મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર જિલ્લામાં ટુ- વ્હિલર વાહનો માટેની નવી સીરીઝના ઈ- ઓકસન યોજાશે
News Jamnagar May 09, 2023
જામનગર તા. 09 મે, જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો માટે ટુ- વિહ્લર પ્રકારના વાહનો માટેની નવી સીરીઝ જીજે- 10- ડીક્યુ (DQ) (2W) ના ગોલ્ડન, સિલ્વર નંબર- આમ બંને પ્રકાર વાહનોના ઈ- ઓકસન યોજાશે. જેમાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા. 16/05/2023 થી 29/05/2023 અને ઈ- ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા. 29/05/2023 થી 31/05/2023 રહેશે. તેમજ ઈ- ઓકશનનું પરિણામ આગામી તા. 31/05/2023 ના બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે.
ઉપરોક્ત પ્રકિયામાં ભાગ લેવા વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ- ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ- ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇટ પર લોગ- ઈન કરીને વાહન ખરીદીના દિવસ- 07 ની અંદર ઓનલાઇન સી. એન. એ. ફોર્મ ભરવાનું રહેશે.
વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલા સમયગાળા દરમિયાન 1000 ના ગુણાંકમાં વધારી શકશે. ઈ- ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.
પસંદગીના નંબર મેળવેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ- 05 માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહિ, જેની નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024