મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરના સુન્ની મુસ્લીમ સમાજ વુલનમીલનો કાર્યભાર નવી યંગ કમિટીએ સંભાળ્યો, સમાજમાં વર્ષોથી સેવા આપતા યુસુફ સમાએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું
News Jamnagar July 31, 2023
જામનગર શહેરના વોર્ડ નં.6 માં છેલ્લા ઘણા વર્ષોથી સુન્ની મુસ્લીમ સમાજ વુલનમિલ કાર્યરત છે અને તેનો કાર્યભાર છેલ્લા ઘણા વર્ષોથી યુસુફ ઈબ્રાહિમ સમાએ સંભાળી રહ્યા હતા પરંતુ પોતાની વધતી જતી વય અવસ્થાના પગલે તેમના દ્વારા સ્વૈચ્છિક રાજીનામું આજે તા.31-07-2023 ને સોમવાર મહોરમ નિમિતે ઈમામ હુસેનની ઝીયારતના સમયે આપવામાં આવ્યું છે અને હવેથી જામનગર વુલનમિલ વિસ્તારના મુસ્લિમ સમાજના વિવિધ જ્ઞાતિઓના 17 નવ યુવાનોની કમિટી કાર્યભાર સંભાળશે.
મહોરમમાં ઝિયારતના દિવસે આજે યોજાયેલા વિદાય સમારંભ કાર્યક્રમમાં માજી પટેલ બનેલા યુસુફ ઈબ્રાહિમ સમાને તમામ આગેવાનો દ્વારા ફુલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમયે જમાતના આગેવાનો હારૂનભાઈ સુમરા, સીદીકભાઈ સુમરા, ઈકુ બાપુ તેમજ સલીમભાઈ દલ તથા હાજીભાઈ હિંગોરા, સલીમભાઈ માજોઠી, લતીફભાઈ સુમરા, જુમાભાઈ માજોઠી, સાજીદભાઈ સમા, સેફૂલા બાપુ, સુલેમાન જુમેઈ શેખ, વલિમામદ ઘુઘા, અલીભાઈ સુમરા, વલીભાઈ સુમરા, મામદભાઈ સુમરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરના સુન્ની મુસ્લિમ સમાજ, વુલનમિલની નવી વરાયેલી યંગ કમિટીમાં અકબર માજોઠી, દાઉદ હાલેપોત્રા, હનીફ દલ, મજીદ સમા, રફીક વીરા, શબિર દલ, હુસેન સમા, સમસુદ્દીન ભટ્ટી, નિશાર ખફી, આબિદ ખફી, જમશેદ જુમઈ, નાસીર શેખ, હુસેનબાપુ, સાહિલ હિંગોરા,મહમદ શેખ, ઇકબાલ મંધરા, ફહીમ શેખ સહિતના યુવાનો વુલનમિલ સમાજનો કાર્યભાર સંભાળશે. વુલનમિલ સુન્ની મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક અને સામાજિક કાર્યમાં અગ્રેસર કરવા યંગ કમિટીના તમામ નવા વરાયેલા સદસ્યોએ ઉત્સુકતા દાખવી હતી.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025