મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઓછું મતદાન,લોકો નીરસ....થી સન્નાટો...શાસકપક્ષ પણ ઉણો ઉતર્યા???
News Jamnagar December 05, 2022
ઓછું મતદાન,લોકો નીરસ….!થી સન્નાટો…શાસકપક્ષ પણ ઉણો ઉતર્યા???
સ્થાનિક સ્વરાજ્યની શહેરી ગ્રામ્ય અમુક ફૌજ નિષ્ક્રીય કેમ?? આત્મ મંથન કરો
અમુક ઉમેદવાર થોપી દેવાતા
સંગઠન મા ઉત્સહ સંચાર ન થયો અમુક આગેવાનો પણ સક્રિય રીતે પાણીઢોળ કરવામા પાવરધા રહ્યા તેમની યાદી પહોંચી ઉપર
ગ્રાન્ટ-પ્રોજેક્ટ-કોન્ટ્રાક્ટના ગણીત વિખાશે
કેડર કેડર બેઇઝ કરી કરવુ છ ધાર્યુ ને ઉપરથી પગલા લેવાની વાત કરો છો??? લેશન મીટીગ ને તૈયારીઓમા તો તોડાવ્યા ઇ ઓછુ છે??? ….નો અનેક કાર્યકર્તાઓમા અસંતોષ સાથે ગણગણાટ
પ્રદેશ ભાજપ પ્રદેશથી માંડી ગ્રામ્ય સુધી લેશે પગલા અને રીઝલ્ટ બાદ ઉથલ પાથલ ના સંકેત
કોંગ્રેસમા કોઇ પગલા ન લેવાનો આશ્ર્ચર્ય કારક અભિગમ તો આપ ને તો કઇ ગુમાવવાનુ કયા છે?
જામનગર ( અકબર બક્ષી)
જે પક્ષ કાર્યકર્તાઓ ઉપર ગૌરવ લે છે તે પક્ષ કાર્યકર્તાઓમા ઉત્સાહ સંચાર ન કરી શક્યો કાર્યકર્તાઓને પ્રલોભન આપ્યા સભાઓમા બોલ્યા કે અમારા માટે આ સૌ પાયાના પથ્થર છે તેમજ સૌ સજ્જ છે પરંતુ આ વખતે કરકસર થી માડી અનેક બાબત ભાજપની સમીક્ષાજનક સામે આવી છે બીજી તરફ કોંગ્રેસ તો હજુય મોટાભાગે નિષ્ક્રીય છે અને આપ ને તો કઇ ગુમાવવાનુ નથી.
છેલ્લી તન વિધાનસભા ચુંટણીમાં ગુજરાતમા આ વખતે ઓછું મતદાન થયુ તે ,લોકો ની નીરસતા છે લોકો મોંઘવારી બેરોજગારી બિમારી મંદી વ્યક્તીગત પ્રશ્ર્નો વગેરેમા અટવાયેલા છે જેનાથી થી હવે રાજકીય પક્ષોમા સન્નાટો વ્યાપી ગયો છે જે અંગે પહેલા જાગૃત થયા હોત તો પ્રજા થોડી રાહત થી ઉત્સાહ મા આશીક રીતે આવી ને કઇક સારો દેખાવ કરી શકી હોત પણ ના….આપણે તો ધાર્યુ જ કરવુ…..તો કરો ધાર્યુ….લ્યો….માટે જ કહેવાય છે કે શાસકપક્ષ પણ ઉણો ઉતર્યો??? આ વખતે મતદારોના તેડા જોઇએ તેવા થયા નથી આ એક મુદો છે આવા અનેક મુદા છે અરે કિની સભા ક્યા છે તે મુખ્ય કાર્યકર્તાઓને જાણ ન હતી સંકલન ન હતુ…વગેરે …વગેરે….જોતા જ મોદી એ બીજા તબક્કા માટે વ્હાલ મીટીંગ ખાસ યોજી હતી
ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની શહેરી ગ્રામ્ય અમુક ફૌજ નિષ્ક્રીય કેમ??તે આત્મ મંથન કરવાની જરૂર છે તો વળીઅમુક ઉમેદવાર થોપી દેવાતાસંગઠન મા ઉત્સાહ સંચાર ન થયો માટે અમુક આગેવાનો પણ સક્રિય રીતે પાણીઢોળ કરવામા પાવરધા રહ્યા તેમની યાદી ઉપર પહોચી છે તેવી ચર્ચા પણ છે
જો રીઝલ્ટ મા ગરબડ થઇ તો
ગ્રાન્ટ-પ્રોજેક્ટ-કોન્ટ્રાક્ટના ગણીત વિખાશે અને જે લીમીટેડ લોકો એ જ મજા કર્યે રાખી તેમના લાભ ઘટશે તેમ પણ અનુમાન છે કેમકે અમુક ગણગણાટ એવો છે કેકેડર કેડર બેઇઝ કરી કરવુ છ ધાર્યુ ને ઉપરથી પગલા લેવાની વાત કરો છો??? લેશન મીટીગ ને તૈયારીઓમા તો તોડાવ્યા ઇ ઓછુ છે??? તેમજ કઇ લાભ આપવા નથી સદ્ધર કરવા નથી અમુકમા જ રસ લેવો છે…વગેરે ….નો અનેક કાર્યકર્તાઓમા અસંતોષ સાથે ગણગણાટ હોવાનુ રાજકીય વિશ્ર્લેષકોએ વિગત આપતી વખતે જણાવ્યુ છે અને ઉમેર્યુ છે કે ગમે તે થાય આ વખતેપ્રદેશ ભાજપ પ્રદેશથી માંડી ગ્રામ્ય સુધી લેશે પગલા અને રીઝલ્ટ બાદ ઉથલ પાથલ ના સંકેત છે
બીજી તરફ કોંગ્રેસમા કોઇ પગલા ન લેવાનો આશ્ર્ચર્ય કારક અભિગમ અપનાવ્યાનુ હાલ તારણ છે તો આમ આદમી પાર્ટી એટલે કે આપ ને તો કઇ ગુમાવવાનુ કયા છે? તે બંને ને કઇ ચિંતા નથી
>>>>>>>>>>>>>>>>>>>>>>
રાજકીય ગણગણાટ અસંતોષ અને અનુમાનોના સ્ફોટક મુદા……..
@ગુજરાત વિધાનસભાની ચુટણી ના પ્રથમ તબક્કામાં મતદારો નીરસ જણાયા, તો કોર્પોરેટર સમૂહ મત આપવા ઘરે ઘરે જાય તે પ્રવૃત્તિ દરેક સ્થળે દિલથી ન થઈ. પેઇજ સમિતિ પણ નિષ્ક્રિય રહી.
@ અમુક ધારાસભ્યો ની જીદ અને ભલામણથી કોર્પોરેશન માં ટિકિટ મેળવી કોર્પોરેટર થઈ ગયેલાહવે ભય માં જણાયા, અસ્તિત્વ જોખમાતું જણાયું.
@ભાજપ એ પોતાની તમામ શક્તિ પેઇજ સમિતિના ગઠનમાં નાખી, પણ ચૂંટણી સમયે તે સમિતિ પાસે કામ લેવાનું ભૂલાયું, કે તે દરેક સમિતિએ કામ ન કર્યું???
@મોંઘવારી, આર્થિક મંદી, સરકારી કામકાજોમાં લોકોને પડતી હાલાકી સામે સરકાર નીરસતા દાખવી રહી છે, અને સરકાર પાંચ વર્ષ ખાલી ચૂંટણી ની તૈયારી જ કરી રહી હોય તેવું લોકો ચર્ચામાં જાણવા મળ્યું છે, અને આ બધી બાબતો ને કારણે લોકોએ મતદાન માં નીરસતા દાખવી છે. આશાવાદ ઊભો નથી કરી શકવા ના કારણે આમ થયુ છે
@શું અમુક અમુક કોર્પોરેટર, સરપંચો, પંચાયત. સભ્યો સંગઠન અને પેઇજ સમિતિ ની નિષ્ક્રિયતા બાબતે પાટીલ ભાઊ શું નિર્ણય કરે છે,તે જોવું રહ્યું. શક્ય છે પાટીલ ભાઉં કોઈ નિર્ણય લ્યે, એ પહેલાં ભાજપ મોવડી મંડળ પ્રદેશ ભાજપ માળખા વિશે કોઈ મહત્વ નો નિર્ણય કરી લ્યે તો નવાઈ નહિ.
@કોંગ્રેસના અમુક ઉમેદવારો આ ચૂંટણીમાં અદપ પલાઠી વાળી ઘરમાં બેસી ગયેલ. જાણે કે, કોંગ્રેસ ને હરાવવા જ ટિકિટ લીધી હોય, અને કોંગ્રેસની આ સ્થિતિ છેલ્લા ૨૦ વર્ષથી રહી છે.
@ગુજરાતમાં આ વખતે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી તરીકે ઉદય થયો, જે જમીની સ્તર ઉપર પ્રસ્થાપિત થયા વગર સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો ના આધારે ચૂંટણી માં ઉતર્યો છે. પણ આ પક્ષ માં કાર્યકર્તાઓ જ જોવા મળે છે, ટિકિટ ન મળી પક્ષ છોડ્યો, અથવા ચૂંટણી ગઈ, પક્ષ મૂક્યો જેવી સ્થિતિ નું નિર્માણ કરે છે.
@સત્તાધારી પક્ષ ના જૂના નેતા, પ્રજાને કહેતા, “તમને ખબર ન પડે” અને લોકોને પોતાના કામ કરાવવા ગાંધીનગર જવું પડતું, બધું સમજી ગોઠવી કામ કરાવવું પડતું, જ્યારે નવા નેતા ના મંડળ ને અધિકારીઓ પાસેથી કામ લેતા ન આવડ્યું, આથી લોકોએ મતદાન માં નીરસતા દાખવી.
@હવે જોવું રહ્યું સ્વયંભૂ મતદાન પરિવર્તન માટે થયું છે કે સત્તાધારી પક્ષ ને ફરી જનમત પ્રદાન કરવા હેતુ, જોડે નિષ્પક્ષ રાજકીય વિસ્લેશકો પણ હાલ મતદાન કોના તરફી થયું તેનો તાગ મેળવવા માં મૂંઝવણ અનુભવી રહ્યા છે.
@____________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025