મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હાલારમા આધારકાર્ડ સેન્ટરો નિરાધાર હોઇ ઠેર ઠેર કકળાટ વિદ્યાર્થીઓ વાલીઓ વૃદ્ધો સૌ હેરાન--સેન્ટરો ઉપર ભુલાઇ માનવતા
News Jamnagar March 25, 2023
સરકારને બધે જ આધાર લીંક કરાવવા છે પરંતુ આધાર ના જ ઠેકાણા નથી
સેન્ટરો વધારો કા વધુ સીસ્ટમ્સ ને વધુ સ્ટાફ મુકો
પ્રાજાની પરેશાની સમજો તો ગતિશીલતા આવશે મારા સાહેબ
જામનગર
“મારો આધાર મારી ઓળખ ” પરંતુ છેલ્લા કેટલાય સમથી આ ઓળખ છોિન્ન ભીન્ન થઇ ગઇ છે રફેદફે થઇ ગઇ છે કેમકે હાલારમા આધારકાર્ડ સેન્ટરો નિરાધાર હોઇ ઠેર ઠેર કકળાટ જોવા મળે છે તેમજ
વિદ્યાર્થીઓ વાલીઓ વૃદ્ધો સૌ હેરાન થાય છે કેમકે સેન્ટરો ઉપર માનવતા જોવા મળતી નથી એકબાજુ સરકારને બધે જ આધાર લીંક કરાવવા છે પરંતુ આધાર ના જ ઠેકાણા નથી તો લોકો કેમલીંક અપ કરશે?? તે સવાલ છે કેમકે પાન કાર્ડ ચુંટણી કાર્ડ આધારકાર્ડ વગેરે દરેક મા એક સરખુ જ નામ જોઇએ સરનામુ સેઇમ જોઇએ તે સુધારા કરવા પણ કપરા બની ગયા છે માટે લોકોની માંગ છે કે સેન્ટરો વધારો કા વધુ સીસ્ટમ્સ ને વધુ સ્ટાફ મુકાય તે જરૂરી છે તેમજ
પ્રાજાની પરેશાની સમજો તો ગતિશીલતા આવશે મારા સાહેબ તેવા પોકાર ઉઠ્યા છે
દરમ્યાન જામનગર શહેર માં આવેલ આધારકાર્ડ સેન્ટરો માં અમુક જ સેન્ટરો કાર્યયત હોઈ તે બાબતે જીલ્લા કલેક્ટરને રજુઆત થઇ છે
હાલ વિદ્યાર્થીઓ ના નવા વર્ષે ના એડમિશન ની કામગીરી શરૂ થઇ રહી હોય તેવા વિદ્યાર્થીઓ ના આધારકાર્ડ ખૂબ અગત્ય હોઈ તેવા વાલીઓને સહેલાઈથી થી આધાર કાર્ડ મળી રહે તેવી સૌ ને આશા હોય તે સ્વાભાવિક છે
ઐક વાલીની વિતક કથા એમના શબ્દોમાં જોઇએ તો…….”સાહેબ તારીખ 24મી માર્ચ ના હૂં મારા છોકરા ના આધારે કાર્ડ ના ઉપડેર્ટ માટે લાલબંગલો ખાતે આવેલા સેન્ટર ની મુલાકત લીધી તેમાં એવો જોવા મળ્યો કે તારીખ 5 સુધી નવા ટોકન આપવામાં નહિ આવે ત્યાર પછી આવો .
જિલ્લા પંચાયત ના સેન્ટર પર ગયો તેમને એવું કીધું સવારે 10 થી 10.30 જ ટોકન આપવામાં આવશે.
Boi .બેંક માં તો એકજ વ્યક્તિ છે જે કાર્ડ નું કામ કરે છે તેને ફેક્ચર થઇ ગયો છે તેથી કામગિરીબંધ થઈ છે આવે તયારે ચાલુ થશે.
કોટક બેંક માં કામગરી ચાલુ છે સોમવારે થઈ ટોકન આપવામાં આવશે.
Icic.staf ના અભાવે આ આ કામગિરી થતી નથી.
Bob બેંક પટેલ કોલોની શેરી ની2 માં તો છેલ્લા એક મહિના ના સમય થી કામગીરી બંધ છે
Indusind bank માં તો છેલ્લા ત્રણ મહિના થી સ્ટાફ ના આભાવે આ આધારકર્ડ ની કામગીરી બંધ થઈ છે તેમ જણાવેલ છે
Hdfc bank .માં છેલ્લા 4મહિના થી કામગીરી બંધ છે .
સેવા સદન માં એક્ જવ્યક્તિ કામ કરે છે અને તે પણ લિમિટેડ ટોકન આપવામાં આવે છે .”
હાલ સ્કૂલ માં નવા એડમિશન માટે આધારકાર્ડ આપવામાં આવે છે .જો આધારકર્ડ ના હોઈ તો એડમિશન શક્ય નથી .તેવા સંજોગોમાં માં આધાર કાર્ડ બનાવાની પ્રક્રિયા ઝડપી અને સરળ થાય તે માટે જુના સેન્ટરો અથવા નવા બીજા આધાર કાર્ડ સેન્ટરો શરૂ કરવા માંગ ઉઠી છે
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024