મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
60ના દાયકાના મહાન ઓલરાઉન્ડર દેશના પ્રથમ અર્જુન અવોર્ડ વિજેતા જામનગરી સલીમ દુરાનીની ચીર વિદાય. સિક્સર ના શહેનશાહ કરોડો ક્રિકેટ ચાહકોના દિલમાં હમેશા યાદ રહેશે.
News Jamnagar April 03, 2023
જામનગર
જામનગરના ગૌરવ અને ક્રિકેટ જગતના સિક્સરના બેતાજ બાદશાહ અને ભારતના સર્વપ્રથમ અર્જુન એવોર્ડ જીતનાર ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર શ્રી સલીમ દુરાની સાહેબ નું ઇન્તેકાલ થયું છે.અલ્લહ તેમને જન્નત નસીબ ફરમાવે,અલ્લાહ તેમની મગફિરત ફરમાવે આમીન…
સલીમ દુરાની ઉર્ફે પ્રિન્સ સલીમ ઉર્ફે સલીમ અઝીઝ દુરાની :
ક્રિકેટ જગતનો સૌથી પહેલો અફઘાની ક્રિકેટર જે વર્ષો પહેલા ભારત તરફથી ટેસ્ટક્રિકેટ રમ્યો.*
.
સલીમ અઝીઝ દુરાનીનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ કાબુલ, અફઘાનિસ્તાનમાં થયો હતો.*
તેના જન્મ પછી સલીમના ક્રિકેટર પિતા આઠ મહિનામાં જ કરાંચી રહેવા આવી ગયેલા*
.
સલીમના પિતા, અબ્દુલ અઝીઝ, પોતે એક સારા વિકેટકીપર અને સારા ક્રિકેટર હતા.*
*૧૯૩૫માં* *નવાનગર(જામનગર)ની ક્રિકેટટીમ કરાંચી મેચ રમવા ગઈ હતી ત્યારે નવાનગરની ટીમના કેપ્ટન હતા મહારાજા પ્રતાપસિંહ તેઓએ* *સલીમ દુરાનીના પિતાની પ્રતિભાને પારખી લીધી..*.
*નવાનગર પાછા આવીને* *મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહને “અબ્દુલ અઝીઝ”ને જામનગર* *બોલાવીને પોતાની ટીમના કાયમી સભ્ય બનાવવાની ભલામણ કરી*
.
*”અબ્દુલ અઝીઝ”ને જામનગર બોલાવી તેમને જામનગરમાં પોલીસ ઇન્સ્પેક્ટરની નોકરી આપી*
*સલીમ દુરાનીના દાદા અને નાના બંનેય* *જામસાહેબના લશ્કરમાં હતા…* *સાથેસાથે સલીમના દાદા* *સુકામેવાની દુકાન ધરાવતા…**જેમના મુખ્ય અને કાયમી ગ્રાહક* *કાઠિયાવાડના મહારાજા હતા*
.
*અબ્દુલ અઝીઝ”ને* *૧૯૩૫-૩૬માં C K* *નાયડુની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની “અન ઓફિશિયલ* *ટેસ્ટમેચ” રમવાનો મોકો મળેલો*
.
*૧૯૪૭માં ભારતના ભાગલા સમયે “અબ્દુલ અઝીઝે” પાકિસ્તાન રહેવાનું પસંદ કર્યું… જયારે સલીમની માતાએ સલીમ સાથે જામનગરમાં રહેવાનું પસંદ કર્યું.*
*વિનુ માંકડ સલીમની માતાને માલતીકાકી કહેતા.*
.
*જન્મે સલીમ જમોડી પણ તેના પિતાની ઈચ્છા તેને ડાબોડી બેટ્સમેન બનાવવાની હતી તેથી નાનપણમાં ઘરમાં ક્રિકેટની પ્રેકટીસ સમયે સલીમનો જમણો હાથ બાંધી અને તેને રમવાની પ્રેકટીસ કરાવેલી.*
.
*સલીમની માતા વિકેટકીપર બનતી અને પિતા બોલર.*
*અને ભારતીય ક્રિકેટટીમને એ જમાનાનો સફળ ડાબોડી બોલર અને સફળ ડાબોડી બેટ્સમેન સાંપડયો.*
.
*૧૯૫૩માં સલીમે સૌરાષ્ટ્રની ટીમમાંથી રણજીટ્રોફી રમવાની શરૂઆત કરી…*
*બીજા જ વર્ષે ૧૯૫૪માં સૌરાષ્ટ્રની ટીમ છોડીને ગુજરાતમાંથી રણજીટ્રોફી રમવાની શરૂઆત કરી.*
*૧૯૫૬માં ઉદયપુરના મહારાજના ખાસ આમંત્રણે સલીમે રાજસ્થાનથી રણજીટ્રોફી રમવાની શરૂઆત કરી.*
*૧૯૬૦ના દસકામાં રાજસ્થાનની સાત વખત રણજીટ્રોફીના ફાયનલ સુધી પહોંચી દરેક વખતે મુંબઈ સામે હારી હતી.*
.
*છેક ૧૯૬૦માં ભારતની ક્રિકેટટીમના એક ઓલરાઉન્ડર સભ્ય તરીકે સલીમને રમવાનો મોકો મળ્યો.*
*હજુ કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટમેચમાં સ્પિનર જસુ પટેલના અકલ્પનિય દેખાવના કારણે ભારતની ક્રિકેટટીમ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત ટેસ્ટમેચ જીતી હતી.*
*જસુ પટેલે એ મેચમાં પહેલા દાવમાં ૯ વિકેટ સાથે આખીયે મેચમાં કુલ ૧૪ વિકેટ લીધી હતી.*
*અચાનક જ ત્રીજી મેચના પ્રારંભે જસુ પટેલને ફૂડ પોઈઝનીંગ થવાના કારણે મેચમાંથી પડતા મુકાયા*
*અને “સલીમ દુરાનીને પહેલી જાન્યુઆરી ૧૯૬૦ના દિવસે ટેસ્ટકેપ મળી.”*
.
*૧૯૬૧-૬૨ની ઘરઆંગણાની ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં દુરાનીના શાનદાર પ્રદર્શને કલકત્તા અને મદ્રાસમાં ખેલાયેલી અનુક્રમે ચોથી અને પાંચમી ટેસ્ટમેચ ભારત જીતી ગયુ અને સાથેસાથે સૌપ્રથમ વખત ભારતે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ જીતી લીધી.*
*જેનો શ્રેય દુરાનીને આપવો રહ્યો.*
*કલકત્તા ટેસ્ટમાં દુરાનીએ ૮ વિકેટ મેળવી અને મદ્રાસ ટેસ્ટમાં ૧૦ વિકેટ મેળવી હતી.*
.
*વર્ષ ૧૯૭૧માં પોર્ટ ઓફ સ્પેઇનના મેદાનમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ પર મેળવેલા ઐતિહાસિક વિજયમાં દુરાનીનો મોટો ફાળો રહ્યો…*
*બીજા દાવમાં અણીના સમયે દુરાનીએ લોઇડ અને સોબર્સ બંનેની વિકેટ સસ્તામાં ઝડપી લીધી*
*જેના કારણે ભારત વેસ્ટ ઇન્ડિઝ સામેની એ મેચ જીતી ગયુ અને વેસ્ટ ઇન્ડિઝ સામે સૌ પ્રથમ સિરીઝ પણ જીતી ગયું.*
*સલીમ દુરાનીને વર્ષ ૧૯૬૨માં “અર્જુન એવોર્ડ” અપાયો…*
*અર્જુન એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ ક્રિકેટર સલીમ દુરાની !*
.
*સલીમ દુરાનીના પરગજુ સ્વભાવના કારણે ભારતીય ક્રિકેટરોએ તેને “પ્રિન્સ”નું બિરુદ આપેલું.*
*ડ્રેસિંગરૂમમાં અને મેદાન પર ક્રિકેટરો તેને “પ્રિન્સ”ના નામે જ બોલાવતા.*
.
*૧૯૭૨-૭૩ની ચોથી ટેસ્ટમાં દુરાનીને ટીમમાંથી પડતો મુકાયો.*
*ત્યારે “No Durani No Test” બેનરો કાનપુરમાં લાગ્યા અને ના છૂટકે ટીમ મેનેજમેન્ટને દુરાનીનો સમાવેશ ટીમમાં કરવો પડ્યો.*
*કદાચ ક્રિકેટ જગતના ઈતિહાસમાં આ પહેલો અને છેલ્લો બનાવ હતો કે જેમાં પ્રેક્ષકોના આગ્રહે કોઈ ખેલાડીને ટીમમાં લેવાની ટીમ મેનેજમેન્ટને ફરજ પડી હોય.*
.
*જયારે આજના જેવા ફાસ્ટ ક્રિકેટનો જનમ પણ નહોતો થયો એ જમાનાનો ધૂઆંધાર ખેલાડી.*
*ટેસ્ટક્રિકેટના જમાનામાં રમતી વખતે મેદાનમાં જે ટેન્ટમાંથી “વી વોન્ટ સિક્સર”ની માંગણી થતી એ ટેન્ટમાં અચૂક સિક્સર લગાવતો.*
*ટેસ્ટ જગતમાં દુરાની એકમાત્ર એવો ખેલાડી બની રહ્યો કે જે પ્રેક્ષકોની ફરમાઈશ પર જે ટેન્ટમાં “સિક્સર” મારતો.*
*કદાચ આવો એ એકમાત્ર ભારતીય ક્રિકેટર હતો.*
*અને એ જ કારણે પ્રેક્ષકોમાં તે માનીતો બની ગયો હતો.*
.
*જયારે એને લાગ્યું કે હવે ક્રિકેટમાં આપણો ગજ નહિ વાગે ત્યારે તેણે ફિલ્મોમાં નસીબ અજમાવ્યું.
૧૯૭૩ની ફિલ્મ “ચરિત્ર”માં દુરાની અને પરવીન બાબીને એકસાથે લોન્ચ કરાયા.*
*રૂપાલી થિયેટરની બાજુમાં આવેલી બાંકુરા હોટલના ટેબલ પર બેસીને સિગારેટના ધુમાડામાં પોતાના ભવિષ્યની તસવીરો નીરખ્યા કરતી “ચેઇન સ્મોકર” પરવીન બાબીની ફિલ્મજગતની સીડીમાં સલીમ દુરાની એ પહેલું પગથીયું !*
*પણ પુરુષભૂખી પરવીન ફિલ્મજગતમાં ચાલી જ નહિ પણ દોડવા લાગી…*
*જયારે આપણો ઓલરાઉન્ડર એ ક્ષેત્રમાં એક જ ફિલ્મમાં ડૂબી ગયો…*
*અફસોસ ! ક્રિકેટમાં સિક્સરોનો બાદશાહ સલીમ ફિલ્મોમાં એક “સિક્સર” પણ ના લગાવી શક્યો !*
.
*આમ તો સલીમ દુરાનીને દેવાનંદનો “વહેમ” હતો…*
*એ દેવાનંદની જેમ કડક કોલર, મોટા કોલરવાળા શર્ટ પહેરતો અને પહેરેલા શર્ટનો કોલર હંમેશા ઊંચો રાખતો.*
.
૧૯૬૦ થી ૧૯૭૩ સુધી ૨૯ ટેસ્ટ મેચમાં ૫૦ ઇનિંગમાં , ૨૫ રનની એવરેઝથી ૧૨૦૨ બનાવ્યા જેમાં ૧૯૬૨માં વેસ્ટ ઇન્ડિઝ સામે બનાવેલી એકમાત્ર સદી સામેલ છે .
૭૫ વિકેટ ઝડપી અને ૧૪ કેચ કર્યા.
.
૧૯૫૩થી શરુ થયેલી ફર્સ્ટક્લાસ મેચની કેરિયરમાં ૮૫૪૫ રન બનાવ્યા જેમાં ૧૪ સદી અને ૪૫ અડધી સદી સામેલ છે. ૪૮૪ વિકેટ ૧૪૪ કેચ અને ૪ સ્ટમ્પીંગ
પણ સામેલ છે*
*પ્રિન્સ સલીમ , એક જીવંત દંતકથા*
.
*આજે આ મિનિટે સમાચાર આવ્યા કે પોતાની ૮૮ વર્ષની ઉંમરે સલીમ દુરાની જન્નતનશીન થયા છે.*
*સલીમ દુરાનીને હાર્દિક શ્રદ્ધાંજલિ*
*
સ્ક્રિપ્ટ . ચાહક દ્વારા
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025