મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કુદરતી આપદામાં જામનગર જિલ્લા હોમગાર્ડઝના જવાનો ખડે પગે
News Jamnagar June 13, 2023
દરિયાકાંઠાના 22 ગામોમાં સ્થળાંતર, બચાવ અને રાહત કામગીરીમાં મદદરૂપ થવા પહોંચ્યા ‘આપદા મિત્ર’ ની તાલીમથી સજ્જ 91 હોમગાર્ડ જવાનો
જામનગર તા.13, જામનગર જિલ્લાની વર્તમાન બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઇ જિલ્લાના સંભવિત સૌથી વધુ અસરગ્રસ્ત તેમજ દરિયાકાંઠાના 22 ગામોમાં જિલ્લા કલેક્ટર તથા પોલીસ અધિક્ષક ની સૂચના અનુસાર જામનગર જિલ્લા હોમગાર્ડઝના “આપદા મિત્ર” ની તાલીમથી સજ્જ 166 જવાનો મદદરુપ થવા પહોંચ્યા છે. દરેક ગામમાં રાઉન્ડ ધ ક્લોક ચાર હોમગાર્ડઝ જવાનો સતત ફરજ બજાવશે. આમ કુલ 88 હોમગાર્ડઝ જવાનો તથા લાયઝનમાં 3 અધિકારી કમલેશ ગઢિયા,ચંદ્રેશ ગોસ્વામી, હિમાંશુ પુરોહિત મળી કુલ 91 આપદા મિત્ર જવાનો જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશ ભીંડીની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ હાલ દરિયાકાંઠાના ગામો કોઠારીયા, માણામોરા, ભીમકાટા, જામસર, ખીરી, બાલાચડી, જોડિયા, બાદનપર, ખીજડિયા, સચાણા, મૂંગણી, ગાગવા, બેડ, વસઈ, સરમત, દિગ્વિજય ગ્રામ, ગોરધનપર, ઢીંચડા, ખારા બેરાજા, નવા નાગના, સિંગચ, જાખર સહિતના ગામોમાં ફરજ બજાવી રહ્યા છે.અને ગામમાં સ્થળાંતર, બચાવ અને રાહતની કામગીરી જેવી ફરજો બજાવી હોમગાર્ડઝના “નિષ્કામ સેવા” ના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરી રહ્યા છે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024