મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
વાવાઝોડા આગાહી વખતે શું કરવું અને શું નહીં કરવું તે બાબતે દિશાનિર્દશો જારી કરાયા નાગરિકોએ અફવાઓમાં આવ્યા વિના સલામતી માટે સરકાર દ્વારા આપવામાં સૂચનાઓનું પાલન કરવું
News Jamnagar June 11, 2023
હાલમાં ગુજરાત રાજ્યના કાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું છે. ડિઝાસ્ટર વિભાગ દ્વારા નાગરિકો માટે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી શું-શું કરવું જોઈએ અને શું-શું ના કરવું જોઈએ તેના દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. આ દિશાનિર્દેશોનું પાલન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે.
*વાવાઝોડા પહેલા :*
અફવાઓને અવગણો, શાંત રહો, ગભરાશો નહીં.
આપાતકાલિન સ્થિતિમાં સંપર્ક સાધવા તમારા મોબાઈલ ફોનને
સંપૂર્ણ ચાર્જ કરેલા રાખો; SMS નો ઉપયોગ કરો.
હવામાનના અપડેટ્સ માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ, અખબારો વાંચો.
તમારા દસ્તાવેજો અને કિંમતી વસ્તુઓને વોટરપ્રૂફ કન્ટેનરમાં રાખો.
ખાલી રૂમમાં રહેવાનો પ્રયાસ કરો. જંગમ વસ્તુઓ સુરક્ષિત રીતે બાંધી રાખો.
સલામતી અને બચાવ માટે જરૂરી વસ્તુઓ સાથે આપાતકાલીન કીટ તૈયાર રાખો.
તમારા ઘરને, ખાસ કરીને છતને સુરક્ષિત કરો; જરૂર જણાય તો સમારકામ હાથ ધરો; તીક્ષ્ણ વસ્તુઓ છૂટી ન છોડો.
ઢોર પ્રાણીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમને ખુલ્લા રાખો.
વાવાઝોડાના ઉછાળા /ભરતીની ચેતવણી અથવા પૂરના કિસ્સામાં તમારા નજીકના સુરક્ષિત ઉંચા મેદાન/સુરક્ષિત આશ્રયસ્થાન અને તેમાં જવાનો સૌથી સુરક્ષિત માર્ગ જાણો.
ખાવા માટે તૈયાર ખોરાક અને પાણી ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી સંગ્રહિત કરો.
તમારા કુટુંબ અને સમુદાય માટે મોક ડ્રીલ કરો.
સ્થાનિક સત્તાધિકારીની પરવાનગી સાથે તમારા ઘરની નજીકના ઝાડ અને ડાળીઓને ટ્રીમ કરો.
દરવાજા અને બારીઓ સુરક્ષિત રીતે બંધ કરો.
સરકારી અધિકારીઓ દ્વારા નિર્દેશિત થવા પર તરત જ સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતર કરો.
*વાવાઝોડા દરમિયાન:*
જો ઇમારતની અંદર હોવ તો :
ઈલેક્ટ્રીકલ મેઈન સ્વીચ બંધ કરો, તમામ વિદ્યુત ઉપકરણો અને ગેસ કનેક્શનોના પ્લગ કાઢી નાખો.
દરવાજા અને બારીઓ બંધ રાખો.
જો તમારું ઘર અસુરક્ષિત છે, તો વાવાઝોડાની શરૂઆત થાય તે પહેલાં વહેલા નીકળી જાઓ સુરક્ષિત આશ્રયસ્થાન સુધી પહોંચો .
રેડિયો સાંભળો; માત્ર સત્તાવાર ચેતવણીઓ પર આધાર રાખો.
ઉકાળેલુંક્લોરીનેટેડ પાણી પીવો ,
જો ઈમારત ક્ષીણ થવા લાગે, તો ગાદલા, ગોદડાં અથવા ધાબળા વડે અથવા મજબૂત ટેબલ અથવા બેન્ચ નીચે બેસીને અથવા પાણીની પાઈપ જેવી નક્કર ચીજવસ્તુને પકડીને તમારી જાતને સુરક્ષિત કરો.
*જો ઇમારતની બહાર હોવ તો:*
ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં પ્રવેશશો નહીં.
શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત આશ્રય મેળવો.
વૃક્ષ/ઈલેક્ટ્રિક પોલ નીચે ક્યારેય ઊભા ન રહો ,
વાવાઝોડું શાંત થયું અમે માનીને બહાર ના નીકળી જવું. સ્થિતિ ગમે ત્યારે બદલી શકે છે. સરકારના વિભાગોની આધિકારિક સૂચનાઓ પછી જ બહાર નીકળવું.
*વાવાઝોડા પછી:*
ઉકાળેલું, ક્લોરીટેનેડ પાણી પીવાનો આગ્રહ રાખો.
જ્યાં સુધી સત્તાવાર રીતે સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી બહાર ન જશો. જો ઇમારત/ મકાન ખાલી કરવામાં આવે, તો પાછા જવાની સલાહ ન મળે ત્યાં સુધી રાહ જુઓ.
તૂટેલા વીજ થાંભલાઓ અને છૂટા વાયરો અને અન્ય તીક્ષ્ણ વસ્તુઓનું ધ્યાન રાખો.
ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં પ્રવેશશો નહીં.
ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રિકલ સાધનોનો ઉપયોગ કરશો નહીં, ઈલેક્ટ્રીક નિષ્ણાંત પાસેથી સાધનોની મરમ્મત કરાવવી
*માછીમારો માટે :*
અફવાઓને અવગણો, શાંત રહો, ગભરાશો નહીં.
આપાતકાલિન સ્થિતિમાં સંપર્ક સાધવા તમારા મોબાઈલ ફોનને સંપૂર્ણ ચાર્જ કરેલા રાખો; SMS નો ઉપયોગ કરો.
એક કાગળ પર મહત્વપૂર્ણ સંપર્ક નંબરો લખી રાખો અને તેને સુરક્ષિત રીતે રાખો.
વધારાની બેટરીઓ સાથે રેડિયો સેટ હાથમાં રાખો.
હવામાનના અપડેટ્સ માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ, અખબારો વાંચો.
બોટ રાફ્ટને સુરક્ષિત જગ્યાએ બાંધીને રાખો.
દરિયામાં જવાનું સાહસ ન કરો.
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025