મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની વધુ બે મહત્વની જોઇન્ટ કમીટીમાં નિમણુંક કરતી કેન્દ્ર સરકાર
News Jamnagar December 25, 2022
સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની વધુ બે મહત્વની જોઇન્ટ કમીટીમાં નિમણુંક કરતી કેન્દ્ર સરકાર
સતત બે ટર્મથી લોકપ્રિય MP પ્રજાથી પાર્લામેન્ટ સુધી વિવિધ ક્ષેત્રોના જાણકાર શ્રી પૂનમબેન લોકહિત-સંગઠન-સરકાર ત્રણેયનો કરે છે સરાહનીય સમન્વય
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતત બે ટર્મથી લોકપ્રિય સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ ની વધુ બે જોઇન્ટ કમીટીમા કેન્દ્ર સરકારશ્રી દ્વારા નિમણુંક કરવામાં આવી હોય કેન્દ્ર સરકારશ્રી દ્વારા સાંસદ શ્રી પૂનમબેન ને સોંપવામાં આવતી મહત્વની જવાબદારીઓ થી વધુ એક યશકલગી ઉમેરાઇ છે
૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની લોકપ્રિયતા તેમજ વ્યાપક લોકસંપર્ક અને ઉંડાણપુર્વકના પ્રજા જીવન અને તેમની પ્રગતી અને સુખાકારીની જરૂરીયાત અંગેના તલસ્પર્શી અભ્યાસ ની એક આગવી શૈલી ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીનુ સઘન માર્ગદર્શન છે કે સંસદસભ્યો તેમના વિસ્તારના વિકાસ-પ્રગતિ માટે વધુ ને વધુ સક્રિય રહે તેનુ સંપુર્ણ પાલન કરવાની કટીબદ્ધતાના કારણે કેન્દ્ર સરકારશ્રી દ્વારા ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમને મહત્વની બે જોઇન્ટ કમીટીઓમાં નિમણુંક આપવામાં આવી રહી છે
ઉલ્લેખનીય છે કે દરેક નિમણુંકને ૧૨-જામનગર લોકસભાના સાંસદ શ્રી પૂનમબેન પુરતો ન્યાય આપી નિમણુંકને સાર્થક કરી રહ્યા છે તેવા પ્રતિભાવો મળી રહ્યા છે ત્યારે
૧૨-જામનગર લોકસભાના લોકપ્રિય સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની,કેન્દ્ર સરકારશ્રી દ્વારા મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટીઝ સુધારા બીલ અને જન વિશ્ર્વાસ જોગવાઇઓ સુધારા બીલની જોઇન્ટ કમીટીમા નિમણુંક કરવામા આવી છે
જામનગર અને દ્વારકા જિલ્લાથી માંડી ગુજરાતભરમાંથી તેમજ અન્ય રાજ્યો તેમજ નવી દિલ્હીમાંથી તેઓને ટેકેદારો-સગા-સ્નેહીઓ-વડીલો-સંતો-મહંતો- પ્રસંશકો-સમર્થકો- સંસદીય વિસ્તાર સહિતના અનેક જુદા જુદા વિસ્તારના નાગરીકો-મહિલા સંસ્થાઓ અને આગેવાનો-વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વ્યવસાયીઓ-પક્ષના હોદેદારો અને કાર્યકર્તાઓ સહિત ઠેર ઠેર વ્યાપક જનસમુદાયમાંથી ઉમળકાભેર અભિનંદન અને શુભકામનાઓ પાઠવાઇ રહી હોવાનુ જાણવા મળ્યુ છે
હાલ સાંસદ શ્રી પૂનમબેન સંસદના શિયાળુ સત્રમાં નવી દિલ્હીમાં હોવાની સાથે સાથે જામનગર અને દ્વારકા જિલ્લાઓના આમ જોઇએ તો ૧૨-સંસદીય એટલેકે ઓખાથી આમરણ સુધીના વિસ્તારની જે જે બાબતો અંગે કેન્દ્ર સરકારશ્રી તરફથી સુવિધાઓના નિર્ણય થવાના હોય તેવા તમામ વિષયો માટે પ્રજાજનોની જુદી જુદી રજુઆતોને કેન્દ્ર સરકારશ્રીના લગત વિભાગોમાં રૂબરૂ પહોંચાડવી તેમજ ત્યા પણ લોકોની મુલાકાત તેમજ રજુઆતો સાંભળવાની બાબતે તેઓ સતત સક્રિય રહેતા હોવાની બાબત એ રાજકીય વિશ્ર્લેષકો તેમની લોકપ્રિયતાની પારાશીશી માને છે
ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમીટીના મેમ્બર ઉપરાંત સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ કમીટી ઓન પબ્લીક અંડરટેકીંગ- સ્ટેન્ડીંગ કમીટી ઓન ઇન્ડસ્ટ્રી-સ્ટેન્ડીંગ કમીટી ઓન વુમન એમ્પાવરમેન્ટ- કન્સલ્ટેટીવ કમીટી ઓન મીનીસ્ટ્રી ઓફ સીવીલ એવીએશન- ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ( એઇમ્સ-રાજકોટ) અને ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન ના મેમ્બર તરીકે મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા છે જેમા વધુમાં આ બે જોઇન્ટ કમીટીઓમાં નિમણુંક થઇ છે
સતત બે ટર્મથી લોકપ્રિય MP પ્રજાથી પાર્લામેન્ટ સુધી વિવિધ ક્ષેત્રોના જાણકાર શ્રી પૂનમબેન લોકહિત-સંગઠન-સરકાર ત્રણેયનો કરે છે સરાહનીય સમન્વય કરે છે તેમજ તેઓ વાંચન અભ્યાસ અને સંશોધન માટે પણ વ્યસ્ત રહેતા હોય છે અને ભાષાઓ ઉપરનુ તેમનુ પ્રભુત્વ અદભૂત છે ખુબીની વાત એ છે કે ગ્રામ્ય જીવન ને સુપેરે જાણનારા શ્રી પૂનમબેન સરકારની નિતીઓથી પણ સુપેરે વાકેફ રહે છે તો સંગઠન ના કાર્યોમા હંમેશા સક્રિય રહે છે
@___________________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu.uni.)
gov.accre.journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025