મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
લોકસભા ૨૦૨૪-તંત્રના ઢોલ વાગ્યા
News Jamnagar October 12, 2023
લોકસભા ૨૦૨૪-તંત્રના ઢોલ વાગ્યા
સમીક્ષા કરતા રાજ્ય ચુંટણી વડા-ઓછા મતદાનના કારણો શોધવા કવાયત-પ્લાનીંગ
OFFICE OF THE CHIEF ELECTORAL OFFICER
GUJARAT STATE
Media Cell
General Administration Department (Election Division)
Sardar Bhavan, Block No. 6, 2º floor, Sachivalay, Gandhinagar-382010
Date: 12.10.2023
Press Note No. 09
લોકસભા ચૂંટણીની તૈયારીઓનો અમદાવાદથી વિધિવત પ્રારંભ
(સંકલન __ભરત જી.ભોગાયતા)
આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે તાજેતરમાં EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગનો જિલ્લા કલેક્ટર્સનો વર્કશોપ યોજાયેલ હતો.
EVMની તૈયારી બાદ, મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રની તૈયારીઓની ચર્ચા-સમીક્ષા કરવા માટે રાજ્યમાં 10 ઝોનમાં મુલાકાત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના પ્રથમ સોપાન તરીકે આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, જિલ્લા કલેકટર સુશ્રી પ્રવિણા ડી.કે., સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી એ.બી. પટેલ તથા CEO કચેરીની ટીમ દ્વારા અમદાવાદ જિલ્લાની 21 મદદનીશ ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટ પ્લાન (TIP) તૈયાર કરવા તમામ રાજ્યોને સુચના આપવામાં આવેલ છે.
TIP હેઠળ મતદાનની ટકાવારી વધારવા માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા રાજ્યની 182 વિધાનસભા બેઠકોને 09 ક્લસ્ટર્સમાં ગ્રુપ કરીને ઓછા મતદાનના કારણો શોધીને મતદાન જાગૃતિ માટે પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. તેની અમલવારીથી મતદાતાઓ મતદાન મથકે આવે અને મતદાન કરે તેવા પ્રયત્નો કરવામાં આવનાર છે.
ઉપરાંત આગામી સ્પેશિયલ સમરી રિવિઝન કાર્યક્રમ 27/10/2023 થી શરૂ થઈ રહ્યો છે તેમાં મતદાર યાદી સુધારણા અંગે મતદાર નોંધણી અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવેલ હતું મતદાન મથકોએ મતદારો માટેની સુવિધાનો રિવ્યુ કરીને રેમ્પ, સ્વચ્છતા વગેરે બાબતોમાં ખૂબ જ કાળજી લેવા અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી
@____________
BGB
gov.accre.Journalist
jmr
8758659878
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025