મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
JMC ચેરમેન સક્રિય::અવિરત ડીમોલીશન
News Jamnagar October 08, 2023
JMC ચેરમેન સક્રિય::અવિરત ડીમોલીશન
જુના રે.સ્ટે.-પટેલ પાર્ક-જાહેર રોડ પર દબાણ હટાવાયા
જામનગર (ભરત ભોગાયતા)
*જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની હાજરીમાં જુના રેલવે સ્ટેશન નજીકનું દબાણ દૂર કરાવાયું*
, જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે ત્રણ બત્તી તરફ જવાના માર્ગે જાહેર માર્ગ પર કેટલાક ઝુપડાવાળાઓ દ્વારા દબાણ કરી ન્યુસન્સ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાતે જ સ્થળ પર હાજર રહ્યા પછી ડીમોલિશન શરૂ કરાવ્યું હતું, અને સમગ્ર માર્ગને ખુલ્લો કરાવી દીધો છે.
જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા દ્વારા આજે વહેલી સવારથી જ જુના રેલ્વે સ્ટેશનથી ત્રણબત્તી તરફ જવાનો માર્ગ ખુલ્લો કરાવવા માટે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા ની મદદ લીધી હતી, અને દબાણ હટાવ અધિકારી યુવરાજસિંહ ઝાલા તથા સિક્યુરિટી અધિકારી સુનિલ ભાનુશાળી ની આગેવાની હેઠળ ની ટુકડી ની મદદ લઇ રેલવે સ્ટેશનની જમીનની અડીને જાહેર માર્ગ પર ખડકી દેવામાં આવેલા ઝુપડા સહિત દબાણોને દૂર કરી લેવાયા હતા.
જેસીબીની મદદથી સમગ્ર રસ્તો સાફ કરીને લોકોની અવાર-જવર માટે ખુલ્લો કરી દેવાયો હતો. આથી ભારે દોડધામ થઈ હતી. ઝુપડા વાળાઓ દ્વારા પોતાનો માલ સામાન લઈને નાસભાગ કરી હતી.
આ સ્થળે રેલવેની પણ કેટલીક જગ્યા આવેલી છે, જે રેલવેની માલિકીની જગ્યામાં પણ દબાણ થયું હોવાથી રેલ્વે તંત્રને જાણ કરાઇ છે, અને રેલ્વે પોલીસને બોલાવીને તે સ્થળ પણ ખાલી કરાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે.
*જામનગરમાં પટેલપાર્ક મા જાહેર રોડ પર ખડકાયેલા બગીચા સહિતના ગેર કાયદે દબાણો દૂર કરાયા*
જામનગર શહેર ના પટેલ પાર્ક વિસ્તાર માં જાહેર રોડ પર ના દબાણો આજે મહાનગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અને બંધ કરાયેલા માર્ગ ને ખુલ્લો કરાયો હતો
જામનગર ના રણજીત સાગર માર્ગે, સાધના કોલોની નજીક ના પટેલ પાર્ક વિસ્તાર માં કેટલાક આસામીઓ દ્વારા શેરી ગલી માં લોખંડના પાઇપ ની આડસ ઉભી કરીને માર્ગ ને વાહન ના અવરnજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. જે દબાણ દૂર કરવા ની કામગીરી આજે મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત અમુક લોકો દ્વારા ખડકાયેલા ખાનગી બગીચા, ફેન્સિંગ સહિત ના દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઇ હતી.આ સમયે લોકો નાં ટોળા એકત્ર થયા હતા.અને સ્થાનીકો સાથે એસ્ટેટના સ્ટાફ ને ઘર્ષણ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી.જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી આટોપાઈ હતી.
@____________
BGB
gov.accre.Journalist
jmr
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025