મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
News Jamnagar September 26, 2023
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ
અભિવ્યક્તિની વ્યાખ્યાને વિશિષ્ટ રીતે વળગી રહેતા યુવા સોફ્ટવેર એન્જીનિયર
અમદાવાદ (ભરત ભોગાયતા)
અભ્યાસ-શોધ-સંશોધન-સિદ્ધીઓ માટે આમ તો sky is the limit….ત્યારે ટેકનોલોજીતો અનન્ય રીતે બાકાત ન જ હોય તેમાંય હાલ તરવરીયા યુવાનો જે રીતે તકનીકી ક્ષેત્રે એકાગ્રતા ને દ્રઢ મંત્ર બનાવી ને આગળ ધપી રહ્યા છે અને ઇન્સ્ટીટ્યુટસ ચલાવી રહ્યા છે તે જોઇ એમ લાગે કે હાલ દુનિયા આ યુવાઓજ ચલાવે છે કેમકે ટેકનીક ને સાયન્સના સિદ્ધાતો નિયમોનો ચુસ્ત અમલ કરી બારીક તરંગ અને કણ(જે ભૌતિક શાસ્રની મુખ્ય પૃષ્ઠ ભૂમિ રહ્યા છે)નો સંયોજન વિઘટન વગેરે કરીને વિજ્ઞાન ને લોકભોગ્ય બનાવે છે તે માટે જે કમર કસી હોય છે તે અનેક આયામોને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટસ બનાવવા કસી હોય છે
તેમજ આઇ.ટી. કંપનીઓના તારલાઓને જોઇને ખરેખર એવુ જ લાગે કે આઇ.ટી. ક્ષેત્રની નિપુણતા અને સમર્પિતતા વગર તમે શુ કરો? સમીક્ષકોનો આ સવાલ છે.
અહી ગુજરાતભરનુ ધ્યાન ખેંચાય તેવી એક ઇવેન્ટસ અમદાવાદમા યોજાઇ હતી જેમાં સોફ્ટવેર ક્ષેત્રે જાણીતી અને વિદેશ સુધી વિસ્તરેલી ગુજરાતના આર્થીક કેપીટલમા કાર્યરત કંપની દ્ધારા યુવા એન્જીનિયરોને વધુ એક વખત પ્લેટફોર્મ પુરૂ પાડવા અન્ય એક કંપની સાથે સંકલન કરી ટેકનોલોજી ક્ષેત્રે શુ થયુ છે હજુ શુ થઇ શકે તે માટે જુદા જુદા પ્રેઝન્ટેશન “ઓબઝર્વેબીલીટી”ટાઇટલ હેઠળ યોજાયા હતા જેમા રજુ થયેલા ડાયમેન્શન્સ હાલ અને આવનારા દિવસોની આ ક્ષેત્રે જાણે કરોડરજ્જુ હોય તેવા લાગતા હતા
તેમાંય યંગ એન્ડ ડાયનેમીક સોફ્ટવેર એન્જીનિયર જે આ મીડલવેર કંપનીમાં ડેટા કલેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવી આત્મસંતોષ મેળવે છે તેમને આ ઓબઝર્વેબીલીટી(ભારતીય ફિલોસોફી જેને ઓબઝર્વ+એબીલીટી=નિરીક્ષણ/પરીક્ષણ ક્ષમતા) સેશનમા ત્રણ ભાગમા તેમનો વિષય રજુ કર્યો હતો અને સાથે સાથે આઇ.ટી. સ્કીલ્સના પ્રશ્ર્નોના સંતોષકારક ઉતરો પણ આપ્યા હતા
ખાસ કરીને મી.કેવલે પ્રેઝન્ટ કરેલી બાબતોમાં “ઓબઝર્વેબીલીટી ને બીગ સર્કલ ના હિસ્સા તરીકે લીધી છે જે ક્ષેત્રની બધીજ બાબતોનો સમાવેશ કરે છે …..ઉપરાંત પાંચ પ્રકારે સમગ્ર વિષય ને બાયફર્ગેટ કરી ડેટાફોર્મેટ,એપ્લીકેશન્સ,સ્ટોરેજ,વીઝ્યુલાઇઝેશન,રેટીંગ સીસ્ટમ ઉપર છણાવટ કરી ને મીડલવેર દ્વારા સોફ્ટવેરમાં આ ઉપરાંત પણ ક્લાયન્ટસ ની રીક્વાયરમેન્ટસને ટોચ અગ્રતા આપવામા આવે છે તે બાબત રજુ કરી આ અભિવ્યક્તિને ન્યાય આપ્યો હતો
સમગ્ર ઇવેન્ટસ નો વિડીયો [ https://youtu.be/GByTXeajchw?si=At1Bz-UE1Y5N34hc ] યુટ્યુબ ઉપર અપલોડ થયો છે તે સમગ્ર પણે વિષય જ્ઞાતાઓને જકડી રાખનારો બની રહ્યો છે
આ તકે આ સાથે અન્ય પ્રેઝન્ટેશન્સમાં ,”ગ્રફાના”માંથી મી. સંદીપ સુખાણી એ Prometheus પર તથા CNCF ગાંધીનગર, CNCF અમદાવાદના સભ્યો એ “ડેવલપર કમ્યુનિટી અવરેનેસ” વિષય ઉપર પ્રકાશ પાડ્યો હતો
ખાસ કરીને કંપનીનો ગોલ ઉંચો હોય અને કોમ્પીટીશન્સ નહી કોમ્પીટન્ટસી મા માનનારા ડાયરેક્ટર્સ હોય ત્યારે સ્ટાફ ક્લાઇન્ટ બધાં જ ખુશ રહે ડીસીપ્લીન્ડ ફ્રેન્ડલી માહોલ ક્રીએશન્સ એ તેઓની માસ્ટરી છે અને I.T. field ની જરૂરી વૈશ્ર્વીક માહિતીઓ અને તકનીક સાથે પ્રગતિ કરી રહ્યા છે એટલુ જ નહી તેઓ પોતાની સાથે જ કમ્પીટ કરે છે તેમજ દરેક ડાયમેન્શન થી જુઓ તો સ્ટાફ સ્વયં મોટીવેટેડ થાય છે તે વિશેષતા સાથે આ ડાયરેક્ટર્સ ક્લાયન્ટસ ને બેસ્ટ આપ્યા બાદ પણ ફ્લેક્સીબલ રહે છે તેમ પણ અભિપ્રાયો મળ્યા છે
સમગ્ર પણે આ ઇવેન્ટસ ઇન્ફોર્મેશન -ટેકનોલોજી માટે જ્ઞાનસત્ર બની રહ્યુ હતુ માટે જ ફરીથી લીંક અત્રે પ્રસ્તુત છે……………..[ https://youtu.be/GByTXeajchw?si=At1Bz-UE1Y5N34hc ]
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025