મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલે પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી
News Jamnagar May 09, 2023
જામનગર
ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવા, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, નવા વીજ જોડાણની કાર્યવાહી કરવી, વીજવાયરો બદલવા સહિતની કામગીરી કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાઇ*
જામનગર તા.9 મે, જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા કલેકટર બી. એ.શાહની ઉપસ્થિતમાં પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ પીજીવીસીએલના કોઈ પડતર પ્રશ્નો હોયતો તેનો ઉકેલ લાવવો, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, વીજ વાયરો બદલવા, ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવાની કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી કામગીરી કરવા અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તેમાં વાકીયા ગામે સ્મશાનમાં વીજ કનેક્શન આપવું, નાઘુના ગામે ટી.સી. સિફટિંગ કરવું, આમરા ગામે થ્રી ફેઈઝ કનેક્શનની માંગ મુજબ નિયમોનુસાર થ્રી ફેઇઝની લાઇન નાખવી, ટીસી તથા થ્રી ફેઇઝના મીટર નાખવાની કામગીરી કરવી, જે ખેડૂતોએ ટીસી સિફટિંગ અને લોડ વધારા અંગેની અરજી કરી હોય તેઓને ટીઆર ભરાવીને માંગણી મુજબ કાર્યવાહી કરવી, ગોરધનપર ગામે ગોવર્ધન સોસાયટીમાં રહેણાંક મકાનો વધુ આવેલા હોવાથી મોટું ટીસી નાખવું, વાગડીયા ગામે નવી વસાહત હોય ત્યાં જ્યોતિ લાઇટના કનેક્શન આપવા, રણજીતપર ગામે 66 કેવી મંજૂર કરવું સહિતની કામગીરી કરવા પર તેમજ અરજીઓનો ચોમાસા પહેલા નિકાલ કરીને કામગીરી પૂર્ણ થાય તે દિશામાં સુચારું આયોજન હાથ ધરી કામગીરી કરવા મંત્રીશ્રીએ પીજીવીસીએલના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, પીજીવીસીએલના એમડી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024