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર એમ. એ.પંડ્યાએ પરિવાર સાથે હરીપર તાલુકા શાળા ખાતેથી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે પોતાનો પવિત્ર મત આપી મતદાન કર્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામા મોટી સંખ્યામાં લોકો મતદાન કેન્દ્રો ઉપર જઇ મતદાન કરી રહયા છે.ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે સખી બુથ, યુવા બુથ, મોડલ પોલિંગ બુથ તેમજ દિવ્યાંગ બુથ સહિતની વ્યવસ્થાઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી હતી
જ્યારે જામનગરના નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબુત બનાવવા અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ શહેરની વિભાજી હાઈસ્કૂલ ખાતેથી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે પોતાનો પવિત્ર મત આપી મતદાન કર્યું હતું.
જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાન કેન્દ્રો ઉપર જઇ મતદાન કરતા હતા
ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં જામનગર જિલ્લામા પણ મહત્તમ મતદાન થાય તે માટે સખી બુથ, યુવા બુથ, મોડલ પોલિંગ બુથ તેમજ દિવ્યાંગ બુથ સહિતની વ્યવસ્થાઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી હતી
ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા નાયબ ચુંટણી અધીકારી અને પ્રાંત અધીકારી ખંભાળીયાએ પણમતદાન કરી લોકોને પ્રેરણા આપી હતી@
_____________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025