મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વૃદ્ધા ભુલા પડતા પરિવાર સાથે મિલન કરાવતી જામનગર181 ટીમ
News Jamnagar December 18, 2022
વૃદ્ધા ભુલા પડતા પરિવાર સાથે મિલન કરાવતી જામનગર181 ટીમ
ચોવીસ કલાક મહિલા સુરક્ષા માટે “અભયમ” તરીકે કાર્યરત સેવા
જામનગર ( ભરત ભોગાયતા)
મહિલાઓ માટે આશીર્વાદરૂપ ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન દ્વારા અનેક બહેનોની મદદ કરી છે સગીરા યુવતિ મહિલા વૃદ્ધાઓ માટે ચોવીસ કલાક સજ્જ રહે છે જેમાં કાઉન્સેલર મહિલા કોન્સ્ટેબલ ડ્રાયવર ખડેપગે હોય છે જામનગરમા અને જિલ્લામા આ સેવાઓ બહેનો મહિલાઓ વૃદ્ધાઓ ની કોઇ પણ અસલામતિ ઘરેલુ હિંસા મારઝુડ ગુમ થાય ભુલા પડે છેડતી ભય માનસિક અસંતુલન સર્જાય વગેરે અનેક સંજોગોમા સૌરાષ્ટ્ર કચ્છના કો ઓર્ડીટેનર તુષાર બાવરવાના સઘન માર્ગદર્શન મોટીવેશન અને ઇન્સ્પાયરેશન હેઠળ ટીમ ૧૮૧ જામનગર પ્રસંશનીય કામગીરી કરી રહ્યાનો લોકોનો અભિપ્રાય છે
અવો વધુ એક કિસ્સો ધ્યાનમા આવ્યો છે જેની મળેલી વિગત મુજબ ગતતા-17/12/2022 ના રોજ કોઈ સજ્જન દ્વારા 181 માં ફોન કરી જણાવેલ કે કોઈ માજી છે જે વ્યવસ્થિત બોલી શકતા નથી તેમ જ એક આંખે અંધત્વ પણુ ધરાવે છે એ ક્યાંના છે એ ખબર નથી તેઓને મદદની જરૂર છે
જેથી181 ટીમ સ્થળ પર પહોંચી એમની સાથે પરામર્શ કરતા જાણવા મળેલ કે આ માજી ને પેરાલીસીસ ની તકલીફ હોવાથી તેઓ વ્યવસ્થિત બોલી શકતા નથી તેમની ભાષા સમજાતી ન હતી તેમજ વૃદ્ધા એક આંખે અંધત્વ પણું ધરાવતા હોય અને તેમની માનસિક સ્થિતિ થોડી સારી ના લાગતા તેવો મંદિરે દર્શનના બહાને ઘરેથી નીકળી ગયા લાગે છે વૃદ્ધ માજીની પરિસ્થિતિને જાણીને તેમની સાથે પરામર્શ કરતા તેમનું એડ્રેસ નામ વગેરે જાણવાની કોશિશ કરતા માજી અલગ અલગ એડ્રેસ જણાવતા હોય ત્યારબાદ ,તેમની પાસે રહેલ નાના બટવા ને જોતા તથા અંદરથી તપાસતા એક નાની ડાયરી મળેલ, જેમાં કોઈ ફોન નંબર લખેલ હતો તે નંબર પર ફોન કરતા સામેના વ્યક્તિ માજીના દૂરના સગા (ભાઈ)વાત કરતા હોય તેવું જણાવેલ હોય છે,
ત્યારબાદ તે દૂરના સગા કોઈ (ભાઈ )તેમની સાથે ફોન પર કાઉન્સિલિંગ કરેલ તેમજ માજીનું નામ એડ્રેસ ઘરનો કોન્ટેક નંબર વગેરે મેળવેલ તેમજ તે દૂરના સગા (ભાઈ) ને વીડિયો કોલ કરીને માજી ને બતાવેલ હોય ત્યારબાદ જણાવેલ કે માજી જામનગર સીટીના જ હોય અને તેઓ વહેલી સવારના ઘરેથી દર્શનના બહાને નીકળી ગયેલ હોય છે તેમજ તેમના ઘરના કોન્ટેક નંબર પર ફોન કરેલ તો તેઓ માજીના સગા ભાઈ વાત કરતા હોય છે અને તેમની પાસેથી ઘરનું વ્યવસ્થિત એડ્રેસ જાણેલ તેમજ વૃદ્ધા માજી ને તેમના ભાઈ તેમજ ભાભીને સોંપેલ અને ૧૮૧ ની ટીમ ત્યાંથી પરત ફરેલ અને વૃદ્ધ માજીના ભાઈ તેમજ ભાભી એ 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ
@______________________
BGB
GOV.ACCRE.
JOURNALIST
JAMNAGAR
8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024