મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશવ્યાપી મિષ્ટી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો બાલાચડી ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઇ
News Jamnagar June 05, 2023
જામનગર તા.5 જૂન, લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના હેતુથી સમગ્ર વિશ્વમાં તા.5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેના ભાગરૂપે જામનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનિયારાના અધ્યક્ષ સ્થાને બાલાચડી ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બાલાચડી દરિયા કિનારે મહાનુભાવોના હસ્તે મેનગૃવ(ચેર)ના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.દરિયાઈ પટ્ટી વિસ્તારમાં કાંઠા વિસ્તારોનું ધોવાણ અટકાવવા અને દરિયાઈ પવનોને આગળ વધતા અટકાવવામાં મેન્ગ્રુવ(ચેર)ની ભૂમિકા અગત્યની છે.વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી મેનગૃવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમસ – મિષ્ટી કાર્યક્રમનો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.જેમાં ગુજરાતના 11 જિલ્લાઓની 25 સાઇટ પૈકી જામનગર જિલ્લાનાના બાલાચડીનો પણ સમાવેશ કરાયો હતો. ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ મિષ્ટી કાર્યક્રમને વર્ચ્યુઅલ મધ્યમથી નિહાળ્યો હતો.
આ કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પર્યાવરણનું જતન કરવું એ આપણાં સૌની ફરજ છે.સરકાર અને વનવિભાગના પ્રયત્નોથી જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલા ભુચરમોરીના રણમેદાનમાં શહીદ વનનું નિર્માણ થયું છે. અને અત્યારે તે પર્યટન સ્થળ તરીકે વિકસ્યું છે.બાલાચડી ખાતે મેનગૃવના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે તેના થકી દરિયાઈ ધોવાણ થતું અટકશે. આપણાં જીવનમાં વૃક્ષોનું મહત્વ ઘણું છે. દરેક લોકોએ પર્યાવરણનું જતન કરવું જોઈએ અને વધુમાં વધુ વૃક્ષો વાવી આવનારી પેઢીને તેની ભેટ આપવી જોઈએ.કુદરતી વસ્તુઓનો જરૂરિયાતના પ્રમાણમાં ઉપયોગ કરવોએ પણ પર્યાવરણનું જતન છે.
આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક આર સેન્થિલ કુમારન, સ્કવોડ લીડર મહેશ કુમાર, મદદનીશ વન સંરક્ષક પ્રતિક, જોડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાય.એમ.જાડેજા, વિસ્તરણ અધિકારી ગઢીયા,સરપંચ હરદેવશ્રી વાઘેલા, વન વિભાગના અધિકારીઓ, માછીમારો તેમજ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024