મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શું ક્રિકેટનો ઇતિહાસ અને ગુજરાત-ફર્સ્ટ??
News Jamnagar October 07, 2023
શું ક્રિકેટનો ઇતિહાસ અને ગુજરાત-ફર્સ્ટ??
ચારસો વર્ષ પહેલા લખાયેલ રસપ્રદ ઇતિહાસ-ક્રિકેટ રસીકો ને ચોક્કસ જાણવો ગમે
જામનગર ( ભરત ભોગાયતા)
કોઈ એમ કહે કે, ભારતમાં સૌથી પહેલી વાર ક્રિકેટની રમત દક્ષિણ ગુજરાતના એક ગામડામાં રમાઈ હતી તો આપણને માનવામાં ન આવે – પણ આ હકીકત છે ! વડોદરાથી ૮૦ કિલોમીટર દૂર આવેલ ટંકારી બંદર ખાતે સને 1721 માં ભારતમાં સૌથી પહેલી વાર ક્રિકેટની રમત રમાઈ હતી.
એક જમાનામાં ટંકારી બંદરનો સુવર્ણકાળ હતો. દક્ષિણ ગુજરાતનું આ નાનકડું ગામ એક એવું ધમધમતું બંદર હતું જ્યાં બ્રિટિશરોએ પોતાનું કાયમી પોલીસ થાણું અને કસ્ટમ હાઉસની સ્થાપના કરેલી. દૂરથી દેખાતી દીવાદાંડી આ બંદરની ઓળખ હતી. જોકે હવે તો માત્ર સ્મૃતિઓ જ રહી છે.
‘A compendious history of the Indian wars’ નામનાં સને 1737 માં લખાયેલા એક પુસ્તકમાં આ અંગે કેટલીક વિગતો મળે છે. સને 1715 થી 1723 દરમિયાન ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં કામ કરતા ક્લેમેન્ટ ડાઉનીંગ નામના નેવલ ઓફિસરે આ પુસ્તક લખ્યું છે.
ડાઉનીંગ લખે છે કે, ઓટના સમયમાં ખંભાતથી 30 માઈલ દૂર આવેલ ‘ચીમના’ના કાંઠે જહાજો બંધ પડી ને ફસાઈ જતાં અને બહાર નીકળવા માટે ભરતીની રાહ જોતાં . ઓટ અને ભરતી વચ્ચેનો જે ફરજિયાત વિરામનો સમયગાળો રહેતો એમાં ડાઉનીંગ અને બીજા ખલાસીઓ આ રમત રમીને સમય પસાર કરતા. ડાઉનીંગ કહે છે કે, અમને રમતા જોવા માટે સ્થાનિક લોકો પણ આવતા. જો કે ક્રિકેટના નીતિ નિયમો સૌપ્રથમવાર સને 1744 માં ઘડાયા .
ટંકારી ગામના આગેવાન કહે છે, મેં મારા દાદા પાસેથી સાંભળ્યું છે કે અહીં સને 1721 માં ઢાઢર નદી પાસે બ્રિટિશરો ક્રિકેટ રમતા. અમને ગૌરવ છે કે, ક્રિકેટની રમત સૌથી પહેલાં અમારા ગામમાં રમાઈ હતી.
જોકે આ પ્રકારના દાવા બીજા કેટલાક પ્રદેશોમાં પણ થયા છે. જેમ કે, 18મી સદીની શરૂઆતમાં બ્રિટિશરો કેરાલામાં બીચ ક્રિકેટ રમ્યા હતા – પણ ડાઉનીંગનું પુસ્તક સૌથી જૂનો સમય દર્શાવે છે અને એમાં ગુજરાતના ટંકારીનો ઉલ્લેખ છે.
ટંકારી બંદર પર બ્રિટિશરોએ બનાવેલાં મકાનો હવે તો જર્જરિત હાલતમાં છે. બારી – બારણાં ચોરાઈ ગયાં છે અને માછીમારોના બાળકો ત્યાં ક્રિકેટ રમે છે.
6500 ની વસ્તી ધરાવતાં આ ગામના લોકો હવે આજુબાજુના જંબુસર વગેરે વિસ્તારોના ઔદ્યોગિક એકમોમાં કામે લાગ્યા છે અને બ્રિટિશરોના યુગની બંદરની જાહોજલાની વાતો સાંભળીને ગૌરવની અનુભૂતિ કરે છે. તેમ મીડીયા ક્ષેત્રે પ્રગતિ કરનાર શ્રેષ્ઠ વાંચક લેખક કવિ વિવેચકત્રેમજ ખાસ કરીને મળવા જેવા અને તેમની પાસેથી હંમેશા શીખવા મળે તેવા સોશ્યલ મીડીયા નિષ્ણાંત આ સંકલનકર્તાના મિત્ર આશીષભાઇ ખારોડ એ આ રોચક બાબત ઉપર સોશ્યલ મીડીયામાં પ્રકાશ પાડ્યો છે
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024