મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નારી શક્તિ-નવરાત્રીમાં ખાસ બિરદાવીએ
News Jamnagar October 19, 2023
નારી શક્તિ-નવરાત્રીમાં ખાસ બિરદાવીએ
અનેક ઉદાહરણો વચ્ચે વધુ રસપ્રદ વાતને સોશ્યલ મીડીયામા પ્રસંશનીય રીતે સ્થાન આપતા જામનગરના “ઝવેરી”
જામનગર (ભરત ભોગાયતા)
આંખ સામે ઘણુ દેખાય પરંતુ નજર ન હોય તો તે યાદી માથી નીકળી જાય યાદીમાંથી પણ નીકળી જાય તેવુ ઘણી વખત બનતુ હોય સમય સંજોગો રૂચી વગેરે બાબતો ના કારણે ક્યારેક એવુ બને કે આપણે પરીવાર સાથે મિત્રો સાથે સ્નેહીઓ સાથે share કરવાનુ ભુલી જતા હોય છે ત્યારે તો સોશ્યલ મીડીયા પ્રભાવી બન્યુ છે આ પ્રભાવશાળી માધ્યમનો માહિતીપ્રદ સુંદર પ્રસ્તુતિ સાથે જામનગરના “ઝવેરી” આશિષ ખારોડ સદઉપયોગ કરે છે અને “જાણવા જેવુ” ટાઇટલ હેઠળ તેઓ સૌ ને ફેસબુક સહિતના માધ્યમો ઉપર મળે છે ઉચ્ચ શિક્ષણ સાથે સમાજ જીવનની બાબતો અત્યંત વ્યસ્તતાની વચ્ચે ઉજાગર કરવાનો મહાવરો ધરાવતા શ્રી ખારોડ તેમના પરીવાર મિત્રો સ્નેહીઓ અને માહિતી તેમજ જ્ઞાનપીપાસુઓમાં ખુબ મહત્વનુ સ્થાન ધરાવે છે તેમની વધુ એક પોસ્ટ મુજબ…..
નવરાત્રીનો સમય ચાલે છે. શક્તિની ભક્તિનો માહોલ છે. તાજેતરમાં જ રાજકોટના રાજવી પરિવાર દ્વારા આયોજીત એક કાર્યક્રમનો પ્રશંશનીય વિડિયો બહુ વાયરલ થયો છે. બુલેટ મોટર સાઈકલ અને ખુલ્લી જીપમાં સવાર શક્તિ સ્વરુપાઓને તલવારબાજી કરતી જોઈએ તો જાણે સાક્ષાત દુર્ગાના દર્શન કરતા હોઈએ એવી રોમાંચક અનુભૂતિ થાય. સાથે સાથે એવો પણ વિચાર ઝબકી જાય કે, અબળા થઈને હંમેશાં રોદણાં રડવાને બદલે જો આવી ક્ષમતા કેળવાવાની કોશિષ થાય તો મોટા ભાગની ફરિયાદો દૂર થઈ જાય. કદાચ એટલે જ મહિલાઓ માટેની શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી યુનિવર્સિટીનો મુદ્રાલેખ યથાર્થ રીતે ‘संस्कृता स्त्री शिवाशक्ति’ છે.
આજે એક એવી જ સંસ્કૃતા સ્ત્રીની વાત કરવી છે. વાત છે રાજસ્થાનની એક મહિલા સરપંચ નીરુ યાદવની જેને લોકો ‘હોકી વાલી સરપંચ’ તરીકે ઓળખે છે. રાજસ્થાનના બુહાના તાલુકાના લામ્બી અહીર ગામની આ સરપંચ બી.એસ.સી. , એમ.એસ.સી. , બી.એડ., એમ.એડ અને પી.એચડી. સુધી ભણેલ છે. 2020માં સરપંચપદે ચૂંટાયા પછી એણે પહેલું કામ ગામની કિશોરીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવાનું કર્યું. એણે ગામની છોકરીઓની એક હોકી ટીમ બનાવી, એમના માટે પોતાના પગારમાંથી એક કોચ પણ રાખ્યો એટલું જ નહીં રોજ સવારે એમને ગ્રાઉન્ડ પર લઈ જઈને એમની તાલીમ પર વ્યક્તિગત રીતે ધ્યાન પણ આપ્યું. પરિણામે લોકો તેને પ્રેમથી ‘હોકી વાલી સરપંચ’ કહેતા થઈ ગયા. એની આ મહિલા હોકી ટીમે રાજ્ય કક્ષા સુધીની અનેક ટુર્નામેંટ્સ જીતીને સરપંચની જહેમત સફળ બનાવી છે.
વાત અહીં અટકતી નથી, પોતાના ગામમાં પ્લાસ્ટિક અને ડીસ્પોઝેબલ વાસણોનો ઉપયોગ ન થાય તે માટે એ એક ‘વાસણ બેંક’ ચલાવે છે, જેમાંથી બધા ગ્રામજનોને વપરાશ માટે વિનામૂલ્યે વાસણો આપવામાં આવે છે. આમ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં નિરુ સફળ રહી છે. નીરુ યાદવ દેશની પહેલી મહિલા સરપંચ છે જે ‘સચ્ચી સહેલી મહિલા એગ્રો’ નામથી FPO નું સંચાલન કરે છે , જેમાંથી ખેડૂતોને બિયારણ- ખાતર અને અન્ય ઉપયોગી વસ્તુઓ વાજબી ભાવે મળી રહે છે. આદિત્રી ફાઉંડેશન નામના NGO થકી નીરુ યાદવ મહિલા ઉત્કર્ષની પ્રવૃત્તિઓ પણ કરે છે.
KBC માં સેલીબ્રીટી તરીકે જઈ આવેલી અને ફેસબુક પર દસ લાખ ફોલોઅર્સ ધરાવતી આ મહિલા સરપંચને નિ:શંક સ્વરૂપે શક્તિ સ્વરૂપા ગણવી પડે કે નહીં?
વાતમાં રસ પડ્યો હોય તો neeruyadavjjn નામના insta handle અથવા Niru Yadav Youtube કે facebook પર એની પ્રોફાઇલમાં ચક્કર મારી લેજો.
@____________
BGB
gov.accre.journalist
jmr
8758659878
સાવ છેલ્લે સંકલન કર્તા દ્વારા વિશેષ એ કે આ સાથે નીચેની તસવીર ઘણુ કહી જાય છે…..ને?
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024