મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ધર્મગુરૂ શહેરાવારા સાંઈ ના સાનિધ્ય માં સમસ્ત સિંધી સમાજ ઇષ્ટદેવ ની ભક્તિ માં લિન થયો
News Jamnagar March 21, 2023
જામનગર
જય જય ઝુલેલાલ ના ચોમેર નારા સાથે સિંધી ઝમટ પર સમાજ ઝુમી ઉઠ્યો
જામનગર સિંધી સમાજ ના નેજા હેઠળ ગત રવિવારે SSW સાંઈ પરિવાર – જામનગર દ્વારા વેલકમ ચેટીચંડ મહોત્સવ નું સમસ્ત સિંધી સમાજ માટે આયોજન કરાયુ હતું જે કાર્યક્રમ ને લઈ સિંધી સમાજ ના ધર્મગુરુ ભગવાન શ્રી ઝુલેલાલ જી નાં પરમ ઉપાસક પૂજનીય સંત શ્રી સાંઈ શહેરાવાલે જી ના આગમન ને લઈ શ્રદ્ધા સાથે સાંઈ જી ની પધરામણી ને લઈ આતુરતા માં રહેલ સિંધી સમાજ વચ્ચે શમી સાંજે જામનગર પધાર્યા હતા. જેમાં ઝુલેલાલ મંદિર જુના રેલ્વે સ્ટેશન ખાતે ઝુલેલાલ મંડળ સહિત સમાજ ના હોદેદારો આગેવાનો દ્વારા સાંઈ જી નું સ્વાગત કરવામાં આવ્યું
ત્યારબાદ કાર્યક્રમ ની રૂપરેખા એ શહેર નાં પવનચક્કી સર્કલ ખાતેથી મોટી સંખ્યા માં સમાજ ના યુવા ભાઈઓ બહેનો વડીલો પદયાત્રા સાથે શોભાયાત્રા માં જોડાયા હતા શોભાયાત્રા ની શાનદાર રેલી થી ચો મેર જય ઝુલેલાલ-જય ઝુલેલાલ ના નારાઓ સાથે વાતાવરણ ખીલી ઉઠ્યું હતું આ શોભાયાત્રા માં સૌ નાચી ઝુમી ઉઠ્યા અને શહેરાવાળા સાંઈ જી નું ફૂલો ની વર્ષા સાથે શાહી અંદાજ માં સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ની શરૂઆતે પૂજનીય શહેરાવાળા સાંઈ જી દ્વારા પરંપરાગત ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ જી નાં સ્તુતિ આરાધના સાથે વિધિવત ઇષ્ટદેવ નું સ્વરૂપ ભેરાણા સાહેબ પૂજન અર્ચન કરી સત્સંગ – પ્રવચન નું કાર્યક્રમ શ્રી ગણેશ કરાયું હતું. જેમાં ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ જીવની ચરિત પ્રવચન સમાગમ માં સમસ્ત સિંધી સમાજ ઇષ્ટદેવ ની ભક્તિ માં લિન થઈ ભાવવીભોર બન્યું હતું. સાંઈ જી ના સત્સંગ ભજન થી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા.જામનગર સિંધી સમાજ ના વિખ્યાત કલાકાર સિંગર વિનુભાઈ જાંગિયાણી અને તેની સમગ્ર ટીમ દ્વારા ભાત ભાત ના સંગીત થી સૌ ને રીઝવ્યા હતા જેમાં સિંધી તાલ ઝમટ પર સારો સિંધી સમાજ જૂમી ઉઠયો સમગ્ર ભક્તિમય જશ્ન સાથે સમસ્ત સિંધી સમાજ દ્વારા આ સમાગમ ની ઉજવણી કરાઇ
SSW સાંઈ પરિવાર જામનગર દ્વારા આયોજિત વેલકમ ચેટીચંડ ૨૦૨૩ સાથે સમાગમ ના ની વેળાએ સમાજ ના ચેરમેન તથા પૂર્વ શહેરી વિકાસમંત્રી પરમાનંદ ખટ્ટર – પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી સેક્રેટરી કિશોર સંતાણી સહિત સમગ્ર સિંધી સમાજ ની ટીમ હાજર રહ્યા હતા.અને સમાજ માં આ વેલકમ ચેટીચંડ મહોત્સવ ની ઉજવણી થી સિંધી સમાજ ના ઇષ્ટદેવ ઝુલેલાલ જી ના જન્મજયંતી ચેટીચંડ ની ઉજવણી માં ચાર ચાંદ લાગ્યા ની વિશેષ શુભેરછાઓ આયોજક ને પાઠવવામાં આવી હતી અંતે આ કાર્યક્રમ ને રૂડો બનાવવા સમસ્ત સિંધી સમાજ ની જુદી જુદી પંચાયતો ની સમાનતા માં એકતા ની મિસાઈલ બની સૌ પોતાના ઇષ્ટદેવ પ્રત્યે ની એકગ્રતા શ્રદ્ધા સાથે SSW સાંઈ પરિવાર ના સૌ જવાનો ભાઈઓ બહેનો એ ફાળવેલ સેવા ખંત મહેનત ને સમસ્ત સિંધી સમાજે આ અવસરે બિરદાવી હતી.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024