મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હાલારનુ ગૌરવ- નિર્લોકભાઇને કલા ગૌરવ પુરષ્કાર
News Jamnagar October 06, 2023
હાલારનુ ગૌરવ- નિર્લોકભાઇને કલા ગૌરવ પુરષ્કાર
રાજ્ય સરકારનો ‘‘કલા ગૌરવ પુરસ્કાર’’ મેળવતા રાજકોટના નાટ્યકાર મુળ જામનગર જિલ્લાના નિર્લોક પરમાર
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૪૧ વર્ષની કલાયાત્રા દરમિયાન ૧૧૭ આકાશવાણી સ્વર નાટકો, ૭૩ નાટકો, ૫૩ ટેલીફિલ્મ, ૬ ગુજરાતી ફિલ્મ સહિત ૩૧૩ કૃતિઓનું કર્યું નિર્માણ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આલેખન – ડો. દિવ્યા ત્રિવેદી
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-‘૨૦નો ‘‘કલા ગૌરવ પુરસ્કાર’’ ૬૮ વર્ષના અડીખમ અને કુશળ નાટ્યકાર શ્રી નિર્લોક પરમારને અર્પણ કરવામાં આવ્યો છે. ત્યારે ૪૧ વર્ષની તેમની કલાયાત્રા દરમિયાન તેઓ દિગ્દર્શન, લેખન, અભિનય, નિર્માણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપી ચૂકયા છે.
જામનગર જિલ્લાના ભાવાભી ખીજડીયા ગામે જન્મેલા શ્રી નિર્લોક પરમારના ચિત્તમાં નાનપણથી જ લોકગીતો, લોકનાટય ભવાઈ અને સંતવાણીના બીજ રોપાયા હતા. જે રંગનગરી રાજકોટની કલાભૂમિ પર વટવૃક્ષ બનીને ખીલી ઉઠયા. આ કલાયાત્રા દરમ્યાન તેઓ રંગભૂમિ, રેડિયો, ટેલિવિઝન (સ્મોલ સ્ક્રીન), ફિલ્મ (મૂવી) અને પ્રિન્ટ મીડિયા આ તમામ ક્ષેત્રે વિશિષ્ટ અને ગૌરવપ્રદ યોગદાન આપી રહ્યા છે.
તેમણે નાટયક્ષેત્રે ૪૭ એકાંકી નાટકો અને ૨૬ દ્વિઅંકી નાટકો મળી કુલ ૭૩ નાટકો કર્યા, જે પૈકી ૨૭ નાટકો એવોર્ડ વિનર થયા. ૪૩ નાટકોનું દિગ્દર્શન, ૧૮ નાટકોમાં અભિનય અને ૨૧ નાટકોનું તેમણે લેખન કર્યું છે. ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીની નાટય સ્પર્ધાઓમાં નિર્લોકભાઇ દ્વારા દિગ્દર્શિત- લિખિત અને નિર્મિત દ્વિઅંકી નાટક : ‘રાજધર્મ’ પાંચ એવોર્ડ સાથે ગુજરાત રાજયમાં પ્રથમ નંબરે વિજેતા થયું. જ્યારે એકાંકી નાટક : ‘કરૂણાંતિકા’ ત્રણ એવોર્ડ સાથે રાજયમાં પ્રથમ નંબરે વિજેતા થયું હતું. અખિલ ભારતીય નાટય સ્પર્ધા બરેલી ખાતે એકાંકી હિન્દી નાટક : ‘કરૂણાંતિકા’ દ્વિતીય નંબરે વિજેતા થયું હતું તેમજ મોનો એક્ટિંગ : પૃથ્વી’ (લેખક) તેમજ ‘દિકરી–ઢીંગલી’ (લેખક) ગુજરાત રાજયમાં પ્રથમ અને દ્વિતીય નંબરે વિજેતા થયા છે તેમજ તેમના અનેક નાટકો દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા થયા છે.
નિર્લોકભાઈના અનેક નાટકો ભારત અને ગુજરાતના અનેક નગરો, મહાનગરોમાં ભજવાયા છે. ઉપરાંત, તેમણે ગુજરાત રાજય યુવા ઉત્સવો, યુવક મહોત્સવો, કલા મહાકુંભ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, G.T.U. તેમજ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ, રાજય કક્ષા બાળ પ્રતિભા શોધ વિગેરેમાં પણ નિર્ણાયક તરીકે સેવાઓ આપી છે.
નિર્લોકભાઇએ છેલ્લા એક દશકાથી એકલપંડે નિઃશુલ્ક નાટયશાળા ‘ઉત્સવ એક્ટિંગ એકેડેમી’ ચલાવી સેંકડો રંગકર્મીઓને રંગભૂમિ પર રમતા કર્યા છે. બે વર્ષથી બાલભવન, રાજકોટમાં નિઃશુલ્ક ચિલ્ડ્રન થિયેટર ચલાવી અનેક બાળકોને નાટ્ય તાલીમ આપી નાટ્યક્ષેત્રે વિશિષ્ટ અને ગૌરવપ્રદ કાર્ય કર્યુ છે.
નિર્લોકભાઇએ આકાશવાણી, રાજકોટ (AIR)માં B-હાઈ ગ્રેડ ડ્રામા આર્ટિસ્ટ તરીકે નેશનલ પ્લે, નાટય શ્રેણીઓ સહિત ૧૧૭ નાટકોમાં સ્વર અભિનય આપ્યો છે. દૂરદર્શનના માન્ય કલાકાર તરીકે DDKમાં કુલ ૫૩ જેટલી કૃતિઓ કરી છે, જે પૈકી ૧૧નું દિગ્દર્શન કર્યું છે. ૨૭ કૃત્તિઓમાં અભિનય અને ૧૮નું લેખન કરેલ છે. તેમની ટેલિફિલ્મ : ‘ધર્મયોદ્ધા’ સમગ્ર દૂરદર્શન કેન્દ્ર, દિલ્હીની સ્પર્ધામાં ભારતમાં પ્રથમ નંબરે વિજેતા થઇ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચીન– શાંગહાઈ ખાતે તેણે ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.
પ્રીન્ટ મીડિયા ક્ષેત્રે પણ નિર્લોકભાઈએ પ્રદાન આપ્યું છે. તેમના કટાર લેખોનું પુસ્તક ‘ફાઈલ ચાલે છે’ પ્રકાશિત થયું છે, વિશ્વકોષ અધિકરણો તેમજ અખબારો, મેગેઝીનોમાં નાટકોના રિવ્યુ, ફિલ્મના રિવ્યુ, વ્યકિત વિશેષ, ધાર્મિક સહિત અનેક લેખો તેમણે લખ્યા છે. તેમણે ૬ ગુજરાતી ફિલ્મો (મૂવી) પણ કરેલ છે.
આમ, નાટક, આકાશવાણી સ્વર નાટક, ટેલીફિલ્મ, ગુજરાતી ફિલ્મ, આલ્બમ ડોકયુમેન્ટ્રી સહિત ૩૧૩ કૃતિઓ સાથે ૪૧ વર્ષની અવિરત કલાયાત્રા દરમિયાન અનેક દિગ્ગજ કલાકારો, કલા સંસ્થાઓ, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરનાર નાટયકાર નિર્લોક પરમાર આજે ૬૮ વર્ષે અડિખમ બનીને કલાક્ષેત્રે વિશિષ્ટ ગણનાપાત્ર અને ગૌરવપ્રદ કલાકર્મ કરી રહ્યા છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પ્રાદેશિક માહિતી કચેરી,
ગુજરાત સરકાર, રાજકોટ.
Website- www.gujaratinformation.gujarat.gov.in
તા. ૦૫ ઓક્ટોબર – ૨૦૨૩ સ.સં.૨૦૩૮
આત્મીય કોલેજ ખાતે ભૂકંપનું કંપન અનુભવાતા વિદ્યાર્થીઓનુ સલામત સ્થળે સ્થળાંતર
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ઘાયલ વિદ્યાર્થીઓને ફાયર વિભાગની ટીમોએ રેસ્ક્યુ કરી
એમ્બ્યુલન્સમાં સ્થળ પર સારવાર આપી નજીકની હોસ્પિટલે ખસેડ્યા
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૦૫ ઓક્ટોબર – આત્મીય કોલેજ ખાતે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓનું લેક્ચર ચાલુ હતું તેવા સમયે અચાનક ભૂકંપના આચકા આવતા કોલેજ ખાતેની વોર્નિંગ એલાર્મ ગુંજી ઉઠી હતી. આ સાથે વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ક્લાસરૂમના પ્રાધ્યાપકે સમય સૂચકતા વાપરી વિદ્યાર્થીઓને સલામત સ્થળે જવા માટે તુરત જ સૂચના આપી હતી. અને કોલેજ દ્વારા ઇમરજન્સી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા નજીકના સ્થળેથી ફાયર વિભાગની ટીમો સ્થળ પર રવાના થઈ ચૂકી.
આત્મીય કોલેજ કેમ્પસ ફાયર વિભાગના બંબાઓ, એમ્બ્યુલન્સની સાયરનથી ગુંજી ઉઠ્યું હતું. ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ સાધનો, સ્ટ્રેચર લઈને જે જગ્યાએ સૌથી વધુ અસર થઈ હતી તેવા ક્લાસરૂમ સુધી પહોંચી. કોલેજના એન.સી.સી.ના કેડેટસ દ્વારા તેઓને ગાઈડ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગના રેસ્ક્યુના જવાનોએ ઘાયલ લોકોને તુરત જ સ્ટ્રેચરમાં અને ખંભા ઉપર ઉઠાવી સલામત સ્થળે લઈ જઈ એમ્બ્યુલન્સમાં જરૂરી પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી.
જ્યારે અન્ય ટીમો દ્વારા રેસ્ક્યુના સ્પેડર, કટર, રેમજેક, ન્યૂમેટીક જેક, એર બેગ સહિતના સાધનો વડે અસરગ્રસ્ત રૂમમાં પહોંચી બાંકડા તેમજ દિવાલ નીચે દબાયેલા ઘાયલ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢી તેઓને તુરંત જ વધુ સારવાર અર્થે હોસ્પિટલે પહોંચાડ્યા હતા.
જિલ્લા વહીવટી તંત્ર વતી મામલતદાર શ્રી રુદ્ર ગઢવી, સર્કલ ઓફિસર શ્રી ઝાલા, તેમજ ડિઝાસ્ટર સેલના ડીપીઓ શ્રી ભરતભાઈ બારડ તેમજ કોર્પોરેશન ડિઝાસ્ટર સેલના પ્રોજેક્ટ ઓફિસર હસમુખભાઈ ભાસ્કરે ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાની આગેવાનીમાં સ્ટેશન ઓફિસર મુબારક જુણેજા, રોહિત વિગોરા, લિડિંગ ફાયર ઓફિસર વિનોદ મકવાણા સહિત ફાયર વિભાગના કર્મચારીઓ જોડાયા હતા
રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થતા મામલતદાર શ્રી રુદ્ર ગઢવીએ આ સમગ્ર ઘટનાને મોક ડ્રિલ હોવાનું જણાવતા ફાયર તેમજ ડિઝાસ્ટર સેલના અધિકારીઓ અને કર્મચારીઓ હાશકારો અનુભવ્યો હતો .
આ તકે મામલતદારશ્રીએ સૌને અભિનંદન પાઠવી આ મોક ડ્રીલ સફળ રહ્યાનું જણાવ્યું હતું . શ્રી ગઢવીએ જણાવ્યું હતું કે, કલેક્ટર શ્રી પ્રભવ જોશી દ્વારા આ પ્રકારની કુદરતી આફતો અંગે સમયાંતરે મોકડ્રીલ યોજવાનું આયોજનના ભાગરૂપે આજરોજ આત્મીય યુનિવર્સિટી ખાતે ભૂકંપ અંગેની મોક ડ્રીલ યોજાઇ હતી આ તકે તેમણે આત્મીય કોલેજના સંચાલક, પ્રાધ્યાપક અને સ્ટાફગણનો સહકાર બદલ આભાર માન્યો હતો .
રાજકુમાર ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પ્રાદેશિક માહિતી કચેરી,
ગુજરાત સરકાર, રાજકોટ.
Website- www.gujaratinformation.gujarat.gov.in
તા. ૦૫ ઓક્ટોબર – ૨૦૨૩ સ.સં.૨૦૩૯
‘‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ રાજકોટ’’
રાજકોટ જિલ્લામાં ઓદ્યોગિક સેમિનાર-પ્રદર્શન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૦૫ ઓક્ટોબર – ગુજરાત રાજ્યમાં વેપાર-ધંધા-ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા યોજાતી ‘‘વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪’’ આગામી ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે, જેમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો અને વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ કરી શકે તેવા ઉદ્દેશ્યથી રાજકોટ જિલ્લા કક્ષાએ આગામી ટુંક સમયમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ રાજકોટ’નો કાર્યક્રમ યોજાશે.
‘‘વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ રાજકોટ’’ ઈવેન્ટમાં સ્થાનિક ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે 2-3 દિવસના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે. જેમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP), સ્ટાર્ટ અપ્સ, સ્થાનિક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEડ) વગેરેનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન્સ (FPOs), મહિલા ઉદ્યોગ સાહસિકો, ખાદી અને ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગો વગેરેને પણ આ કાર્યક્રમોમાં સાંકળવામાં આવશે. આ એક્ઝિબિશનમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી કરાયેલી પ્રોડક્ટ્સને અગ્રતા આપવામાં આવશે.
આ કાર્યક્રમો માટે કેપેસિટી બિલ્ડીંગ, ઉદ્યોગ સાહસિકતા, એક્સપોર્ટ પ્રમોશન, માર્કેટ લિંકેજ માટે સેમિનાર/વર્કશોપનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત, ક્રેડિટ લિંકેજ પ્રોગ્રામ હેઠળ લોન મેળાઓનું પણ આયોજન કરવામાં આવશે. લોન મેળાઓના આયોજન માટે જિલ્લા લીડ બેંક મેનેજર દ્વારા સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC), નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD), સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) સાથે સંકલન કરવામાં આવશે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સ.સં.૨૦૪૦
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનો રાજકોટ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૦૫ ઓક્ટોબર – પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા જસદણ અને વીંછીયા તાલુકાઓના વિવિધ વિકાસકામોના શુભારંભ અર્થે બંને જિલ્લાઓની મુલાકાતે આવનાર છે.
મંત્રીશ્રિ બાવળિયા ૬ ઓક્ટોબરના રોજ સવારે ૮:૩૦ કલાકે સરકારી તાલુકા પુસ્તકાલય સુધારણાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યાર બાદ ૯: ૩૦ કલાકે આરામ ગૃહ ખાતે બનનાર નવા રૂમોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આરામ ગૃહ રોડ વિછીયા રોડ, જસદણ ખાતે ઉપસ્થિત રહેશે તેમજ સવારે ૧૧:૦૦ કલાકે ભડલી જૂથ પાણી પુરવઠા યોજનાના કામના ખાતમુહુર્ત કાર્યક્રમમાં રામદેવપીર મંદિર, ભડલી, વિંછીયા ખાતે ઉપસ્થિત રહેશે.
૭ ઓક્ટોબર શનિવારના રોજ મંત્રીશ્રી સાંજે ૫:૦૦ કલાકે નવા બનેલા ગ્રામ પંચાયત ઘરના લોકાર્પણ કાર્યક્રમમાં રૂપાવટી વિંછીયા ખાતે હાજરી આપશે અને ૮ ઓક્ટોબરના સવારે ૯:૦૦ કલાકે મંત્રીશ્રી વિદ્યાર્થી સન્માન સમારંભ ઇનામ વિતરણ કાર્યક્રમમાં અમરાપુર શૈક્ષણિક સ્કૂલ ખાતે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમો પૂર્ણ થયા બાદ મંત્રીશ્રી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.
દેવ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પ્રાદેશિક માહિતી કચેરી,
ગુજરાત સરકાર, રાજકોટ.
Website- www.gujaratinformation.gujarat.gov.in
તા. ૦૫ ઓક્ટોબર – ૨૦૨૩ સ.સં.૨૦૪૧
જામકંડોરણા તાલુકાના સોડવદર અને હરિયાસણ ખાતે
‘સબ કી યોજના,સબ કા વિકાસ’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામસભા યોજાઈ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૦૫ ઓક્ટોબર – રાજકોટ જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લાના જામકંડોરણા તાલુકાના સોડવદર ગામે સરપંચશ્રી મહેશભાઈ ભાલોડીયા તથા હરિયાસણ ગામે સરપંચશ્રી નરેન્દ્રભાઈ સાવલિયાના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાઈ હતી.
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ‘સબ કી યોજના, સબ કા વિકાસ’ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી બીજા તબક્કાની ગ્રામસભા બાબતે તલાટી કમ મંત્રીશ્રી ડી.સી.પંડ્યાએ જણાવ્યું હતું કે, ગ્રામસભામાં પંચાયત વિકાસ સૂચક આંકનું વાંચન કરાયું હતું. ગ્રામ સભામાં લોકોને ટીબી મુક્ત પંચાયત વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા સરકારની યોજનાઓ મનરેગા, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ મિશન વિશે વિગતવાર ચર્ચા કરાઈ હતી.
આ સાથે જ ગ્રામ્ય કક્ષાએ ઉપસ્થિત કોઈ પ્રશ્ન અંગે ગ્રામસભામાં થયેલી રજૂઆતોને હલ કરવામાં આવી હતી તેમજ ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશનું આયોજન તથા ‘જળ જીવન મિશન’ કાર્યક્રમ વિષે વિશેષ આયોજનસહ ચર્ચા કરવામાં આવી હતી.
આ તકે ઉપસરપંચશ્રી જયદેવસિંહ જાડેજા, સભ્યશ્રીઓ રવજીભાઈ સારીયડા, જયસુખભાઈ ઉમરેઠિયા, કિરીટભાઈ બાબરીયા, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યો, આશાવર્કર બહેનો, વી.સી.ઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્યા ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સ.સં.૨૦૪૨
રાજકોટમાં શારીરિક-માનસિક ત્રાસ આપતા પતિથી
પરેશાન પરિણીતાની વ્હારે આવતી અભયમ્ ટીમ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૦૫ ઓક્ટોબર – ગુજરાત રાજ્યમાં ૧૮૧ મહિલા અભયમ્ હેલ્પલાઈન પીડિત મહિલાઓને અભય વચન પૂરું પાડી રહી છે. ત્યારે રાજકોટમાં વધુ એક કિસ્સામાં અભયમ્ ટીમે શારીરિક-માનસિક ત્રાસ આપતા પતિથી પરેશાન પરિણીતાની મદદ કરી હતી.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી મહિલાનો ૧૮૧ મહિલા અભયમ્ હેલ્પલાઈન પર કોલ આવતા ગણતરીના સમયમાં અભયમ્ ટીમના કાઉન્સિલરશ્રી શિવાનીબેન પરમાર, મહિલા પોલીસ કર્મચારીશ્રી હેતલબેન મહિલાએ જણાવેલા સ્થળે પહોંચી ગયા હતા. કાઉન્સિલરશ્રીએ મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે પીડિતા તેમના પતિ અને બાળકો સાથે બિહારથી રાજકોટ આર્થિક ઉપાર્જન માટે આવી હતી. તેમનો પતિ પરિણીતાને કેફી દ્રવ્યોનું સેવન કરાવી, મારકૂટ કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
કાઉન્સિલરશ્રીએ પીડિતાની વાત સાંભળીને સાંત્વના આપીને તેનું કાઉન્સિલીંગ કર્યું હતું. તેમજ મહિલાને કાયદાકીય માહિતી પૂરી પાડીને તેની ઈચ્છા અનુસાર નજીકના પોલીસ સ્ટેશને લઈ જઈ, આગળની કાર્યવાહી કરી હતી. આમ, અભયમ્ ટીમે મહિલાની મદદ કરીને પ્રશંસનીય કામગીરી કરી હતી.
માર્ગી ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પ્રાદેશિક માહિતી કચેરી,
ગુજરાત સરકાર, રાજકોટ.
Website- www.gujaratinformation.gujarat.gov.in
તા. ૦૫ ઓક્ટોબર – ૨૦૨૩ સ.સં.૨૦૪૩
લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર, મકાઈ, બાજરી,
જુવાર, રાગીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી થશે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૩૧ ઓક્ટોબર સુધી વી.સી.ઈ. મારફતે ઓનલાઇન નોંધણી કરાવવા સૂચના
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૦૫ ઓક્ટોબર – ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૩-૨૪માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરવામાં આવનાર છે. આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમ દ્વારા થશે.
જેમાં પ્રતિ ક્વિન્ટલ ડાંગર (કોમન) રૂ.૨૧૮૩, ડાંગર (ગ્રેડ-એ) રૂ. ૨૨૦૩, મકાઈ રૂ.૨૦૯૦, બાજરી રૂ.૨૫૦૦, જુવાર (હાઇબ્રિડ) રૂ.૩૧૮૦, જુવાર (માલદંડી) રૂ.૩૨૨૫, રાગી રૂ.૩૮૪૬ ટેકાના ભાવે ખરીદી કરાશે.
રસ ધરાવતા ખેડૂતોએ વી.સી.ઈ. મારફતે જરૂરી આધાર પુરાવા સાથે, તા. ૧ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર દરમિયાન ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. વધુ વિગતો માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરી શકાશે. ખરીફ માર્કેટિંગ સીઝન અંતર્ગત તા. ૧ નવેમ્બરથી ૧૫ જાન્યુઆરી સુધી ખરીદી કરાશે. રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને એસ.એમ.એસ. મારફતે જાણ કરાશે.
નોંધણી માટે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પ લાઈન નંબર૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
સંદીપ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સ.સં.૨૦૪૪
એન.સી.સી. હેડક્વાર્ટર ખાતે ૭ ઓક્ટોબરે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૦૫ ઓક્ટોબર – એન.સી.સી. ગ્રુપ રાજકોટ દ્વારા રેડક્રોસ સોસાયટીના સહયોગથી આગામી તા. ૭ ઓક્ટોબરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
એન.સી.સી. ના કેડેટ્સમાં સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઉજાગર કરવાના ભાગરૂપે આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં રાજવી પરિવારના શ્રી માંધાતાસિંહજી તેમજ એન.સી.સી. ગુજરાતના એ.ડી.જી. મેજર જનરલ આર.શણ્મુગમ જી. ખાસ ઉપસ્થિત રહી દાતાઓને પ્રોત્સાહિત કરશે.
એન.સી.સી. હેડક્વાર્ટર ખાતે સવારે ૯ કલાકથી બપોરે ૨ વાગ્યા દરમ્યાન આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં એન.સી.સી. કેડેટ્સ, અધિકારીઓ અને સ્ટાફ ઉપરાંત સામાજિક સંસ્થાના વોલિયેન્ટર્સ પણ સહભાગી બનશે. નગરજનોને આ કેમ્પમાં સહભાગી થવા રાજકોટ-૨ ગુજરાત બટાલીયનના કર્નલ એસ. એસ. બીસ્ટ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આર.કે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પ્રાદેશિક માહિતી કચેરી,
ગુજરાત સરકાર, રાજકોટ.
Website- www.gujaratinformation.gujarat.gov.in
તા. ૦૫ ઓક્ટોબર – ૨૦૨૩ સ.સં.૨૦૪૫
રીજીયોનલ સાયન્સ સેન્ટર ઉજવી રહ્યું છે-’વર્લ્ડ સ્પેસ વીક’ ના ભાગ રૂપે ”સુપર સન્ડે”
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
એક્સપર્ટ ટોક, ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન, ”પેપર રોકેટ ફ્લાઈન્ગ”, ”પેપર પ્લેન મેકિંગ”, આકાશ દર્શન’ જેવા કાર્યક્રમોનું આયોજન
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૦૫ ઓક્ટોબર – રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ૮ ઓકટોબરે ‘‘સુપર સન્ડે’’ અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાશે. આજ સુધીમાં આ સેન્ટરની ૧,૪૦,૦૦૦થી પણ વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે.
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) અને સાયન્સ સીટી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાનારા ભારતના સૌથી મોટા ‘વર્લ્ડ સ્પેસ વીક’ની ઉજવણીના ભાગરૂપે રવિવારે તા. ૦૮/૧૦/૨૦૨૩ના રોજ ‘સુપર સન્ડે’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, ગુજરાતમાં પાટણ, ભાવનગર અને ભુજ જેવા રિજિયોનલ સાયન્સ સેન્ટર અને તમામ લોકવિજ્ઞાન કેન્દ્રોમાં પણ આ ઉજવણી કરવામાં આવશે.
દર વર્ષે ૪ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણીની વર્ષ 2023ની થીમ ‘સ્પેસ અને ઉદ્યોગ સાહસિકતા’ છે. ૪ ઓક્ટોબર ૧૯૫૭માં સૌ પ્રથમ વાર માનવ નિર્મિત ઉપગ્રહ ”સ્પૂતનિક 1’ને અવકાશમાં તરતો મૂકાવાની અને ૧૦ ઓક્ટોબર ૧૯૬૭માં ચંદ્ર અને અન્ય અવકાશી પદાર્થો સહિત બાહ્ય અવકાશના અન્વેષણ અને શાંતિપૂર્ણ ઉપયોગોમાં રાજ્યોની પ્રવૃત્તિઓને સંચાલિત કરતા સિદ્ધાંતો પરની સંધિ પર થયેલા હસ્તાક્ષરની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
‘સુપર સન્ડે – વર્લ્ડ સ્પેસ વીક’ ની ઉજવણી દરમ્યાન સવારના ભાગમાં ISRO ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘ગગનયાન’ પર સવારે ૧૦:૦૦ થી 0૧:૦૦ દરમ્યાન એક્સપર્ટ ટોક યોજાશે. સાંજે ૦૬:૦૦ થી ૦૭:૦૦ દરમ્યાન ૬ વર્ષથી નાના બાળકો માટે સ્પેસ થીમ પર આધારિત ”સ્પેસ પરેડ” – ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન, ”પેપર રોકેટ ફ્લાઈન્ગ”, ”પેપર પ્લેન મેકિંગ” તથા સાંજે ‘આકાશ દર્શન’ જેવા કાર્યક્રમો પણ યોજાશે. આ બધી જ પ્રવૃત્તિઓમાં સેન્ટરની એન્ટ્રી ફી અને પાર્કિંગ ફી જે તે દિવસના નિયત દર મુજબ ચુકવીને કોઈ પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્પેસ એન્થુઝિઆસ્ટ અને સામાન્ય લોકો વિના મુલ્યે ભાગ લઇ શકે છે. આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ઇચ્છુક મુલાકાતીઓએ ગૂગલ ફોર્મ bit.ly/RegWSW2023 પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે, આ ઉપરાંત શુક્રવાર તથા શનિવારે ‘પેપર રોકેટ ફલાઈગ’, રોજ સાંજે ‘સ્પેસ મુવી શો’, ‘પેપર પ્લેન મેકિંગ’ જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવશે, જેમાં રાજકોટના વિજ્ઞાનપ્રેમી નાગરિકોને સહભાગી થવા પ્રોનુકટ ડાયરેકટરશ્રી સુમીત વ્યાસની યાદીમાં જણાવાયું છે.
રાજ લક્કડ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
—
Joint Director Of Information,
Regional Information Office,
Jubilee Baug,
Rajkot-360 001
Phone: (0281) 2228513, 2232012,
Fax: (0281) 2229325
સંકલન-ભરત જી.ભોગાયતા
પત્રકાર
જામનગર
8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024