મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનના મહિલાએ દત્તક લીધું.
News Jamnagar April 17, 2023
જામનગર તા.17 એપ્રિલ*,
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર હેઠળ કાર્યરત શ્રી કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના સ્પેશિયલ ચાઇલ્ડને સ્પેનના સિંગલ મધર દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી બી.એ.શાહની ઉપસ્થિતિમાં બાળકને તેના દત્તક માતાને સોંપવામાં આવ્યું હતું. તેમજ બાળકની તમામ જરૂરીયાતો પૂરી કરવા અને પૂરતી સાર સંભાળ રાખવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.
સ્પેનથી પોતાના પરિવાર સાથે આવેલ મહિલાએ જણાવ્યું હતું કે, મે ક્યારેય નહોતું વિચાર્યું કે હું જામનગરના સ્પેશિયલ ચાઈલ્ડની માતા બનીશ.મારુ માં બનવાનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે. આજનો દિવસ મારા માટે યાદગાર રહેશે. આ તકે તેણીએ કલેકટરશ્રી,જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા અધિકારી, બાળ કલ્યાણ સમિતિ તેમજ કસ્તૂર બા સ્ત્રી વિકાસ ગૃહનો આભાર વ્યક્ત કર્યો હતો. વિકાસગૃહ દ્વારા બાળકને તેની દત્તક માતાને સોંપવામાં આવ્યું તે દરમિયાન તેઓએ બાળકની તમામ જરૂરિયાતની વસ્તુઓ પણ સાથે આપી હતી.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક ક્લેક્ટર બી.એન.ખેર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ. આર. પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર. જે. શિયાર, કસ્તૂરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઇ ડાંગર તેમજ બાળ કલ્યાણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી
સરકારી ફ્રી મેડીકલ ઇનસ્યોરન્સ છે એક સંજીવની બુટી મા અમૃતમ અને આયુષમાન કાર્ડ અંગે સજાગ રહો અને તબીબી સારવાર માટે દસ લાખ સુધી મફત લાભ મેળવો આ લ...
November 26, 2023