મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મોરબી ACB ની ટ્રેપ- લાંચમાં બે ઝડપાયા
News Jamnagar October 10, 2023
મોરબી ACB ની ટ્રેપ- લાંચમાં બે ઝડપાયા
પાણી પુરવઠા મોરબી જીલ્લાના વાંકાનેરની કચેરીમા રેડ-કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી ને સુપરવાઇઝર એ એક નળ કનેક્શન ધારક ના નાણા ચુસવા મન બનાવ્યુ હતુ પરંતુ તે ઓરતા અધુરા રહ્યા…..
જામનગર ( ભરત ભોગાયતા)
મોરબી એ.સી.બી. પીઆઇ તેમજ સ્ટાફ એ વાંકાનેર માથી પાણીપુરવઠા વિભાગના સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટ પરના કર્મચારી એમ બે ને ૪૦૦૦૦ રૂપીયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે અગાઉ એસીબીના અહેવાલો વખતે તો લખ્યુ જ છે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સફળ ટ્રેપ એ ખુબ જહેમતનુ કામ છે ફરિયાદીને તૈયાર કરવો તેની ફરિયાદ મુજબ તેને ચકાસી ટ્રેપ માટે
( અમુક ક્યે ને ના હો સાયબ મારે સામોસામ નથ આવવુ…..તમે પકડીયાવો ને….જેવી તેવી અધુરી વિગત વાળી ઉતાવળી કે ઇર્ષ્યા થી ફરિયાદ કરવા વાળા ય ઘણા હોય છે) માહિતી આપી મક્કમ કરવો પંચ લાવવા ટ્રેપ સ્થળે જવાનો સમય સંજોગો તેમજ ત્યા ક્યા વેશમાં જવુ સમગ્ર ઓપરેશન ખાનગી રાખવુ( પંચોને પણ ખબર ન હોય કે ક્યા જવાનુ છે? હા અમારી ઓફીસમાંથી ફલાણા ને લઇ ગયા…..એટલુ જ….) તેમાય જો લીક થાય જરાક પણ તો પુરૂ પેલો લાંચીયો કાં રજા ઉપર જતો રહે કાં તો લાંચ ન લે કાંતો સાયબ બોલાવે છે એમ કઇ આડો અવળો થઇ જાય કાં કોક ચેતવી દે કે મેમાન આવશે જાન આવશે વગેરે……ઉપરાંત સ્ટાફ જે ગોપનીયતા જાળવે તેવા સાથે લઇ જવા કોન ક્યા રહેશે વગેરે નક્કી રાખવુ જરૂર હોય તો અગાઉથી છુપો આટો મારી લાંચીયા મુરતીયા ના મોઢા જોય લેવા રૂટ જોઇ લેવો વગેરે અનેક આ સિવાયની પણ બાબતો હોય છે કેમકે લાંચ ફેઇલ જાય તો?? જામનગરમા એવુ થયેલુ એવી ચર્ચા હતી…..!!
પરંતુ આ બધી શક્યતાઓ વચ્ચે મોરબી એસીબીની પાવરધી ટીમએ સફળ ટ્રેપ કરી તેની જાહેર થયેલી વિગત નીચે મુજબ છે
એ.સી.બી.સફળ ટ્રેપ
ફરીયાદી:- જાગ્રુત નાગરીક
આરોપી:-(૧) સુમાર ઉર્ફે સમીર નુરમામદભાઇ જુણેજા સંધી ઉવ.૩૫ ધંધો :- નોકરી લાઇન મેન પાણી પુરવઠા સુરેન્દ્રનગર માં અગીયાર માસના કરાર આધારીત રહે.ખેરવા તા.વાંકાનેર જી. મોરબી
આરોપી :-(૨) હિરેનભાઇ ઉર્ફે બાપુ ચંદુભાઇ કોટડીયા પટેલ ઉવ.૨૫ ધંધો:- નોકરી ધરતી એન્જીનિયરીંગ માં મેન્ટેનન્સ સુપરવાઇઝર રહે. હાલ-કુવાડવા પાણી પુરવઠાના હેડ વર્ક્સના ક્વાર્ટરમાં મુળ રહે. અમરેલી લાઠીરોડ વ્રુદાવન પાર્ક બી-૫૧.
લાંચની માંગણીની રકમ:- રૂ.૪૦,૦૦૦/-
લાંચમાં સ્વીકારેલ રકમ:- રૂ.૪૦,૦૦૦/-
લાંચ રીકવરી કરેલ રકમ:- રૂ.૪૦,૦૦૦/-
ટ્રેપની તારીખ:- ૧૦/૧૦/૨૦૨૩
ટ્રેપનુ સ્થળ:- કાછીયાગાળા ગામ તા.વાંકાનેર જી. મોરબી
ટુંક વિગત:- આ કામના ફરીયાદી તથા તેના મિત્રએ કાછીયાગાળા સર્વે નંબર માથી પસાર થતી ઢાંકી – સુરેન્દ્રનગર થી હડાળા – રાજકોટ જતી GWIL નર્મદાની પીવાના પાણીની પાઇપ લાઇન માથી પાણીનુ કનેકશન લીધેલ હોય જે આ કામના આરોપીઓ એ આઠેક દિવસ પહેલા ફરીયાદી ને બોલાવી પાણીના બન્ને કનેકશન દુર કરાવી ફરીયાદીને કનેકશન બાબતે અવાર નવાર રૂબરૂ બોલાવી ફરીયાદીને બન્ને પાણીના કનેકશન બાબતે તેઓ ઉપર કેસ કરી બન્નેને દશ – દશ લાખનો દંડ કરાવશે અને તેઓની જમીન ઉપર બોજો આવશે તેવી બીક બતાવી આરોપી નં(૧) એ આરોપી નં(૨) સાથે મળી કેસ નહી કરવાના પ્રથમ બન્ને વચ્ચે રૂ.૧,૫૦,૦૦૦/-ની માંગણી કરી રકજકના અંતે એકના રૂ.૫૦,૦૦૦/-લેખે બન્નેના રૂ. ૧,૦૦,૦૦૦/-આપવાનુ કહી બાદ ફરીયાદીને આક્ષેપીત અવાર નવાર ફોન કરી બોલાવી ફરીયાદીના મિત્ર નો પણ વહીવટ કરાવી દેવા દબાણ કરી ફરીયાદી પાસે લાંચ ની માંગણી કરાતા ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપીઓ એ ફરીયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી લાંચના નાણા રૂ.૪૦,૦૦૦/- સ્વિકારી એકબીજાને મદદગારી કરી સ્થળ ઉપર બન્ને પકડાઈ જઇ ગુનો કર્યા બાબત.
નોંધ:- આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપિંગ અધિકારી :- શ્રી જે.એમ.આલ, પોલીસ ઇન્સપેક્ટર, એ.સી.બી. પો.સ્ટે. મોરબી.
સુપરવિઝન અધિકારી :- શ્રી વી.કે.પંડયા, મદદનીશ નિયામક એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.
ઝડપાયેલ બે આરોપીઓની તસવીર નીચે
@__________________
BGB
gov.accre. Journalist
jmr
8758659878
Tags :
You may also like
શ્ર્વાન-મનુષ્યના મિત્ર,વફાદારીનું પ્રતિક
લાગણી સમજતુ પ્રાણી કૂતરો શ્ર્વાન(કૂતરા) વિશે વિશેષ માહિતી અને તેમની ઉપલબ્ધિઓ* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કૂતરો માનવનો સૌથી વફાદાર અને બુદ્ધિશાળ...
March 06, 2025