મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભારતના ગૃહમંત્રી આવતા હોય સુરક્ષા માટે સજ્જ તંત્ર
News Jamnagar May 17, 2023
ભારતના ગૃહમંત્રી આવતા હોય સુરક્ષા માટે સજ્જ તંત્ર
જામનગરમાં આગામી તા. 19 અને 20 મેના રોજ ‘નો ડ્રોન ફલાય ઝોન‘
જાહેર કરાયો
જામનગર (ભરત ભોગાયતા)
, આગામી તા. 19 અને 20 મે ના રોજ કેન્દ્ર સરકારશ્રીના કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ જામનગર શહેર ખાતે પધારનાર છે. ત્યારે દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રિમોટ સંચાલિત વિમાન જેવા સાધનો, માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો, એરો સ્પોર્ટ્સમાં વપરાતા ઉપકરણો અને SUB- CONVENTIONAL AERIAL PLATFORM ના ગેરલાભ લઇ શકે છે. તેઓ દ્વારા મહાનુભાવની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને હાનિ પહોંચાડી શકે તેવી શક્યતાને નકારી શકાય નહીં.
તેથી, જામનગર શહેરના તમામ વિસ્તારોમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન‘ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કૉપટર, પાવર્ડ એરક્રાફ્ટ, માનવ સંચાલિત માઈક્રો લાઈટ એર ક્રાફટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઈડર, પેરા મોટર, હોટ એર બલૂન તેમજ પેરા જમ્પિંગ ચલાવવા/ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી. એન. ખેર, જામનગર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ હુકમ આગામી તા. 19/05/2023 ના રાતના 08:00 કલાકથી તા. 20/05/2023 ના બપોરના 01:00 કલાક સુધી અમલમાં રહેશે.
ઉપરોક્ત જાહેરનામામાંથી પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોક્ત સંસાધનોને મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ- 1860 ની કલમ- 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેમ આ જાહેરનામુ ફોરવર્ડ કરતા જામનગર જીલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ જલકૃતિ મહેતા એ જણાવ્યુ છે
@_______________
BGB
gov.accre.Journalist
jamnagar
8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024