મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મંત્રીઓ હર્ષભાઇ-મુળુભાઇ સાંસદ પૂનમબેન એ દ્વારકાધીશજીના અને ગુરૂ ભગવંતોના કર્યા દર્શન
News Jamnagar February 21, 2023
મંત્રીઓ હર્ષભાઇ-મુળુભાઇ સાંસદ પૂનમબેન એ દ્વારકાધીશજીના અને ગુરૂ ભગવંતોના કર્યા દર્શન
જામનગર ( ભરત ભોગાયતા)
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ભગવાનશ્રી દ્વારકાધીશનું પૂજન – અર્ચન કરી ધન્યતા અનુભવી હતી તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા માહિતી કચેરીના સ.મા.નિ. નરેશભાઇ ના માર્ગદર્શન હેઠળ માહિતી મદદનીશ વૈશાલી રાવલીયાએ અહેવાલ બનાવ્યો તો ગોજીયાભાઇએ આ આસ્થામય ક્ષણોને કચકડે કંડારી હતી
વિગતવાર અહેવાલ જોઇએ તો
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીએ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ થીપૂજન – અર્ચન સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું.
એ પહેલાગૃહ રાજય મંત્રીશ્રીનું સ્થાનિક અધિકારી પદાધિકારીઓ દ્વારા હેલિપેડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે ધારાસભ્યશ્રી પબુભા માણેક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે, દ્વારકા નગરપાલિકા પ્રમુખશ્રી જ્યોતિબેન સામાણી, દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી,દ્વારકા નગર ભાજપ પ્રમુખ વિજયભાઈ બુજડ સહિતના જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંતદ્વારકા નજીક બરડીયા પાસેના દ્વારિકા નેમી જિન તીર્થના મહોત્સવમાં પણ ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી પહોંચ્યાહતા અને યુવાઓને સાચી દિશામાં લઈ જવાનું કાર્ય ગુરુ ભગવંતો જ કરી શકે છે તેમ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી એ જણાવ્યુ હતુ
ત્યા પણ ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાનું સ્વાગત કરાયું હતુ
ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકાથી થોડા અંતર પર આવેલા બરડિયા ગામ નજીક નિર્માણ પામેલા દ્વારિકા નેમિજીન તીર્થ (બાવન જિનાલય) જૈન તીર્થના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, સાંસદ શ્રી પૂનમ બહેન માડમ, ધારાસભ્ય શ્રી પબુભા માણેક સહિતના ઊપસ્થિત રહ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નેમિનાથ જૈન દેરાસરએ અદભુત છે. ટુંકા સમય ગાળામાં જ દેરાસરનું નિર્માણ થયું તે ખૂબ જ સરાહનીય છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે દુષણો દૂર કરવા, યુવાઓને સાચી દિશામાં વાળવાનું કામ માત્ર ગુરુ ભગવંતો જ કરી શકે છે. ગુરુ ભગવંતોના માર્ગદર્શનનાં લીધે યુવાઓને સાચી દિશા મળી રહી છે. ત્યારે આપણે ઈશ્વર શક્તિનો સંપૂર્ણ સદુપયોગ કરવો જોઈએ.
મંત્રીશ્રીએ આગળ જણાવ્યું કે, ડ્રગ સામેની લડાઇ એ સામાન્ય નથી. ગુજરાત પોલીસે ડ્રગ આવતું રોક્યું અને હજુ પણ વધુ મજબૂતીથી આ દિશામાં આગળ વધીશું. ઉપરાંત સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પણ લોકો લે તેમ અંતમાં કહ્યું હતું. આ તકે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
@____________________
b.sc.,ll.b.,d.n.y.(guj. aayu. uni.)
gov. accre. Journalist
jamngar
8758659878
bhogayatabharat@gmail.com
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024