મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો
News Jamnagar August 01, 2023
સરકારી ન્યુ સ્કુલે નવો રાહ ચીંધ્યો
જામનગરની સાડા આઠ દાયકા જૂની રાજાશાહી વખતની શ્રી દિગ્વીજયસિંહજી ન્યુ સરકારી હાઇસ્કૂલ શાળા નુ ધો.૧૦ અને ધો.૧૨ નુ વર્ષો બાદ નોંધપાત્ર અને પ્રેરક પરિણામ
વિદ્યાર્થીઓની અને શિક્ષકોની જહેમત અને માળખાકીય સુવિધા વિદ્યાર્થીઓ માટે સુગમતા પુરા પાડે છે
જામનગરની સુપ્રસિદ્ધ શ્રી દિગ્વીજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કૂલનુ આ વખતનું ધો.૧૦ અને ધો ૧૨નું બોર્ડનુ નોંધપાત્ર પરિણામ આવતા આચાર્યા, શિક્ષકો તથા વિદ્યાર્થીઓમાં ગૌરવ અને હર્ષની લાગણી વ્યાપી છે.
કંઈક શ્રેષ્ઠ કરી બતાવવા માટે કઠોર પરિશ્રમ આવશ્યક છે અને તે પરિશ્રમ માટે માર્ગદર્શન અનિવાર્ય છે ત્યારે આ ન્યુ સ્કૂલના ધોરણ દસના અને ધોરણ બારના એટલે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓની સખત મહેનત અને શિક્ષકોની આયોજનબદ્ધ શિક્ષણ આપવાની આગવી સુઝ તેમજ સજુબા હાઈસ્કૂલ ના પૂર્વ આચાર્યા અને હાલના જિલ્લા શિક્ષણાચાર્ય શ્રી મધુબેન ભટ્ટનું સઘન માર્ગદર્શન મળી રહેતા શાળાનું રીઝલ્ટ દીપી ઉઠ્યુ અને શ્રી દિગ્વીજયસિંહજી ન્યુ સરકાર માધ્યમિક શાળાનુ ધોરણ દસનું ૪૨% અને ધોરણ ૧૨નું૮૦ % રીઝલ્ટ આવતા આચાર્યાશ્રી તેમ શિક્ષણ અધિકારીશ્રી એ શિક્ષકો વિદ્યાર્થીઓને બિરદાવી ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી.
ધોરણ 11માં પ્રવેશ માટે સંપર્ક કરવા શિક્ષણ તંત્ર અને
શ્રી દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કૂલે અનુરોધ કર્યો છે. આ હાઇસ્કૂલ ખંભાળીયા નાકા બહાર, જામનગરની મધ્યમાં ફક્ત બોયઝ માટે શ્રેષ્ઠ શિક્ષણ આપતી શાળા છે.
એડમીશન માટે આ હાઈસ્કૂલમાં અવિેરત પ્રવાહ ચાલુ રહે છે,જેનું કારણ જણાવતા અને તે અંગે વિગત આપતા આચાર્યાશ્રી કિરણબેન ગોહિલે જણાવ્યું છે કે શાળાની આ મુજબની વિશેષતા આ માટે જવાબદાર છે.
[] વર્ષોના અનુભવી તથા નિપુણતા વાળા શિક્ષકો દ્વારા શિક્ષણ
[] ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી સંપૂર્ણ માર્ગદર્શન
$ સમયાંતરે વિવિધ કસોટીઓ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન
[] સમયાંતરે વાલી મીટીંગ દ્વારા વાલીઓને વિદ્યાર્થીઓની પ્રગતિથી વાકેફ કરવામાં આવે છે
[] વિવિધ નિષ્ણાંતો દ્વારા યોગ, ધ્યાન, આરોગ્યલક્ષી કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે
માર્ગદર્શન
[] શાળામાંથી વિનામૂલ્યે પાઠ્યપુસ્તકોનું વિતરણ
[] હવા ઉજાશવાળા વિશાળ વર્ગખંડો
[] સ્વચ્છ પાણી તથા સ્વચ્છ શૌચાલયની સુવિધા
॥ શાળાના વિકાસ માટે સૂચન કરવા SMDC કમિટીની રચના
[] વૃક્ષો તથા ફૂલછોડથી આચ્છાદિત મેદાન
# S.T.ની નજીક હોય બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ
[] સાયન્સ લેબની સગવડ
■ બાળકોને ગમે તેવા પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી
■ રમતગમતનું વિશાળ મેદાન અને રમતગમતનાં પૂરતાં સાધનો
■ વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન
■ વર્ષના અંતે વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવા….વગેરે થાય છે
__@______________
BGB
gov.accre.Journalist
jamnagar
8758659878
_______________
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024