મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમા તંત્રની "બેટી બચાવો" કવાયત
News Jamnagar October 17, 2023
*જામનગરમા તંત્રની “બેટી બચાવો” કવાયત
કલેક્ટર કચેરી ખાતે આઈ.સી.ડી.એસ. વિભાગની જિલ્લા કક્ષાની ત્રિમાસિક બેઠક યોજાઈ*
*જામનગર (ભરત ભોગાયતા),
જામનગર જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગની ડીસ્ટ્રીક્ટ લેવલ મોનીટરીંગ અને રીવ્યુ કમિટીની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રી અને સમિતિના અન્ય સદસ્યોએ જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગની યોજનાકીય કામગીરી, કુપોષિત માતા/ બાળકોનાં પોષણ સ્તરમાં સુધારો લાવવો, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની કામગીરી, ડ્રોપઆઉટ કિશોરીઓનો શાળામાં પુનઃ પ્રવેશ કરાવવો, કિશોરીઓની આરોગ્ય તપાસ, સ્વચ્છતા કેમ્પેઈન, પોષણ ટ્રેકર એપ્લીકેશનમાં નિયમિતપણે રીપોર્ટીંગ કરાવવું, આંગણવાડી કેન્દ્રોમાં પોષણ વાટિકાનું નિર્માણ કરાવવું તેમજ અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને કરવાની કામગીરી જેવા વિવિધ મુદાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિક્લ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન.ખેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હારુન ભાયા, જિલ્લા આઈ.સી. ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સુશ્રી બિનલ સુથાર તથા સમિતિના અન્ય અધિકારીશ્રીઓ અને આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ જામનગર જીલ્લા માહિતી કચેરી ના માહિતી મદદનીશ જલકૃતિ મહેતા ના અહેવાલમાં જણાવ્યુ છે
*000000*
BGB
gov.accre. Journalist
jmr
8758659878
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024