મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન
News Jamnagar January 26, 2023
જામનગર રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન
રાષ્ટ્રીય પર્વે ફરજપરસ્તિની પ્રશસ્તિ નો અનેરો સમન્વય
જામનગર જીલ્લા કલેક્ટરે નિયત અને માન્ય કર્યા મુજબ નુ સન્માનપત્ર આપતા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા
હાલારના ઐતિહાસીક ભૂચરમોરી મેદાન ની ધરા ઉપર ડેપ્યુટી મામલતદાર એ.જી.જાડેજાને બિરદાવાયા
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર જીલ્લા રેવન્યુ વિભાગના કર્મયોગીનુ સન્માન થયુ છે એક તરફ ૨૬ જાન્યુઆરી પ્રજાસતાકના
રાષ્ટ્રીય પર્વે ફરજપરસ્તિની પ્રશસ્તિ નો અનેરો સમન્વય થયો છે
જામનગર જીલ્લા કલેક્ટરે નિયત અને માન્ય કર્યા મુજબ નુ સન્માનપત્ર કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા એ જામનગર જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી ના સ્થળે મંચ ઉપરથી એનાયત કરતા
ઐતિહાસીક ભૂચરમોરી મેદાન ની ધરા ઉપર ડેપ્યુટી મામલતદાર એ.જી.જાડેજાને બિરદાવાયા હતા
જિલ્લા વહીવટી તંત્ર, જામનગર દ્વારા નિયત થયેલા અને કલેક્ટર ડો.સૌરવ પારઘી દ્વારા એપ્રુવ થયેલા સન્માનપત્ર જે
શ્રી એ. જી. જાડેજા જેઓ ડેપ્યુટી મામલતદાર ડી. એમ. શાખા, કલેક્ટર કચેરી જામનગર ખાતે ફરજ બજાવે છે તેમને અપાયુ તેમા લખ્યુ છે કે ગુજરાત સરકારશ્રી દ્વારા લોકાભિમુખ વહીવટ દ્વારા જનકલ્યાણની નેમ ને પાર પાડવાના ઉમદા આશય માટે મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી તેમજ રાષ્ટ્રીય કામગીરી આપના દ્વારા ઉત્કૃષ્ટ રીતે નિભાવી કર્તવ્યનિષ્ઠા તેમજ કાર્યદક્ષતા દર્શાવેલ છે જે ખરા અર્થમાં સરાહનીય છે. આપના ઉત્કૃષ્ટ કાર્ય બદલ આપને આ સન્માનપત્ર એનાયત કરવામાં આવે છે.
આપે બજાવેલ ફરજ બદલ આપ અભિનંદનને પાત્ર છે. આપની કારકીર્દીમાં સફળતા પ્રાપ્ત કરો અને ઉત્તરોતર પ્રગતિ કરો તેવી શુભેચ્છા પાઠવું છું.તેમ જીલ્લા કલેક્ટરે નોંધ્યુ છે
નોકરી અસંખ્ય કર્મચારીઓ અને અધીકારીઓ કરે છે ત્યારે દરેકનુ કામ બોલે છે અરજદાર સાથેના ડીલીંગથી માંડી ઉપરી અધીકારીઓ વિભાગના વડા જીલ્લાના વડા સહિત અધીકારીઓની કસોટી ઊપર ખરૂ ઉતરાય તે મુજબ નો સુઘડ વહીવટ કરવો તે સહેલુ નથી જે કર્મચારીઓ પારદર્શીતા પ્રમાણીકતા અને પ્રેરક રીતે ફરજ બજાવે છે તેમના માટે તેમનુ કામ જ આનંદ હોય છે માત્ર નિષ્ઠા કે ધગશથી નથી ચાલતુ પરંતુ જે જવાબદારી હોય તે વિભાગને લગતા કાયદા ના રેફરન્સ એસ.ઓ. મુજબ સ્પષ્ટ જોગવાઇઓ તેમજ નોંધ મુકવી ફાઇલ પુટઅપ કરવા સાથે સંદર્ભો ચુકાદા વગેરે મુકવા સરકારની પ્રવર્તમાન નિતિ અંગેના ઠરાવ પરિપત્રો ના તેમજ અગાવની નોંધ ના સ્ટડી કરવા જાહેરનામાઓ બાબતે સતર્કતા હીયરીંગ વખતેની સંપુર્ણ નોંધ કરવી કામના નિકાલની મર્યાદા નુ પાલન કરવુ તેમજ વખતો વખતનુ માર્ગદર્શન એ દરેક મળી ને કર્મચારી કર્મયોગી બને છે માટે દરેક પાસાઓ ની જાણકારી મેળવતા રહેવા સાથેની અભ્યાસપુર્વકની ફરજ જરૂરી છે ત્યારે જામનગર જીલ્લા રેવન્યુ વિભાગમા મેજીસ્ટેરીયલ બ્રાંચના ડેપ્યુટી મામલતદાર અનિરૂદ્ધસિંહ તેમના નોલેજ સાલસ સ્વભાવ નિયમિતતા ફરજનિષ્ઠા સંકલન કરવુ અન્ય સ્ટાફ સાથે હળીમળીને રહેવુ માર્ગદર્શન લેવુ અને આપવુ અધીકારીઓનુ રીસ્પેક્ટ જાળવવુ વગેરે માટે ઉભરી આવેલા છે તેમના સ્તુત્ય સન્માન બદલ સૌ અભિનંદન પાઠવી રહ્યા છે
@______________
BGB
b.sc.,ll.b.,d.n.y.( guj.aayu. uni.)
gov.accre. Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે...
મંત્રીએ કલેકટર બી.એ.શાહની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના કામો, સુજલામ સુફલામ યોજના, વોટરશેડ યોજના,ક્ષારઅંકુશ, સિંચાઇ વિભાગ, સૌન...
May 27, 2023