મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શિવરાજપુર બીચ-ની જમીન મામલે હાઈકોર્ટનો ચુકાદો
News Jamnagar October 13, 2023
શિવરાજપુર બીચ-ની જમીન મામલે હાઈકોર્ટનો ચુકાદો
historic-judgment-of-the-high-court-in-the-case-of-shivrajpur-beach-land-worth-crores
3 FIR રદ્દ : ફોજદારી કાર્યવાહીનો દુરુપયોગ ખુલ્લો પાડતો ચુકાદો
જામનગર (ભરત ભોગાયતા)
જર, જમીન અને જોરુ- એ ત્રણ કજિયાના છોરુ, એ કહેવત અનુસાર જમીનોના મામલે જાતજાતની ફરિયાદો થતી રહેતી હોય છે, જે પૈકી કેટલીક ફરિયાદો ઉપજાવી કાઢેલી પણ હોય છે. આ પ્રકારની બદઈરાદાથી થયેલી 3 FIR રદ્દ કરવાનો હુકમ થયો છે. આ પ્રકરણે સમગ્ર દ્વારકા પંથકમાં ચકચાર જગાવી છે.
આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. દ્વારકા નજીકના શિવરાજપુર બીચ નજીકની કરોડો રૂપિયાની એક જમીન મામલે જેતે સમયે દ્વારકા પોલીસમાં 3 અલગ-અલગ FIR દાખલ થયેલી. આ ફરિયાદો પોલાભા નાયાણી, સાગાભા પેથાભા અને જીજીબાઈ દ્વારા નોંધાવવામાં આવેલી. જેમાં આરોપીઓ તરીકે સંજીવ નટવરલાલ ચાંદલીયા અને તેના કુટુંબીજનોના નામો જાહેર કરવામાં આવ્યા હતાં.
ફરિયાદમાં એમ કહેવાયું હતું કે, આ જમીનોના બોગસ કરારો અને દસ્તાવેજ થયા છે. પોલીસે આ ફરિયાદોના આધારે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમો 406,420,467,468 અને 120(b) મુજબ ગુનાઓ દાખલ કર્યા હતાં.
બાદમાં આ કેસના આરોપીઓએ વડી અદાલતમાં આ ફરિયાદો વિરુદ્ધ ક્રોસિંગ પિટિશન ફાઇલ કરી. જેમાં જણાવાયું કે, જમીનોના કરાર અને દસ્તાવેજ રજિસ્ટર્ડ છે. આ ફોજદારી ફરિયાદો ફોજદારી કાર્યવાહીઓના દુરુપયોગ સમાન છે. અને સિવિલ નેચરના આ કેસમાં પોલીસ મારફત દબાણ લાવવા આ ફરિયાદો થયેલી છે. આ દલીલો સાથે સુપ્રિમ કોર્ટના જુદાં જુદાં ચુકાદાઓ પણ રજૂ કરવામાં આવેલાં અને ફરિયાદો રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી.
આ 3 FIR રદ્દ કરાવવા 3 અલગ-અલગ ક્રોસિંગ પિટિશન ફાઇલ કરવામાં આવી હતી. જેની આખરી સુનાવણી દરમ્યાન હાઈકોર્ટમાં બંને પક્ષોની દલીલો રજૂ થઈ. જસ્ટિસે હકીકતો, કાયદાના પ્રોવિઝન અને સુપ્રિમ કોર્ટના અગાઉના ચુકાદાઓ ધ્યાન પર લઈ તમામ 3 FIR પ્રથમ દર્શનીય રીતે રદ્દ થવા પાત્ર છે એમ ઠરાવી દ્વારકા પોલીસમાં દાખલ થયેલી આ 3 FIR રદ્દ કરવા હુકમ કર્યો છે. આ ચુકાદાથી, આ કેસમાં આરોપીઓ તરફે સત્યનો વિજય થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શિવરાજપુર બીચ નજીકની આ જમીનોનો વિવાદ ઘણાં સમયથી દ્વારકા પંથકમાં રસપ્રદ રહ્યો હતો.
@___________
BGB
gov.accre.Journalist
jmr
8758659878
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024